Virt Kohli Rohit Sharma Future : ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ સ્પિનર હરભજન સિંહે આ દિવસોમાં ચાલી રહેલી સૌથી મોટી ચર્ચા પર પોતાનું નિવેદન આપ્યું છે. ટર્બનેટર તરીકે ઓળખાતા હરભજને સ્પષ્ટ કહ્યું કે વિરાટ કોહલી અને રોહિત શર્માને એવા લોકો જજ કરી રહ્યા છે જેમણે કારકિર્દીમાં ખાસ સિદ્ધિ મેળવી નથી. હવે ભજ્જીએ અજિત અગરકર પર કટાક્ષ કર્યો છે કે ગૌતમ ગંભીર પર તે સ્પષ્ટ નથી.
હાલ આ નિર્ણય પસંદગીકારો લઈ રહ્યા છે અને આ કારણે લાગે છે કે ભજ્જીનો ગુસ્સો ચીફ સિલેક્ટર અજીત અગરકર પર બહાર આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી રોહિત શર્મા અને વિરાટ કોહલીના ભવિષ્યને લઈને અટકળો ચાલી રહી છે. દરમિયાન હરભજનના નિવેદનથી માહોલ ગરમાઇ ગયો છે.
હરભજન સિંહે શું કહ્યું
રોહિત શર્મા અને વિરાટ કોહલીના વન ડે વર્લ્ડ કપ 2027માં રમવા અને વન ડે ટીમમાં રહેવા અંગે ચાલી રહેલી ચર્ચાનો હરભજન સિંહે સ્પષ્ટ જવાબ આપ્યો છે. હરભજને આ ચર્ચાને નિરાશાજનક ગણાવી હતી અને કહ્યું કે વિરાટ કોહલી હજુ પણ સારું રમી રહ્યો છે તે જોઈને મને ખૂબ સારું લાગ્યું છે. તે લોકો તેમના(વિરાટ અને રોહિત) ભવિષ્ય નક્કી કરી રહ્યા છે જેમણે પોતાની કારકિર્દીમાં કંઇ ખાસ પ્રાપ્ત કર્યું નથી.
આ પણ વાંચો – શું વિરાટ કોહલી, ગૌતમ ગંભીર અને અગરકર વચ્ચે મતભેદ છે? BCCI એ હસ્તક્ષેપ કરવો જોઈએ
હરભજન સિંહે આ પછી તેની સાથે જે બન્યું તે જ યાદ કર્યું છે. તેણે કહ્યું કે હું પણ એક ખેલાડી રહ્યો છું. મેં મારી સાથે અને મારા સાથી ખેલાડીઓ સાથે પણ આવું થતું જોયું છે. તે ખૂબ જ નિરાશાજનક છે. અમે તેના વિશે વાત કરતા નથી અથવા તેની ચર્ચા કરતા નથી. રોહિત અને વિરાટ બંનેએ રન બનાવ્યા છે અને હંમેશા ભારત માટે મહાન ખેલાડી રહ્યા છે. તેના પર્ફોમન્સ પરથી સાબિત થાય છે કે આગામી વર્લ્ડ કપમાં તેમના રમવા અંગે કોઈ શંકા નથી.





