Gujarat Titans vs Sunrisers Hyderabad Highlights, IPL 2024, આઈપીએલ 2024 ગુજરાત વિ. હૈદરાબાદ સ્કોર : મોહિત શર્માની (3 વિકેટ) શાનદાર બોલિંગ બાદ સાઇ સુદર્શન (45 )અને ડેવિડ મિલરની (અણનમ 44 )ઉપયોગી બેટિંગની મદદથી ગુજરાત ટાઇટન્સે આઈપીએલ 2024માં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 7 વિકેટે વિજય મેળવ્યો છે. હૈદરાબાદે 20 ઓવરમાં 8 વિકેટે 162 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાતે 19.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. ગુજરાતે આ સિઝનમાં બીજો વિજય મેળવ્યો છે. જ્યારે હૈદરાબાદનો બીજો પરાજય થયો છે.
બન્ને ટીમો આ પ્રમાણે છે
ગુજરાત ટાઇટન્સ : રિદ્ધિમાન સાહા , શુભમન ગિલ (કેપ્ટન), અઝમતુલ્લા ઓમરઝાઇ, ડેવિડ મિલર, વિજય શંકર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, ઉમેશ યાદવ, નૂર અહમદ, મોહિત શર્મા, દર્શન નલકાંડે.
સનરાઇઝર્સ હૈદરાબાદ : મયંક અગ્રવાલ, ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, એડન માર્કરામ, હેનરિક ક્લાસેન, અબ્દુલ સમદ, શાહબાઝ અહેમદ, પેટ કમિન્સ (કેપ્ટન), ભુવનેશ્વર કુમાર, મયંક માર્કંડે, જયદેવ ઉનડકટ.





