માન્ચેસ્ટર યુનાઇટેડ (Manchester United)ક્રિસ્ટીયાનો રોનાલ્ડો (Cristiano Ronaldo)પર એક મિલિયન પાઉન્ડ ( લગભગ 9.27 કરોડ રૂપિયા) નો દંડ ફટકારશે. ડેઇલી સ્ટારના રિપોર્ટ પ્રમાણે માન્ચેસ્ટર યુનાઇટેડના બોસ એરિક તેન હૈગ પોતાના સ્ટાર ખેલાડીથી સખત નારાજ છે. આટલું જ નહીં, ફૂટબોલરને શનિવારે ચેલ્સી વિરુદ્ધ રમાનાર મેચની બહાર કરી દીધો છે. આ નિર્ણય મેનેજર એરિક ટેન હૈગે લીધો છે.
બુધવાર 19 ઓક્ટોબર 2022ના રોજ ટોટેનહમ હોટસ્પર સામેની મેચમાં ક્રિસ્ટીયાનો રોનાલ્ડોને માન્ચેસ્ટર યુનાઇટેડની પ્લેઇંગ ઇલેવનમાં પસંદ કરવામાં આવ્યો ન હતો. આ કારણે રોનાલ્ડો ગુસ્સે થઇ ગયો હતો. તે મેચ પુરી થયા પહેલા જ ડ્રેસિંગ રૂમમાંથી જતો રહ્યો હતો. રોનાલ્ડોએ ડ્રેસિંગ રૂમમાં જલ્દી જવાની વાત મેચ અધિકારિયોને પણ કહી ન હતી. ફૂટબોલના નિયમ મુજબ, કોઈપણ ખેલાડી મેચ દરમિયાન અધિકારીઓને કહીને ડ્રેસિંગ રૂમમાં જઈ શકે છે.
આ પણ વાંચો – ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચની મજા વરસાદ બગાડશે? મેલબોર્નમાં 23 ઓક્ટોબરે કેવું રહેશે મોસમ, જાણો
રોનાલ્ડોની આ હરકતની વ્યાપક ટીકા થઈ હતી. સજાના રૂપમાં તેને ચેલ્સી સામેની મેચમાંથી બહાર કરી દેવાયા છે. આ દરમિયાન રોનાલ્ડોએ સ્પષ્ટતા કરી છે. પોર્ટુગીઝ સ્ટારનું કહેવું છે કે તેઓ સન્માનપૂર્વક જીવવા અને રમવાની કોશિશ કરે છે, પરંતુ ઘણી વાર આવું થતું નથી.
રોનાલ્ડોએ સોશિયલ મીડિયા પર શેયર કરેલી એક પોસ્ટમાં લખ્યું, ‘જેમ કે મેં હંમેશા કર્યું છે કે હું મારા સહયોગી, મારા વિરોધીઓ અને મારા કોચને સન્માન આપવાનું અને રમવાનો પ્રયત્ન કરું છું. આ વસ્તુઓ હજુ સુધી બદલી નથી. હું પણ નથી બદલ્યો. હું એ જ વ્યક્તિ છું, જે છેલ્લા 20 વર્ષથી સન્માનથી ફૂટબોલ રમી રહ્યો છું.
જોકે ટોટેનહમ હોટસ્પર વિરુદ્ધ રોનાલ્ડો ના રમ્યો હોવા છતાં માન્ચેસ્ટર યુનાઇટેડે આ મેચ આસાનીથી જીતી લીધી. માન્ચેસ્ટર યુનાઇટેડએ ટોટેનહમ હોટસ્પરને 2-0થી હરાવ્યું હતું. તેના તરફથી ફ્રેડ અને બ્રુનો ફર્નાન્ડિસે 1-1 ગોલ કર્યો હતો.