હાર્દિક પંડ્યા અને ભારત વિ શ્રીલંકા ટી20 સિરીઝ અંગે મોટી જાણકારી સામે આવી છે. જુલાઇ માસના અંતથી શરુ થનાર ભારત વિરુધ્ધ શ્રીલંકા ટી20 સિરીઝ માં ટીમ ઇન્ડિયાનું નેતૃત્વ કોણ કરશે? ચર્ચાનો મુદ્દો બન્યો હતો. જોકે આ અટકળો અંત થવા તરફ છે. ઓલ રાઉન્ડર હાર્દિક પંડ્યા જ કેપ્ટન બનશે અને ટીમ ઇન્ડિયાનું નેતૃત્વ કરી શકે એમ છે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ હાર્દિક પંડ્યા કેપ્ટન બનશે કે કેમ? એ અંગે સત્તાવાર રીતે કોઇ સ્પષ્ટતા નથી કરી પરંતુ સુત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર હાર્દિક પંડ્યા જ પ્રબળ દાવેદાર છે અને હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં જ ટીમ ઇન્ડિયા 27 જુલાઇથી શરૂ થનાર શ્રીલંકા સામે ટી20 સિરીઝ રમશે. અહીં ભારત શ્રીલંકા સામે ત્રણ ટી20 મેચ રમશે.
રોહિત શર્મા નિવૃત્ત થતાં હાર્દિક પંડ્યા કેપ્ટન
ટી20 વર્લ્ડ કપ જીત્યા બાદ કેપ્ટન રોહિત શર્માએ ટી20 ક્રિકેટ ફોરમેટમાંથી નિવૃત્તિ જાહેર કરતાં બીસીસીઆઇ પાસે ટીમ ઇન્ડિયાના કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યા જ હોટ ફેવરિટ છે. તાજેતરમાં રમાયેલ ટી20 વર્લ્ડ કપમાં હાર્દિક પંડ્યા ટીમ ઇન્ડિયાનો વાઇસ કેપ્ટન હતો. એક ઓલ રાઉન્ડર તરીકે હાર્દિક પંડ્યા સફળ ખેલાડી છે.
ભારત વિ શ્રીલંકા સંપૂર્ણ કાર્યક્રમ જાણો
વાઇસ કેપ્ટન કોણ? શુભમન કે સૂર્યકુમાર
શ્રીલંકા સામેની ટી20 સિરીઝ માટે હાર્દિક પંડ્યા કપ્તાની કરી શકે એમ છે તો બીજી તરફ વાઇસ કેપ્ટન અંગે પણ અવઢવ છે. શુભમન ગિલ કે સૂર્યકુમાર યાદવ આ બંને ખેલાડીઓ હોટ ફેવરિટ છે. હાલમાં જ પૂર્ણ થયેલ ઝિમ્બાબ્વે સામેની પાંચ ટી20 મેચની સિરીઝમાં શુભમન ગિલ ટીમ ઇન્ડિયાનો કેપ્ટન બન્યો હતો.
આ પણ વાંચો: વર્લ્ડ કપ જીત્યા બાદ હાર્દિક પંડ્યાનો વડોદરામાં વિક્ટરી રોડ શો
હાર્દિક પંડ્યા વન ડે સિરીઝ નહીં રમે?
ભારતીય ઓલ રાઉન્ડર હાર્દિક પંડ્યા શ્રીલંકા સામેની ટી20 સિરીઝમાં કપ્તાની કરી શકે છે પરંતુ વન ડે સિરીઝ રમવા અંગે હજુ નક્કી નથી. હાર્દિક પંડ્યાએ બીસીસીઆઇ પાસે રજાની માંગ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. જો હાર્દિક પંડ્યા વન ડે સિરીઝમાં નહીં રમે તો વન ડે કેપ્ટન તરીકે કે એલ રાહુલ કે શુભમન ગિલને કેપ્ટન બનાવાય એમ છે. રોહિત શર્મા શ્રીલંકા સામેની વન ડે સિરીઝ રમવાનો નથી.





