IND vs AUS 3rd Test, Day 4 : ભારતે ફોલોઓન ટાળ્યું, ચોથા દિવસના અંતે 9 વિકેટે 252 રન

Ind vs Aus score : કેએલ રાહુલે 139 બોલમાં 8 ફોર સાથે 84 રન બનાવ્યા. જ્યારે જાડેજાએ 123 બોલમાં 7 ફોર અને 1 સિક્સર સાથે 77 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી પેટ કમિન્સે સૌથી વધારે 4 વિકેટ ઝડપી હતી

Written by Ankit Patel
Updated : December 17, 2024 17:01 IST
IND vs AUS 3rd Test, Day 4 : ભારતે ફોલોઓન ટાળ્યું, ચોથા દિવસના અંતે 9 વિકેટે 252 રન
ભારત વિ ઓસ્ટ્રેલિયા ત્રીજી ટેસ્ટ મેચ photo - jansatta

India (IND) vs Australia (AUS) 3st Test Day 4 Score : ત્રીજી ટેસ્ટના ચોથા દિવસે ભારતે ફોલોઓન ટાળી દીધું છે. ઓસ્ટ્રેલિયાના 445 રનના જવાબમાં ભારતે ચોથા દિવસના અંતે 9 વિકેટે 252 રન બનાવી લીધા છે. ભારત હજુ 193 રન પાછળ છે અને તેની 1 વિકેટ બાકી છે. દિવસના અંતે આકાશદીપ 27 અને બુમરાહ 10 રને રમતમાં છે.

રવિન્દ્ર જાડેજા અને કેએલ રાહુલની અડધી સદી

કેએલ રાહુલ સદી ચૂક્યો હતો. તે 84 રન બનાવી આઉટ થયો હતો. રાહુલે 139 બોલમાં 8 ફોર સાથે 84 રન બનાવ્યા હતા. જ્યારે જાડેજાએ 123 બોલમાં 7 ફોર અને 1 સિક્સર સાથે 77 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી પેટ કમિન્સે સૌથી વધારે 4 વિકેટ ઝડપી હતી.

ઓસ્ટ્રેલિયા ટીમ પ્રથમ દાવ 445 રનમાં ઓલઆઉટ

ઓસ્ટ્રેલિયા ટીમ પ્રથમ દાવ 445 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટ્રેવિસ હેડે 152 અને સ્ટીવ સ્મિથે 101 રન બનાવ્યા હતા. એલેક્સ કેરીએ 70 રન બનાવ્યા હતા. ઉસ્માન ખ્વાજાએ 21, નાથન મેકસ્વીનીએ 9, માર્નસ લેબુશેને 12, મિચેલ માર્શે 5 અને પેટ કમિન્સે 20 રન બનાવ્યા હતા. મિચેલ સ્ટાર્કે 18 અને નાથન લિયોને 2 રન બનાવ્યા હતા. જોશ હેઝલવુડ ખાતું ખોલાવ્યા વગર અણનમ રહ્યો હતો. ભારત તરફથી જસપ્રિત બુમરાહે 6 અને મોહમ્મદ સિરાજે 2 વિકેટ ઝડપી હતી. આકાશદીપ અને નીતિશ કુમાર રેડ્ડી પણ 1-1 વિકેટ લેવામાં સફળ રહ્યા હતા.

Read More
Live Updates

IND vs AUS 3rd Test Live Score: ભારતને નવમો ફટકો, રવિન્દ્ર જાડેજા આઉટ

મોહમ્મદ સિરાઝ બાદ રવિન્દ્ર જાડેજા પણ આઉટ થયો. પેટ કમિંસે પોતાની ચોથી વિકેટ લીધી છે. રવિન્દ્ર જાડેજા 77 રન બનાવ્યા છે. ભારતનો સ્કોર 66 ઓવરમાં નવ વિકેટ સાથે 213 રન. ઓસ્ટ્રોલિયા પાસે 232 રનની લીડ.

IND vs AUS 3rd Test Live Score: નીતિશ કુમાર રેડ્ડીને પેટ કમિંસે પેવેલિયન ભેગો કર્યો

વરસાદ બાદ મેચ ફરી શરું થઈ હતી. ત્યાર બાદ નિતીશ કુમાર રેડ્ડીને પેટ કમિંસે પેવેલિયન ભેગો કર્યો હતો. તેણે 16 રન બનાવ્યા હતા. રવિન્દ્ર જાડેજા 59 રન બનાવીને ક્રિઝ પર છે. ભારતનો સ્કોર 59.5 ઓવરમાં 7 વિકેટ પર 194 રન છે. ઓસ્ટ્રેલિયા પાસે 251 રનની લીડ છે. ફોલોઓનથી બચવા માટે 51 રન જોઈએ છે. હવે મોહમ્મદ સિરાજ બેટિંગ કરવા આવ્યો છે.

IND vs AUS 3rd Test Live Score: વરસાદના કારણે મેચ ફરીથી બંધ

બ્રિસ્બેનમાં વરસાદના કારણે મેચ ફરીથી રોકાઈ છે. ગાબા ટેસ્ટના ચોથા દિવસે બીજા સત્રમાં 2.5 ઓવરની રમત થઈ છે. ભારતે 51.5 ઓવરમાં 6 વિકેટ પર 180 રન બનાવ્યા છે. ઓસ્ટ્રેલિયા 265 રનથી આગળ છે. નિતીશ રેડ્ડી 9 રન અને રવિન્દ્ર જાડેજા 52 રન બનાવીને ક્રિઝ પર છે. બંને વચ્ચે 39 રનની ભાગીદારી છે.

IND vs AUS 3rd Test Live Score: રવિન્દ્ર જાડેજાએ ફટકારી અડધી સદી

રવિન્દ્ર જાડેજાએ ફિફ્ટી ફટકારી છે. તેમણે 82 બોલમાં 50 રન બનાવી ક્રિઝ પર છે. ભારતનો સ્કોર 50 ઓવરમાં 6 વિકેટ પર 176 રન. ઓસ્ટ્રેલિયા પાસે હજી પણ 269 રનની લીડ છે. ભારતનું ફોલોઓન બચાવવા માટે 69 રનની ગેપ છે. રવિન્દ્ર જાડેજા 50 રન અને નિતીશ કુમાર રેડ્ડી 7 રન બનાવીને ક્રીઝ પર છે.

IND vs AUS 3rd Test Live Score: ગાબા ટેસ્ટના ચોથા દિવસે લંચ બ્રેક

ગોબા ટેસ્ટના ચોથા દિવસે લંચ બ્રેક પડ્યો છે. ભારતે 49 ઓવરમાં 6 વિકેટના નુકસાન સાથે 167 રન બનાવ્યા છે. ઓસ્ટ્રેલિયાને 278 રનની લીડ છે. રવિન્દ્ર જાડેજા 41 રન અને નીતીશ કુમાર રેડ્ડી 7 રન બનાવીને ક્રિઝ પર છે. બંને વચ્ચે 26 રનની ભાગીદારી છે. ચોથા દિવસે પહેલા સત્રમાં 32 ઓવર રમાઈ છે. જેમાં 116 રન બન્યા છે અને બે વિકેટ પડી છે. કેએલ રાહુલે 84 રન બનાવ્યા છે. રોહિત શર્મા 10 રન બનાવીને આઉટ થયો છે. ઓસ્ટ્રેલિયાને પણ ફટકો પડ્યો છે કારણ કે જોશ હેજવુડ ઘાયલ થયો છે. તેઓ સ્કેન માટે હોસ્પિટલ ગયા છે.

IND vs AUS 3rd Test Live Score: કેએલ રાહુલ શદી ચૂક્યો

કેએલ રાહુલ સદી ચૂક્યો. તે 84 રન બનાવી આઉટ થયો છે. રાહુલ બાદ નિતીશ રેડ્ડી ક્રિઝ પર આવ્યો છે. તેણે ફોર લગાવીને ખાતું ખોલ્યું છે જ્યારે રવિન્દ્ર જાડેજા 26 રન બનાવીને ક્રિઝ પર છે. ભારતનોસ્કોર 43 ઓવરમાં 6 વિકેટ પર 145 રન. ઓસ્ટ્રેલિયા 300 રન આગળ છે.

IND vs AUS 3rd Test Live Score: રાહુલ અને જાડેજા વચ્ચે 50 રનથી વધુની ભાગીદારી

કેએલ રાહુલ સારી બેટિંગ કરી રહ્યો છે. તેણે 122 બોલમાં 78 રન બનાવ્યા છે. જ્યારે રવિન્દ્ર જાડેજા 22 રન બનાવીને ક્રિઝ પર છે. બંને વચ્ચે 57 રનની ભાગીદારી છે. થઈ છે. ભારતનો સ્કોર 38.4 ઓવરમાં 5 વિકેટ પર 131 રન છે. જ્યારે ઓસ્ટ્રેલિયા 314 રન આગળ છે.

IND vs AUS 3rd Test Live Score: કેએલ રાહુલે અડધી સદી ફટકારી

કેએલ રાહુલે અડધી સદી ફટકારી છે. તેણે 85 બોલમાં 52 રન બનાવી ક્રિઝ ઉપર છે. ભારતનો સ્કોર 24.3 ઓવરમાં 5 વિકેટ પર 81 રન છે. ઓસ્ટ્રેલિયા આ સમયે 364 રનથી આગળ છે.

IND vs AUS 3rd Test Live Score: પેટ કમિંસે રોહિત શર્માને પેવેલિયન ભેગો કર્યો

રોહિત શર્માને પેટ કમિંસે પેવેલિયન ભેગો કર્યો છે. રોહિત શર્માએ 10 રન બન્વાય છે. ભારતનો સ્કોર 5 વિકેટ પર 78 રન છે. આ સમયે ઓસ્ટ્રેલિયા 367 રનથી આગળ છે.

IND vs AUS 3rd Test Live Score: બ્રિસ્બેનમાં વરસાદ રોકાયા બાદ મેચ શરુ

બ્રિસ્બેનમાં વરસાદ રોકાયા બાદ મેચ શરુ થઈ છે. ભારતે 31 ઓવરમાં 5 વિકેટ પર 105 રન બનાવ્યા છે. ઓસ્ટ્રેલિયા 340 રનથી આગળ છે. રવિન્દ્ર જાડેજા અને કેએલ રાહુલ 68 રન બનાવીને ક્રિઝ પર છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ