Express Adda: બોલરો ઘણા સ્માર્ટ હોય છે, ટીમ ઇન્ડિયાની કેપ્ટનશિપ કરવાના સવાલ પર બુમરાહે શું કહ્યું

Jasprit Bumrah In Express Adda: જસપ્રીત બુમરાહે 25 જુલાઈના રોજ અમદાવાદમાં Express Adda માં ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રુપના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનંત ગોએન્કા અને નેશનલ સ્પોર્ટ્સ એડિટર સંદીપ દ્વિવેદી સાથે વાતચીત કરી હતી

Written by Ashish Goyal
Updated : July 25, 2024 23:06 IST
Express Adda: બોલરો ઘણા સ્માર્ટ હોય છે, ટીમ ઇન્ડિયાની કેપ્ટનશિપ કરવાના સવાલ પર બુમરાહે શું કહ્યું
જસપ્રીત બુમરાહ અમદાવાદમાં ઈન્ડિયન એક્સપ્રેસના ખાસ કાર્યક્રમ એક્સપ્રેસ અડ્ડામાં હાજર રહ્યો હતો. (એક્સપ્રેસ)

Express Adda: જ્યારે પણ ટીમને વિકેટની જરૂર પડે છે ત્યારે જસપ્રીત બુમરાહ આગળ આવે છે અને કેપ્ટનની અપેક્ષાઓ પર ખરો ઉતરે છે, પરંતુ જ્યારે કેપ્ટનશિપની વાત આવે છે ત્યારે તેના નામની ચર્ચા થતી નથી. જસપ્રીત બુમરાહ શું ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કરવા માંગે છે કે નહીં. આ સવાલ પણ તેણે ઈન્ડિયન એક્સપ્રેસના કાર્યક્રમ એક્સપ્રેસ અડ્ડામાં ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રુપના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનંત ગોએન્કા અને નેશનલ સ્પોર્ટ્સ એડિટર સંદીપ દ્વિવેદી સાથેની વાતચીતમાં જવાબ આપ્યો હતો.

મારી પાસે પોતાનો પે ગ્રેડ વધારવાનો પાવર નથી : જસપ્રીત બુમરાહ

જસપ્રીત બુમરાહે કહ્યું કે હું નિર્ણય ન કરી શકું. તમે જાણો છો, એવું નથી કે હું ટીમને કહું છું કે મને કેપ્ટન બનાવો. મારી પાસે પોતાનો પે ગ્રેડ વધારવાની તાકાત નથી. પરંતુ હા, મને લાગે છે કે બોલર્સ સ્માર્ટ વ્યક્તિ હોય છે, કારણ કે તે બેટ્સમેનને આઉટ કરે છે અને નિશ્ચિત રુપથી હંમેશાં વિપરિત પરિસ્થિતિઓથી લડતા રહે છે.

બોલરો માટે કોઈ ટેકનિક બની નથી – બુમરાહ

બુમરાહે પોતાની વાત આગળ વધારતા કહ્યું કે કારણ કે મેદાન નાના હોય છે. બેટની ગુણવત્તા સારી થઈ રહી છે. મને એવી કોઈ ટેકનિક યાદ નથી કે જે અમને બોલરોને સ્વિંગ બોલને ખૂબ જ સ્વિંગ કરાવવામાં મદદ કરે. નિશ્ચિત રુપે લોકો મેદાનની ચારેબાજુ શોટ ફટકારતા જોવા માગે છે. તેઓ સિક્સર ફટકારતા જોવા માગે છે. પરંતુ તે બરાબર છે, કારણ કે બોલરોનું કામ અઘરું હોય છે.

હારવા પર બોલરોને જવાબદાર ઠેરવવામાં આવે છે: બુમરાહ

બુમરાહે કહ્યું કે જ્યારે અમે મેચ હારીએ છીએ, ત્યારે સામાન્ય રીતે બોલરોને દોષિત ઠેરવીએ છીએ. આ ઘણું મુશ્કેલ કામ છે, તેથી મને મારા પર ગર્વ છે કે હું એવું કામ કરી રહ્યો છું જેમાં ખૂબ જ હિંમતની જરૂર પડે છે. શારીરિક રીતે, તમારા શરીરને ઘણી પીડા સહન કરવી પડે છે અને તમે જાણો છો કે હું અત્યાર સુધી આ રમતનો આનંદ માણી રહ્યો છું અને સતત ઇમ્પેક્ટ કરી રહ્યો છું.

આ પણ વાંચો – ટેસ્ટ ને પ્રેમ કરનાર જસપ્રીત બુમરાહે ક્રિકેટને બોલરની રમત ગણાવી, આ રીતે શીખ્યો યોર્કર બોલિંગ

બુમરાહે કહ્યું કે હા, જો તમને તે (નેતૃત્વ) મળશે તો તમારી સામે ઘણા નવા પડકારો હશે. મને લાગે છે કે ઘણા બધા પડકારોને કારણે તમે હંમેશાં એક નવો રસ્તો શોધો છો. બોલરો વિપરિત પરિસ્થિતિઓનો સામનો કરે છે અને રસ્તો શોધે છે. આ બાબતો તમને બહાદુર બનાવે છે અને લીડરશિપ માટે બહાદૂર હોવું જરૂર છે. મારો પણ હંમેશા આ અભિપ્રાય રહ્યો છે.

દિગ્ગજ બોલરો સારા કેપ્ટન રહી ચૂક્યા છે

બુમરાહે કહ્યું કે આપણે જોયું કે પેટ કમિન્સ ઘણું સારું કરી રહ્યો છે. જ્યારે હું નાનો હતો ત્યારે મેં વસીમ અકરમ, વકાર યુનુસ (પાકિસ્તાન ક્રિકેટ ટીમના) કેપ્ટનશિપ કરતા જોયો છે. કપિલ દેવે આપણા માટે પ્રથમ વર્લ્ડ કપ જીત્યો હતો. ઇમરાન ખાને પોતાની કેપ્ટનશિપમાં પાકિસ્તાન માટે વર્લ્ડ કપ જીત્યો હતો. આથી જ બોલરો સ્માર્ટ હોય છે.

ટીમ શું વિચારે છે તે વધારે મહત્વનું છે: બુમરાહ

શારીરિક રીતે ફિટ હોવાની વાત સ્વીકારતા બુમરાહે કહ્યું કે, “હા, એ વાત સાચી છે કે કેટલીક વખત બોલરો માટે ફિઝિકલી ઘણું સ્ટ્રેનફુલ હોય છે. હું સમજું છું કે બેટ્સમેનોને લીડરશિપ આપવામાં આવે છે, પણ એ ટીમ પણ નિર્ભર છે કે ટીમ શું વિચારે છે અને કોણ ટીમને આગળ લઈ જઈ શકે છે. પણ મારા મતે હું અત્યાર સુધી ફાસ્ટ બોલરોનો મોટો ચાહક છું. મારા મતે તેઓ પણ અન્ય બીજાની જેમ જ સ્માર્ટ હોય છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ