CSK vs SRH Highlights, IPL 2024 : આઈપીએલ 2024, સનરાઇઝર્સ હૈદરાબાદ 134 રનમાં ઓલ આઉટ, સીએસકેનો 78 રને વિજય

CSK vs SRH Highlights, Chennai Super Kings vs Sunrisers Hyderabad: ઋતુરાજ ગાયકવાડના 54 બોલમાં 10 ફોર 3 સિક્સર સાથે 98 રન, ડેરીલ મિશેલના 32 બોલમાં 7 ફોર, 1 સિક્સર સાથે 52 રન

Written by Ashish Goyal
Updated : April 28, 2024 23:53 IST
CSK vs SRH Highlights, IPL 2024 : આઈપીએલ 2024, સનરાઇઝર્સ હૈદરાબાદ 134 રનમાં ઓલ આઉટ,  સીએસકેનો 78 રને વિજય
CSK vs SRH Highlights, IPL 2024: આઈપીએલ 2024ની 46મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદનો ચેન્નાઇ સુપર કિંગ્સ સામે પરાજય થયો

Chennai Super Kings vs Sunrisers Hyderabad Highlights, IPL 2024, આઈપીએલ 2024 ચેન્નાઇ વિ. હૈદરાબાદ સ્કોર : ઋતુરાજ ગાયકવાડ (98) અને ડેરિલ મિશેલેની (52)અડધી સદી બાદ તુષાર દેશપાંડેની 4 વિકેટની મદદથી ચેન્નાઇ સુપર કિંગ્સે આઈપીએલ 2024માં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 78 રને વિજય મેળવ્યો છે.ચેન્નાઇએ 20 ઓવરમાં 3 વિકેટે 212 રન બનાવ્યા હતા. જવાબમાં હૈદારબાદ 18.5 ઓવરમાં 134 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું.

સનરાઇઝર્સ હૈદરાબાદ ઇનિંગ્સ

-તુષાર દેશપાંડેએ સૌથી વધારે 4 વિકેટ ઝડપી. મુશ્તાફિઝુર રહેમાન-પાથિરાનાએ 2-2 વિકેટ ઝડપી, રવિન્દ્ર જાડેજા-શાર્દુલ ઠાકુરને 1-1 વિકેટ મળી.

-સનરાઇઝર્સ હૈદરાબાદ 18.5 ઓવરમાં 134 રનમાં ઓલઆઉટ. સીએસકેનો 78 રનથી વિજય થયો.

-જયદેવ ઉનડકટ 1 રન બનાવી મુશ્તાફિઝુર રહેમાનનો શિકાર બન્યો.

-શહબાઝ અહમદ 5 બોલમાં 1 ફોર સાથે 7 રન બનાવી મુશ્તાફિઝુર રહેમાનની ઓવરમાં કેચ આઉટ થયો.

-પેટ કમિન્સ 7 બોલમાં 1 ફોર સાથે 5 રન બનાવી દેશપાંડેનો શિકાર બન્યો.

-અબ્દુલ શમદ 18 બોલમાં 1 ફોર 1 સિક્સર સાથે 19 રન બનાવી શાર્દુલ ઠાકુરની ઓવરમાં આઉટ.

-હેનરિચ ક્લાસેન 21 બોલમાં 1 સિક્સર સાથે 20 રન બનાવી પાથિરાનાની ઓવરમાં કેચ આઉટ થયો.

-સનરાઇઝર્સ હૈદરાબાદે 12.3 ઓવરમાં 100 રન પુરા કર્યા.

-માર્કરામ 26 બોલમાં 4 ફોર સાથે 32 રન બનાવી પાથિરાનાની ઓવરમાં બોલ્ડ થયો.

-નીતિશ રેડ્ડી 15 બોલમાં 15 રન બનાવી જાડેજાની ઓવરમાં કેચ આઉટ થયો.

-સનરાઇઝર્સ હૈદરાબાદે 5.3 ઓવરમાં 50 રન પુરા કર્યા.

-અભિષેક શર્મા 9 બોલમાં 1 ફોર 1 સિક્સર સાથે દેશપાંડેનો ત્રીજો શિકાર બન્યો.

-ઇમ્પેક્ટ પ્લેયર અનમોલપ્રીત સિંહ પ્રથમ બોલે જ ગોલ્ડન ડકે દેશપાંડેનો શિકાર બન્યો.

-ટ્રેવિસ હેડ 7 બોલમાં 1 ફોર 1 સિક્સર સાથે 13 રન બનાવી દેશપાંડેની ઓવરમાં કેચ આઉટ થયો.

આ પણ વાંચો – વિલ જેક્સની સદી, આરસીબીએ 201 રનનો લક્ષ્યાંક 16 ઓવરમાં મેળવી લીધો

ચેન્નાઇ સુપર કિંગ્સ ઇનિંગ્સ

-શિવમ દુબેના 20 બોલમાં 1 ફોર 4 સિક્સર સાથે અણનમ 39 રન. ધોનીના 2 બોલમાં અણનમ 5 રન.

-ચેન્નાઇ સુપર કિંગ્સના 20 ઓવરમાં 3 વિકેટે 212 રન.

-ઋતુરાજ ગાયકવાડ 54 બોલમાં 10 ફોર 3 સિક્સર સાથે 98 રન બનાવી નટરાજનની ઓવરમાં કેચ આઉટ થયો.

-ચેન્નાઇ સુપર કિંગ્સે 18.5 ઓવરમાં 200 રન પુરા કર્યા.

-ચેન્નાઇ સુપર કિંગ્સે 15.2 ઓવરમાં 150 રન પુરા કર્યા.

-ડેરીલ મિશેલે 32 બોલમાં 7 ફોર, 1 સિક્સર સાથે 52 રન બનાવી ઉનડકટની ઓવરમાં આઉટ થયો.

-ડેરીલ મિશેલે 29 બોલમાં 7 ફોર, 1 સિક્સર સાથે અડધી સદી ફટકારી.

-ચેન્નાઇ સુપર કિંગ્સે 10.5 ઓવરમાં 100 રન પુરા કર્યા.

-ઋતુરાજ ગાયકવાડે 27 બોલમાં 7 ફોર, 1 સિક્સર સાથે અડધી સદી ફટકારી.

-ચેન્નાઇ સુપર કિંગ્સે 5.3 ઓવરમાં 50 રન પુરા કર્યા.

-અજિંક્ય રહાણે 12 બોલમાં 1 ફોર સાથે 9 રન બનાવી ભુવનેશ્વર કુમારની ઓવરમાં કેચ આઉટ થયો.

-સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

બન્ને ટીમો આ પ્રમાણે છે

ચેન્નાઇ સુપર કિંગ્સ : અજિંક્ય રહાણે, રુતુરાજ ગાયકવાડ (કેપ્ટન), ડેરીલ મિશેલ, મોઈન અલી, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની, દીપક ચહર, તુષાર દેશપાંડે, મુસ્તફિઝુર રહેમાન, મતિક્ષા પથિરાના.

સનરાઇઝર્સ હૈદરાબાદ : અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, એડન માર્કરામ, હેનરિક ક્લાસેન , નીતિશ રેડ્ડી, અબ્દુલ સમદ, શાહબાઝ અહેમદ, પેટ કમિન્સ (કેપ્ટન), ભુવનેશ્વર કુમાર, જયદેવ ઉનડકટ, ટી નટરાજન.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ