શું ગુવાહાટી ટેસ્ટમાં ભારતના ખરાબ પ્રદર્શન વચ્ચે ગૌતમ ગંભીરે રાજીનામું આપી દીધું? જાણો સત્ય

સોશિયલ મીડિયા હેન્ડલ X પર ભારતીય ટીમના કોચ ગૌતમ ગંભીરના રાજીનામાનો દાવો કરતી એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જોકે આ પોસ્ટ નકલી છે અને ગંભીરના વાસ્તવિક X એકાઉન્ટ માંથી નથી. સોશિયલ મીડિયા સાઇટ X એ પણ આ પોસ્ટને નકલી ગણાવી છે.

Written by Rakesh Parmar
Updated : November 24, 2025 19:11 IST
શું ગુવાહાટી ટેસ્ટમાં ભારતના ખરાબ પ્રદર્શન વચ્ચે ગૌતમ ગંભીરે રાજીનામું આપી દીધું? જાણો સત્ય
ભારતીય કોચ ગૌતમ ગંભીરના રાજીનામા અંગેની નકલી પોસ્ટ X પર એક નકલી એકાઉન્ટ પરથી વાયરલ થઈ રહી છે. (તસવીર: X)

દક્ષિણ આફ્રિકા સામે બે મેચની ટેસ્ટ શ્રેણીમાં 0-1થી પાછળ રહ્યા બાદ ભારતીય ટીમ ગુવાહાટીમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટમાં પણ ખરાબ પરિસ્થિતિનો સામનો કરી રહી છે. પ્રથમ ઇનિંગમાં માત્ર 201 રનમાં ઓલઆઉટ થયા બાદ ભારતીય ટીમ ક્લીન સ્વીપના ખતરાનો સામનો કરી રહી છે. આ દરમિયાન X પર ભારતીય ટીમના કોચ ગૌતમ ગંભીરના રાજીનામાનો દાવો કરતી એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જોકે આ પોસ્ટ નકલી છે અને ગંભીરના વાસ્તવિક X એકાઉન્ટ માંથી નથી. સોશિયલ મીડિયા સાઇટ X એ પણ આ પોસ્ટને નકલી ગણાવી છે.

સોશિયલ મીડિયા સાઇટ X એ પણ આ પોસ્ટને નકલી ગણાવી છે. જોકે આ એકાઉન્ટ એકદમ ગૌતમ ગંભીરના એક્સ એકાઉન્ટ માફક લાગે છે. તેના પર બ્લૂ ટિક પણ છે. યૂઝર નામ જોતા જાણકારી મળે છે કે આ એકાઉન્ટ નકલી છે. આ સિવાય ગૌતમના સ્પેલિંગમાં પણ ભૂલ છે.

Gautam Gambhir, Team India,
ગૌતમ ગંભીરના રાજીનામાની નકલી પોસ્ટ. (તસવીર: X)

વાયરલ પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે, “આજે હું આધિકારિક રૂપે એક કોચના પદ પરથી રાજીનામું આપી રહ્યો છું અને ભવિષ્યમાં કોઈ પણ રીતે ક્રિકેટની દુનિયાનો ભાગ નહીં બનું. સાચું કહું તો સતત આલોચના અને ટ્રોલિંગથી થાકી ગયો છું. મેં આ રમતને મારૂં બધુ આપ્યું પરંતુ તેની આસપાસનું વાતાવરણ, ખાસ કરીને ઓનલાઈન સાફ કરે છે કે મારો સમય સમાપ્ત થઈ ગયો છે. હું મારા રેકોર્ડ અને માથું ઊંચુ કરીને જઈ રહ્યો છું. ભારતીય ક્રિકેટને તેમના ભવિષ્ય માટે શુભેચ્છાઓ. તમને સતત સફળતા મળે. યાદો માટે આભાર.”

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ