World Cup 2023 Most Fifties : વર્લ્ડ કપ 2023માં બધી ટીમો 6-6 મેચો રમી ચુકી છે. હવે બધી ટીમોએ 3 મેચ રમવાની બાકી છે. હાલના તબક્કામાં જોઇએ તો સેમિ ફાઇનલમાં પહોંચવા માટે ભારત, દક્ષિણ આફ્રિકા, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા દાવેદાર છે. 6 મેચો બાદ સૌથી વધારે અડધી સદી ફટકારવાના મામલે શ્રીલંકાના પાથુમ નિશાંકાએ વિરાટ કોહલી, માર્કરામ અને બાબર આઝમને પાછળ રાખી દીધા છે.
પાથુમ નિશાંકાએ સૌથી વધારે 4 અડધી સદી ફટકારી
શ્રીલંકાના પાથુમ નિશાંકાએ 6 મેચમાં સૌથી વધારે 4 અડધી સદી ફટકારી છે. તેણે 57.80ની એવરેજથી 289 રન બનાવ્યા છે. તેનો બેસ્ટ સ્કોર અણનમ 77 રન છે. તેણે 36 ફોર અને 3 સિક્સર ફટકારી છે. આ ટૂર્નામેન્ટમાં સૌથી વધારે અડધી સદી ફટકારવાના મામલે દક્ષિણ આફ્રિકાનો એડન માર્કરામ બીજા ક્રમે છે. તેણે 3 અડધી સદી ફટકારી છે. તેણે એક સદી પણ ફટકારી છે. વિરાટ કોહલી અને બાબર આઝમે પણ 3 અડધી સદી ફટકારી છે.
આ પણ વાંચો – વર્લ્ડ કપ 2023માં રોહિત શર્મા છે સિક્સર કિંગ, જાણો ટોપ-10માં કોણ-કોણ છે સામેલ
વર્લ્ડ કપ 2023માં સૌથી વધારે અડધી સદી ફટકારનાર પ્લેયર્સ
| ક્રમ | પ્લેયર્સ | દેશ | મેચ | અડધી સદી |
| 1 | પાથુમ નિશાંકા | શ્રીલંકા | 6 | 4 |
| 2 | એડન માર્કરામ | દક્ષિણ આફ્રિકા | 6 | 3 |
| 3 | વિરાટ કોહલી | ભારત | 6 | 3 |
| 4 | બાબર આઝમ | પાકિસ્તાન | 6 | 3 |
| 5 | ટોમ લથામ | ન્યૂઝીલેન્ડ | 6 | 2 |
| 6 | ડેરેલ મિચેલ | ન્યૂઝીલેન્ડ | 6 | 2 |
| 7 | અબ્દુલ્લા શફીક | પાકિસ્તાન | 5 | 2 |
| 8 | અઝમતુલ્લાહ ઓમરજાઇ | અફઘાનિસ્તાન | 6 | 2 |
| 9 | વિલી યંગ | ન્યૂઝીલેન્ડ | 5 | 2 |
| 10 | રચિન રવિન્દ્ર | ન્યૂઝીલેન્ડ | 6 | 2 |
વર્લ્ડ કપ 2023માં સૌથી વધારે સદી ફટકારનાર પ્લેયર્સ
વર્લ્ડ કપ 2023માં સૌથી વધારે સદી ફટકારનાર પ્લેયર્સની વાત કરવામાં આવે તો દક્ષિણ આફ્રિકાનો ક્વિન્ટોન ડી કોક 3 સદી સાથે નંબર વન છે. ઓસ્ટ્રેલિયાનો ડેવિડ વોર્નર અને ન્યૂઝીલેન્ડનો રચિન રવિન્દ્ર 2-2 સદી સાથે અનુક્રમે બીજા અને ત્રીજા નંબરે છે. આ યાદીમાં ભારતના બે ક્રિકેટર વિરાટ કોહલી અને રોહિત શર્મા સામેલ છે. બન્નેએ એક-એક સદી ફટકારી છે.





