Express Adda With Jasprit Bumrah Yorker King: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર સ્પીડ બોલર જયપ્રીત બુમરાહ ઈન્ડિયન એક્સપ્રેસના કાર્યક્રમ એક્સપ્રેસ અડ્ડામાં ઇન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનંત ગોએન્કા અને ગ્રૂપના નેશનલ સ્પોર્ટ્સ એડિટર સંદીપ દ્વિવેદી સાથે પોતાના ક્રિકેટ કરિયર અને અન્ય બાબતો પર નિખાલસ વાતચીત કરી હતી.
મેદાન પર શ્રેષ્ઠ પ્રદર્શન કરવાનો પ્રયાસ : જસપ્રીત બુમરાહ
એક્સપ્રેસ અડ્ડામાં જસપ્રીત બુમરાહને પૂછવામાં આવ્યું કે, અમે માનીએ છીએ કે તમે વિશ્વના સર્વશ્રેષ્ઠ બોલર છો, શું તમે તેનાથી સહમત છો. આ અંગે જવાબ આપતાં બુમરાહે કહ્યું કે, આ એક એવી બાબત છે જેના વિશે હું કશું નક્કી કરી શકતો નથી. જો કે જ્યારે મેં શરૂઆત કરી ત્યારે મને લાગ્યું કે હું ઘણો સારો છું, પરંતુ પાછળથી કદાચ દરેકના વિચારો બદલાઈ ગયા અને આવું કંઈક બન્યું. જ્યારે હું મેદાન પર હોઉં છું ત્યારે હું મારો શ્રેષ્ઠ દેખાવ કરવાનો પ્રયાસ કરું છું અને સારો દેખાવ કરવા માટે તમારે મારામાં વિશ્વાસ રાખવાની જરુર છે અને હા, હું કદાચ સારો બોલર છું.

ટીમ માટે જીત હાંસલ કરવાનો વિશ્વાસ
બુમરાહને પૂછવામાં આવ્યું કે, શું વિશ્વના શ્રેષ્ઠ બોલર હોવું તમને પ્રેરિત કરે છે અથવા તેનાથી તમે મેદાન પર અસુરક્ષિત અનુભવો છો કે મારે આ સ્થાન કેવી રીતે ટકાવી રાખવું છે? આ વિશે બુમરાહ કહે છે – “તે મારા માટે બહુ મહત્વનું નથી કારણ કે દિવસના અંતે, મને રમત ગમે છે અને તે જ મને સારું પ્રદર્શન કરવા માટે પ્રોત્સાહિત કરે છે. બાળપણમાં આ રમત ને પ્રેમ કરતો હતો અને મેં ફાસ્ટ બોલિંગ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. હું આ રમતમાં એટલા માટે ન હતો આવ્યો કે મને આવા કોઇ ટેગ જોઇતા હતા કે હું ફેમસ થાવું. હું ફક્ત મારી ટીમને જીતાડવામાં વિશ્વાસ કરું છે. હું એ નથી વિચારતો કે લોકો મને બેસ્ટ માને છે, એટલે મારે આ રીતે જ રમવું જોઈએ.

ટેસ્ટ ક્રિકેટ સાથે પ્રેમ
જ્યારે જસપ્રિત બુમરાહને પૂછવામાં આવ્યું કે શું ટી 20 ક્રિકેટ માત્ર બેટ્સમેનો માટે જ છે. તેનો જવાબ આપતા બુમરાહ કહે છે – “હું એક બોલર છું અને મને લાગે છે કે ક્રિકેટ એ બોલરોની રમત છે. હું જાણું છું કે આપણા દેશમાં લોકો બેટ્સમેનને ચાહે છે, પરંતુ મને લાગે છે કે બોલરો જ ગેમ ડ્રાઇવ કરે છે. તે બોલરો જ નક્કી કરે છે કે રમત કઈ તરફ જશે અને બેટ્સમેન ક્યાં હિટ કરી શકે છે. બોલિંગ માં કંઇક એવું છે જેને બહું પસંદ કરું છે, હા ટી -20 ક્રિકેટ ઇન્ટરેસ્ટિંગ છે, પરંતુ હું ટેસ્ટ જોઈને મોટો થયો છું અને તે જ મુખ્ય ફોર્મેટ છે. મારા માટે ટેસ્ટ ફોર્મેટ બસ્ટ ફોર્મેટ છે અને જો હું સારો દેખાવ કરીશ તો હું અન્ય ફોર્મેટમાં પણ સારો દેખાવ કરીશ. મને ટી-20 ક્રિકેટ રમવામાં આનંદ આવે છે, પરંતુ મારા માટે ટેસ્ટ ક્રિકેટ જ એક માત્ર એવું ફોર્મેટ છે કે જેના દ્વારા હું મારી જાતને જજ કરું છું, અન્ય કોઈ ફોર્મેટ દ્વારા નહીં.

ટીવી જોઈને બોલિંગ શીખી
પોતાના બોલિંગ એક્શન વિશે વાત કરતા બુમરાહ કહે, “મેં ક્યાંયથી પણ ટ્રેનિંગ લીધી નથી અને મારી માતા નહોતી ઇચ્છતી કે હું ક્રિકેટ રમું. તેઓ ઇચ્છતી હતી કે હું મારા અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરું. ક્રિકેટ શીખવાનો મારો એકમાત્ર રસ્તો ટેલિવિઝન હતું અને તેના પર દરેકને જોઈ શીખવાનો પ્રયાસ કરતો હતો. ક્યારેક હું વસીમ અકરમને જોઈને શીખતો, ક્યારેક શેન બોન્ડને તો ક્યારેક બીજા કોઈને જોઈને, કારણ કે મેચ બદલાતી રહેતી હતી. હું માત્ર વિકેટ લેવાનો જ પ્રયાસ કરતો હતો અને આ દરમિયાન મારી સ્કીલ સતત ડેવલપ થતી ગઇ.
આ પણ વાંચો | જસપ્રીત બુમરાહનો ટી 20, વન-ડે અને ટેસ્ટમાં આવો છે રેકોર્ડ
યોર્કર બોલિંગ માટે ઘણી પ્રેક્ટિસ કરી
યોર્કર બોલિંગ વિશે વાત કરતા જસપ્રીત બુમરાહ કહે છે, “હું ટેલિવિઝન જોઈને બોલિંગ કરતો હતો અને હું જોતો હતો કે આ પ્રકારના બોલ પર વિકેટ મળે છે. હું યંગ હતો અને મારા મગજમાં એ વાત આવી ગઈ હતી કે, આવા બોલ પર વિકેટો મળી શકે છે, એટલે હું જોતો હતો અને પછી મારા મિત્રો સાથે રમતી વખતે તેને અજમાવતો હતો. હું આ રીતે શીખતો રહ્યો, પરંતુ મને ખબર નહોતી કે મારી સ્કીલ ડેવલપ થઈ ગઈ છે. જ્યારે હું સીરિયસ ક્રિકેટમાં આવ્યો ત્યારે મને ખબર હતી કે, હું આ સ્કીલ શીખી ગયો છું. હવે હું ખુશ છું કે, મારામાં એ પ્રકારની સ્કીલ છે કે, જેનાથી હું બેટ્સમેનને આઉટ કરી શકું છું અને તેનાથી હું ખુબ જ ખુશ છું.





