Womens Premier League 2025: ગત મહિને સાઉદી અરેબિયાના જેદ્દાહ શહેરમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 ની મેગા હરાજીનું આયોજન કરવામાં આવ્યું હતું અને હવે મહિલા પ્રીમિયર લીગ એટલે કે WPL 2025 ની હરાજી યોજાવા જઈ રહી છે. WPL 2025 ની હરાજી 15 ડિસેમ્બરે બેંગલુરુમાં થશે. આ હરાજી પહેલા WPL ફ્રેન્ચાઇઝી ગુજરાત લાયન્સે કોચિંગ સ્ટાફમાં મોટો ફેરફાર કર્યો છે.
WPL ઓક્શન પહેલા અદાણી સ્પોર્ટ્સલાઇનની માલિકીની ગુજરાત જાયન્ટ્સે તેમના કોચિંગ સ્ટાફમાં 2 અનુભવી કોચનો સમાવેશ કર્યો છે. આ પગલાનો ઉદ્દેશ્ય આગામી સિઝન માટે મજબૂત ટીમ બનાવવાનો છે. ગુજરાત જાયન્ટ્સે પ્રવીણ તાંબેને બોલિંગ કોચ તરીકે જ્યારે ડેનિયલ માર્શને બેટિંગ કોચ તરીકે નિયુક્ત કર્યા છે. ગત સિઝનમાં ટીમ સાથે જોડાયેલા માઈકલ ક્લિન્ગર મુખ્ય કોચ તરીકે યથાવત રહેશે. 41 વર્ષની ઉંમરે IPLમાં શાનદાર પદાર્પણ માટે જાણીતા પ્રવીણ તાંબે પાસે કોચિંગનો ઘણો અનુભવ પણ છે. અગાઉ તે કોલકાતા નાઈટ રાઈડર્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ જેવી આઈપીએલ ટીમો સાથે કામ કરી ચૂક્યો છે.
પ્રવીણ તાંબેએ ખુશી વ્યક્ત કરી
ગુજરાત સાથે જોડાવા અંગે તાંબેએ જણાવ્યું હતું કે ગુજરાત જાયન્ટ્સમાં બોલિંગ કોચ તરીકે જોડાવું એ મારા ક્રિકેટ પ્રવાસનો એક નવો રોમાંચક અધ્યાય છે. તે ખેલાડીઓના આ પ્રતિભાશાળી જૂથ સાથે કામ કરવા અને તેમની કુશળતાને સુધારવામાં મદદ કરવા માટે ઉત્સુક છે.
આ પણ વાંચો: ભારતની ચલણી નોટો પર બદલાશે આ એક વસ્તુ, જાણો તેના પાછળનું કારણ
એક મજબૂત બેટિંગ યુનિટ બનાવવાનો હેતુ
ડેનિયલ માર્શે 2013 થી 2017 સુધી તસ્માનિયા પુરૂષ ટીમના મુખ્ય કોચ તરીકે સેવા આપી હતી અને 2022 માં તેમને ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટ ટીમના સહાયક કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમના વ્યાપક કોચિંગ અનુભવ માટે જાણીતા માર્શે જણાવ્યું હતું કે તે ગુજરાત જાયન્ટ્સમાં જોડાવા માટે ઉત્સાહિત છે. તે તેની ટીમને WPLમાં સૌથી મજબૂત બેટિંગ એકમોમાંથી એક બનાવવાના ઉદ્દેશ્ય સાથે અમારી બેટિંગ પ્રત્યે નિર્ભય અભિગમ વિકસાવવા આતુર છે.





