આઈપીએલ 2025 : ગુજરાત ટાઇટન્સની આવી છે તૈયારીઓ, કેપ્ટન શુભમન ગિલે કરી આવી વાત

IPL 2025 Gujarat Titans : આઈપીએલ 2025માં પ્રથમ મેચ પહેલા ગુજરાત ટાઇટન્સે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેસ કોન્ફરન્સ કરીને ટીમની તૈયારીઓ, વ્યૂહરચનાઓ અને આગામી કેમ્પેઇન માટેના વિઝન વિશે માહિતી આપી હતી

Written by Ashish Goyal
Updated : March 21, 2025 20:00 IST
આઈપીએલ 2025 : ગુજરાત ટાઇટન્સની આવી છે તૈયારીઓ, કેપ્ટન શુભમન ગિલે કરી આવી વાત
અમદાવાદમાં પ્રથમ મેચ પહેલા ગુજરાત ટાઇટન્સે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી

IPL 2025 Gujarat Titans : આઈપીએલ 2025ની શરૂઆત 22 માર્ચથી થશે. ગુજરાત ટાઇટન્સ અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પંજાબ કિંગ્સ સામે 25મી માર્ચે મેચ રમી સિઝનનો પ્રારંભ કરશે. ગુજરાત ટાઇટન્સે પ્રથમ મેચ પહેલા સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. પ્રથમ મેચ પહેલા ગુજરાત ટાઇટન્સે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેસ કોન્ફરન્સ કરીને ટીમની તૈયારીઓ, વ્યૂહરચનાઓ અને આગામી કેમ્પેઇન માટેના વિઝન વિશે માહિતી આપી હતી.

અમદાવાદમાં પ્રી-સિઝન પ્રેસ કોન્ફરન્સમાં કેપ્ટન શુભમન ગિલ, હેડ કોચ આશિષ નેહરા, આસિસ્ટન્ટ કોચ પાર્થિવ પટેલ, ચીફ ઓપરેટિંગ ઓફિસર કર્નલ અરવિંદર સિંહ અને ડિરેક્ટર ઓફ ક્રિકેટ વિક્રમ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા.

પ્રેસ કોન્ફરન્સમાં ટીમના કોચ આશિષ નહેરાએ કહ્યું હતું કે ટીમની તૈયારી શાનદાર છે. અમારી ટીમના યંગસ્ટર્સ પણ છે અને સિનિયર પણ છે. શુભમન ગિલે કહ્યું કે પહેલા બે વર્ષના પ્રમાણમાં ગયા વર્ષે અમારું પ્રદર્શન ખરાબ હતું, જેને સુધારવાનો આ વર્ષે પ્રયાસ કરીશું. પાર્થિવ પટેલે કહ્યું કે એક ગુજરાતી તરીકે ગુજરાત ટાઈટન્સ માટે કામ કરવાનો ખૂબ જ આનંદ થશે. હું ઘણી ટીમો તરફથી રમ્યો છું પણ ગુજરાત સાથે જોડાવવું અલગ રોમાંચ છે.

દરેક આઈપીએલ સિઝન નવેસરથી રોમાંચને લાવે છે

ગુજરાત ટાઇટન્સના સીઓઓ કર્નલ અરવિંદર સિંહે જણાવ્યું હતું કે દરેક આઈપીએલ સિઝન નવેસરથી રોમાંચને લાવે છે અને આ વર્ષ પણ તેમાંથી બાકાત નથી. એક ફ્રેન્ચાઇઝી તરીકે અમારું ધ્યાન માત્ર ક્રિકેટથી આગળ વિસ્તરે છે. અમે સ્ટેડિયમની અંદર ચાહકો માટે શ્રેષ્ઠ અનુભવ પૂરો પાડવા માટે પ્રતિબદ્ધ છીએ. આકર્ષક પ્રવૃત્તિઓથી માંડીને સરળ રીતે ટિકિટ મેળવવા સુધી અમે એ સુનિશ્ચિત કરીએ છીએ કે ટાઇટન્સના ચાહકોને આ સિઝનમાં કંઈક સવિશેષનો ભાગ બનવા મળે.

ગુજરાત ટાઇટન્સના ડિરેક્ટર ઓફ ક્રિકેટ વિક્રમ સોલંકીએ જણાવ્યું હતું કે અમે સિઝન માટે તૈયાર કરેલી ટીમ અંગે ખૂબ જ રોમાંચિત છીએ. ખેલાડીઓ સારી રીતે ટ્રેનિંગ લઈ રહ્યા છે અને સૌ કોઈ અમદાવાદમાં અહીં અમારી હોમ મેચ સાથે કેમ્પેઇનનો પ્રારંભ કરવા માટે તૈયાર છે. અમે વધુ એક રોમાંચક સિઝન માટે આતુર છીએ.

ઓફલાઇન ટિકિટ્સનું વેચાણ શરૂ

ગુજરાત ટાઇટન્સના ચાહકો GT App અને District App દ્વારા ઓનલાઇન ટિકિટ્સ ખરીદી શકે છે. આ ઉપરાંત ઓફલાઇન ટિકિટ્સ અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, સુરત અને વડોદરા ખાતે વિવિધ સ્થળોએ ઉપલબ્ધ છે.

અમદાવાદ

  • નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બોક્સ (ગેટ 1) – 15 માર્ચથી ખુલ્લુ (સવારે 11થી સાંજના 6 સુધી)
  • વધારાના આઉટલેટ્સઃ નારણપુરા, એસજી હાઇવે, નરોડા
  • ઇક્વિટાસ બેંકના આઉટલેટ્સઃ પ્રહલાદનગર, સીજી રોડ, બોડકદેવ, મણિનગર (સવારે 11થી સાંજના 4 સુધી)

ગાંધીનગર

  • પાટનગર કાફે (15 માર્ચ, બપોરના 12થી સાંજના 7 સુધી)
  • ઇક્વિટાસ બેંક, ધામેડા (17 માર્ચ, સવારના 11થી સાંજના 4 સુધી)

રાજકોટ

  • હોટ એન્ડ ક્રસ્ટી કેફે (નાના માવા) – 17 માર્ચ (સવારના 11થી સાંજના 6 સુધી)

સુરત

  • કોફી કિંગ (અડાજણ ગામ) – 17 માર્ચ (સવારે 11થી સાંજના 6 સુધી)
  • ઇક્વિટાસ બેંક, કુંભરિયા રોડ – 17 માર્ચ (સવારે 11થી સાંજના 4 સુધી)

વડોદરા

  • ધ ડગઆઉટ કેફે (ફતેહગંજ) – 17 માર્ચ
  • ઇક્વિટાસ બેંક આઉટલેટ્સ – માંજલપુર, પાદરા (સવારે 11થી સાંજના 4 સુધી)

સ્ટેડિયમ બોક્સ ઓફિસ તમામ મેચના દિવસે કાર્યરત રહેશે નહીં.

રોમાંચક ફેન એન્ગેજમેન્ટ્સની યોજના

ક્રિકેટ ઉપરાંત ગુજરાત ટાઇટન્સ ઇનોવેટિવ ઇન-સ્ટેડિયા એક્ટિવેશન્સ અને એન્ગેજમેન્ટ ઝોન સાથે ચાહકોનો અનુભવ વધારી રહી છે. ગુજરાત ટાઈટન્સે આ વખતે પોકીમોન સાથે ટાઇઅપ કર્યું છે એટલે આ વખતે GTના ફેનપાર્કમાં પોકીમોન પણ જોવા મળશે.

આઈપીએલ 2025ની ગુજરાત જાયન્ટ્સ ટીમ

શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર, સાઇ સુદર્શન, શાહરૂખ ખાન, કાગિસો રબાડા, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ણા, રાહુલ તિવેટિયા, રાશિદ ખાન, નિશાંત સિંધુ, મહિપાલ લોમરોર, કુમાર કુશાગ્ર, અનુજ રાવત, માનવ સુથાર, વોશિંગ્ટન સુંદર, ગેરાલ્ડ કોએત્ઝી, અર્ષદ ખાન, ગુરનૂર બ્રાર, શેર્ફન રૂધરફોર્ડ, સાઇ કિશોર, ઇશાંત શર્મા, જયંત યાદવ, ગ્લેન ફિલિપ્સ, કરીમ જનાત, કુલવંત ખેજરોલિયા.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ