scorecardresearch

ફૂટબોલ સ્ટેડિયમ બન્યું જંગનું મેદાન, દર્શકે ડોલ મારીને ગોલકીપરનું માથું ફોડી નાખ્યું, જુઓ VIDEO

ગોલકીપર ટોમ ગ્લોવરના માથામાં લોહી નીકળવા લાગ્યું હતું અને તેને મેદાનની બહાર લઇ જવામાં આવ્યો હતો

ફૂટબોલ સ્ટેડિયમ બન્યું જંગનું મેદાન, દર્શકે ડોલ મારીને ગોલકીપરનું માથું ફોડી નાખ્યું, જુઓ VIDEO
ફૂટબોલ મેચ દરમિયાન એક દર્શકે ટોમ ગ્લોવર પર સફેદ પદાર્થથી ભરેલી લોખંડની ડોલ ફેંકીને મારી હતી (Screengrab: Paramount plus)

Australia Football: ઓસ્ટ્રેલિયામાં ફૂટબોલ મેચ દરમિયાન એક ભયભીત કરનારું દ્રશ્ય સામે આવ્યું છે. મેલબોર્ન વિક્ટરી (Melbourne Victory)અને મેલબોર્ન સિટી (Melbourne City) વચ્ચે રમાયેલા લીગ મુકાબલામાં દર્શકોએ ખેલાડીઓ પર હુમલો કર્યો હતો. આ દરમિયાન એક દર્શકે આવીને ગોલકીપર ટોમ ગ્લોવરના માથા પર ડોલ મારી હતી. આ ઘટનાનો વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

દર્શકોએ ગોલકીપર પર કર્યો હુમલો

ફૂટબોલ મેચ દરમિયાન એક દર્શકે ટોમ ગ્લોવર પર સફેદ પદાર્થથી ભરેલી લોખંડની ડોલ ફેંકીને મારી હતી. આ પછી ગ્લોવરના માથામાં લોહી નીકળવા લાગ્યું હતું અને તેને મેદાનની બહાર લઇ જવામાં આવ્યો હતો. આ ઘટનામાં મેચ રેફી અલેક્સ કિંગ પણ ઇજાગ્રસ્ત થયા છે. તેમને પણ માથામાં વાગ્યું છે. એક ટેલિવિઝન કેમેરામેન પણ સ્ટેન્ડમાંથી ફેંકવામાં આવેલી આગથી ઇજાગ્રસ્ત થયો છે.

આ પણ વાંચો – ફિફા વર્લ્ડ કપની કુલ પ્રાઇઝ મની 3641 કરોડ રૂપિયા, જાણો ચેમ્પિયન અને રનર્સ અપને કેટલા રૂપિયા મળશે

આ ઘટના પછી ફૂટબોલ ઓસ્ટ્રેલિયાના પ્રમુખ જેમ્સ જોનસન સખત થયા અને કહ્યું કે તેને સખત સજા આપવામાં આવશે. જેમ્સ જોનસને બોર્ડને આક્રમણનું કારણ બતાવો નોટિસ જાહેર કરી છે. આ પછી જે લોકો આ ઘટનામાં સામેલ હતા તેમની ઓળખ કરવામાં આવી રહી છે. એફએના મુખ્ય કાર્યકારી અધિકારી જેમ્સ જોનસને રવિવારે કહ્યું કે અમે ઝડપથી આગળ વધીશું અને સૌથી મજબૂત પ્રતિબંધ લગાવીશું.

રમતને બર્બાદ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે

જેમ્સ જોનસને કહ્યું કે આવું થવું રમત માટે સારું નથી. આ રમતને બર્બાદ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. અમે તપાસ સારી રીતે કરીશું અને દોષિતો પર કાર્યવાહી પણ કરાશે. જોનસને કહ્યું કે ઘટનામાં ઇજા પામેલા ગ્લોવર અને કિંગ બન્ને સ્વસ્થ છે. સિટીના મતે ગ્લોવરના ચહેરા પર ઇજા પહોંચી હતી અને ગંભીર ઘાવ પણ હતા. પિચ પર આક્રમણે ઓસ્ટ્રેલિયન ફૂટબોલને હચમચાવી નાખ્યું છે. આ ઘટના ઘણી ભયાનક હતી.

Web Title: Goalkeeper tom glover struck in face with bucket as australian a league match watch video

Best of Express