ચેમ્પિયન્સ ટ્રોફી 2025 : દક્ષિણ આફ્રિકાનો 7 વિકેટે વિજય, જીત સાથે સેમિ ફાઇનલમાં પ્રવેશ કર્યો

Champions Trophy 2025, ENG vs SA Match Score (ઇંગ્લેન્ડ વિ દક્ષિણ આફ્રિકા ક્રિકેટ સ્કોર) : ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં રાસી વાન ડેર ડ્યુસેન અને હેનરિચ ક્લાસેનની અડધી સદી. દક્ષિણ આફ્રિકાનો 7 વિકેટે વિજય

Written by Ashish Goyal
Updated : March 01, 2025 20:21 IST
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 : દક્ષિણ આફ્રિકાનો 7 વિકેટે વિજય, જીત સાથે સેમિ ફાઇનલમાં પ્રવેશ કર્યો
Champions Trophy 2025, ENG vs SA : ઇંગ્લેન્ડ વિ દક્ષિણ આફ્રિકા મેચ

Champions Trophy 2025, ENG vs SA Match Score (ઇંગ્લેન્ડ વિ દક્ષિણ આફ્રિકા ક્રિકેટ સ્કોર) : બોલરોના શાનદાર પ્રદર્શન પછી રાસી વાન ડેર ડ્યુસેન અને હેનરિચ ક્લાસેનની અડધી સદીની મદદથી દક્ષિણ આફ્રિકાએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ઇંગ્લેન્ડ સામે 7 વિકેટે વિજય મેળવ્યો છે. ઇંગ્લેન્ડ 38.2 ઓવરમાં 179 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. જવાબમાં દક્ષિણ આફ્રિકાએ 29.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. આ જીત સાથે દક્ષિણ આફ્રિકાએ સેમિ ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.

દક્ષિણ આફ્રિકા ઇનિંગ્સ

-રાસી વાન ડેર ડ્યુસેનના 87 બોલમાં 6 ફોર અને 3 સિક્સર સાથે અણનમ 72 રન.

-હેનરિચ ક્લાસેન 56 બોલમાં 11 ફોર સાથે 64 રને રાશિદનો શિકાર બન્યો.

-રાસી વાન ડેર ડ્યુસેને 72 બોલમાં 5 ફોર અને 1 સિક્સર સાથે અડધી સદી ફટકારી.

-ક્લાસેને 41 બોલમાં 9 ફોર સાથે અડધી સદી ફટકારી

-દક્ષિણ આફ્રિકાએ 18.4 ઓવરમાં 100 રન પુરા કર્યા.

-રેયાન રિકલ્ટન 25 બોલમાં 5 ફોર સાથે 27 રન બનાવી આર્ચરનો બીજો શિકાર બન્યો.

-ટિસ્ટ્રન સ્ટબ્સ 5 બોલમાં ખાતું ખોલાયા વિના આર્ચરની ઓવરમાં બોલ્ડ થયો.

ઇંગ્લેન્ડ ઇનિંગ્સ

-દક્ષિણ આફ્રિકા તરફથી મુલ્ડર અને જાન્સેને 3-3 વિકટ ઝડપી. કેશવ મહારાજને 2 વિકેટ મળી હતી.

-આદિલ રાશિદ 9 બોલમાં 2 રન બનાવી મુલ્ડરની ઓવરમાં કેચ આઉટ થયો.

-જોશ બટલર 43 બોલમાં 21 રન બનાવી એનગિડીનો શિકાર બન્યો.

-જોફ્રા આર્ચર 31 બોલમાં 4 ફોર સાથે 25 રન બનાવી મુલ્ડરની ઓવરમાં કેચ આઉટ થયો.

-જેમી ઓવરટોન 20 બોલમાં 1 ફોર સાથે 11 રન બનાવી રબાડાનો શિકાર બન્યો.

-લિયામ લિવિગસ્ટોન 15 બોલમાં 1 ફોર સાથે 9 રન બનાવી કેશવ મહારાજની ઓવરમાં આઉટ થયો.

-જો રુટ 44 બોલમાં 4 ફોર અને 1 સિક્સર સાથે 37 રને મુલ્ડરની ઓવરમાં બોલ્ડ થયો.

-ઇંગ્લેન્ડે 17 ઓવરમાં100 રન પુરા કર્યા.

આ પણ વાંચો – ભારત અને પાકિસ્તાન આ વર્ષે વધુ 3 મેચો રમી શકે છે : રિપોર્ટ

-હેરી બ્રુક 29 બોલમાં 3 ફોર સાથે 19 રન બનાવી કેશવ મહારાજની ઓવરમાં કેચ આઉટ થયો.

-બેન ડકેટ 21 બોલમાં 4 ફોર સાથે 24 રન બનાવી જાન્સેનની ઓવરમાં આઉટ થયો.

-જેમી સ્મિથ 3 બોલમાં ખાતું ખોલાયા વિના જાન્સેનનો બીજો શિકાર બન્યો.

-ફિલિપ સોલ્ટ 6 બોલમાં 2 ફોર સાથે 8 રન બનાવી જાન્સેનની ઓવરમાં કેચ આઉટ થયો.

-ઇંગ્લેન્ડના કેપ્ટન જોશ બટલરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

બન્ને ટીમો આ પ્રમાણે છે

ઇંગ્લેન્ડ : ફિલિપ સોલ્ટ, બેન ડકેટ, જેમી સ્મિથ, જો રૂટ, હેરી બ્રુક, જોસ બટલર (કેપ્ટન), લિયામ લિવિંગસ્ટોન, જેમી ઓવરટોન, જોફ્રા આર્ચર, આદિલ રશીદ, સાકિબ મહમૂદ.

દક્ષિણ આફ્રિકા : ટ્રિસ્ટન સ્ટબ્સ, રેયાન રિકલ્ટન, રાસી વાન ડેર ડ્યુસેન, એડન માર્કરામ (કેપ્ટન), હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, વિયાન મુલ્ડર, માર્કો જેન્સેન, કેશવ મહારાજ, કાગિસો રબાડા, લુંગી એનગિડી.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ