Gautam Gambhir Turns 43: ગૌતમ ગંભીર આજે 43મો બર્થડે ઉજવી રહ્યા છે. ટીમ ઈન્ડિયાના હાલના હેડ કોચ ગૌતમ ગંભીરનો જન્મ 14 ઓક્ટોબર 1981ના રોજ નવી દિલ્હીમાં થયો હતો. રાહલ દ્વવિડ બાદ ગૌતમ ગંભીરને ટીમ ઈન્ડિયાના હેડ કોચ બનાવવામાં આવ્યા છે. વર્લ્ડ કપ જીતવાથી લઇ ગૌતમ ગંભીરે ક્રિકેટ જગતમાં ઘણા રેકોર્ડ બનાવ્યા છે. ચાલો જાણીયે ટીમ ઈન્ડિયા કોચ ગૌતમ ગંભીર પાસે કેટલી સંપત્તિ છે.
Gautam Gambhir Cricket Career : ગૌતમ ગંભીર ક્રિકેટ કરિયર
ગૌતમ ગંભીરે તેમના ક્રિકેટ કરિયરમાં ટીમ ઈન્ડિયા તરફથી બે મહત્વપૂર્ણ વર્લ્ડ કપ વિનિંગ મેચ રમી છે. ટીમ ઈન્ડિયાએ 2007માં એમએસ ધોનીની કેપ્ટનશિપમાં ટી20 વર્લ્ડ કપ જીત્યો હતો. ટીમ ઈન્ડિયાને આ મેચ જીતાડવામાં ગંભીરે મોટી ભૂમિકા ભજવી છે. તેમણે પાકિસ્તાન સામેની ફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયા માટે ઓપનિંગ બેટિંગમાં 54 બોલમાં 8 ફોર અને 2 સિક્સર સાથે કૂલ 75 રન ફટકાર્યા હતા. તે ભારતીય ટીમ માટે બહુ મહત્વપૂર્ણ મેચ હતી. ગૌતમ ગંભીરની આ બેટિંગના પ્રતાપે ટીમ ઈન્ડિયા એ 20 ઓવરમાં 157/5 રન ફટકાર્યા હતા. ટીમ ઈન્ડિયાએ 5 ટીનથી ફાઈનલ મેચ જીત હતી.
2011માં રમાયેલા વનડે વર્લ્ડ કપ ફાઈનલમાં પણ ગૌતમ ગંભીરે શાનદાન બેટિંગ કરી હતી. શ્રીલંકા વિરુદ્ધ રમાયેલા આ ટુર્નામેન્ટની ફાઈનલ મેચમાં ગૌતમ ગંભીરે ટાર્ગેટ હાંસલ કરવા 122 બોલમાં 9 ચોગ્ગા ફટકારી કુલ 97 રનની સૌથી લાંબી બેટિંગ રમી હતી. ગૌતમ ગંભીરની આ બેટિંગે ભારતીય ટીમને જીતાડવામાં મોટું યોગદાન આપ્યું હતું.
Gautam Gambhir Cricket Records: ગૌતમ ગંભીર ક્રિકેટ રેકોર્ડ
ગૌતમ ગંભીરે ત્રણેય ફોર્મેટ ક્રિકેટ મેચ રમી છે. પોતાના ક્રિકેટ કરિયરમાં 58 મેચ, 147 વનડે અને 37 ટી20 ઇન્ટરનેશલ મેચ રમી છે. ટેસ્ટની 104 મેચમાં તેમણે 4154 રન બનાવ્યા છે . ઉપરાંત વનડેની 143 મેચમાં ગૌતમ ગંભીરે 5238 અને ટી20 ઇન્ટરનેશનલની 36 મેચમાં 932 રન સ્કોર બનાવ્યા છે.
ગૌતમ ગંભીરે 58 ટેસ્ટ મેચમાં 41.95ની એવરેજથી 4154 રન બનાવ્યા છે, જેમા 9 સેન્ચ્યુરી અને 22 હાફ સેન્ચ્યુરી ફટકારી હતી. તો 147 વનડે મેચમાં 5238 રન બનાવ્યા છે, જેમા 11 સેન્ચ્યુરી અને 34 હાઇ સેન્ચ્યુરી ફટકારી હતી.
Gautam Gambhir Net Worth : ગૌતમ ગંભીર પાસે કેટલી સંપત્તિ છે?
ગૌતમ ગંભીર શાનદાર બેસ્ટમેન સાથે રાજકારણી પણ છે. 2016માં ક્રિકેટ માંથી સંન્યાસ લીધા બાદ તેઓ રાજકારણમાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર ગૌતમ ગંભીરની કુલ સંપત્તિ લગભગ 265 કરોડ રૂપિયા છે. બીસીસીઆઈ તરફથી ટીમ ઈન્ડિયાના હેડ કોચ તરીકે ગૌતમ ગંભીરને વાર્ષિક 12 કરોડ રૂપિયા પગાર મળે છે.
મીડિયા રિપોર્ટ અનુસાર ગૌતમ ગંભીર પાસે દિલ્હીના રાજેન્દ્ર નગરમાં એક શાનદાર બંગલો છે, જેની માર્કેટ વેલ્યૂ 20 કરોડ રૂપિયા છે. કાર ક્લેક્શનની વાત કરીયે તો ઓડી ક્યુ5, બીએમડબ્લ્યુ 530ડી અને મર્સિડિઝ જીએલએસ 350ડી જેવી મોંઘી ગાડીઓ પણ છે.