U19 World Cup 2024 Final, India vs Australia Score : અંડર 19 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન બન્યું છે. હરજસ સિંહની અડધી સદી (55) પછી બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી ઓસ્ટ્રેલિયાએ અંડર 19 વર્લ્ડ કપની ફાઇનલમાં ભારત સામે 79 રને વિજય મેળવ્યો છે. ઓસ્ટ્રેલિયાએ 50 ઓવરમાં 7 વિકેટે 253 રન બનાવ્યા હતા. જવાબમાં ભારત 43.5 ઓવરમાં 174 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. ઓસ્ટ્રેલિયા અંડર 19 વર્લ્ડ કપમાં ચોથી વખત વર્લ્ડ ચેમ્પિયન બન્યું છે. બીજી તરફ છઠ્ઠી વખત ચેમ્પિયન બનવાની ભારતની આશા પર પાણી ફરી વળ્યું છે.
ખાસ વાત એ છે કે છેલ્લા થોડા મહિનામાં ઓસ્ટ્રેલિયાએ ભારતને ત્રીજી વખત આઈસીસી ટ્રોફીથી વંચિત રાખ્યું છે. આ પહેલા ઓસ્ટ્રેલિયાએ ભારતની સિનીયર ટીમને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અને વન-ડે વર્લ્ડ કપની ફાઇનલમાં હરાવી હતી.
અંડર 19 વર્લ્ડ કપ – ભારત ઇનિંગ્સ
-ઓસ્ટ્રેલિયા તરફથી મેકમિલન અને બીયર્ડમેને 3-3 વિકેટ ઝડપી.
-સૌમ્ય પાંડે 2 રને ટોમ સ્ટ્રેકરનો શિકાર બન્યો.
-મુરુગન અભિષેકના 46 બોલમાં 5 ફોર 1 સિક્સર સાથે 42 રન.
-ભારતે 37.1 ઓવરમાં 150 રન પુરા કર્યા.
-રાજ લિંબાણી 5 બોલમાં ખાતું ખોલાયા વિના મેકમિલનની ઓવરમાં આઉટ.
-આદર્શ સિંહ 77 બોલમાં 4 ફોર 1 સિક્સર સાથે 47 રને બીયર્ડમેનનો શિકાર બન્યો.
-ભારતે 27.5 ઓવરમાં 100 રન પુરા કર્યા.
-અવનિશ 0 રને મેકમિલનનો શિકાર બન્યો.
-પ્રિયાંસુ મોલિયા 9 રને એન્ડરસનની ઓવરમાં આઉટ.
-સચિન ધાસ 9 રને મેકમિલનનો શિકાર બન્યો.
-કેપ્ટન ઉદય સહારન 18 બોલમાં 8 રન બનાવી બીયર્ડમેનનો શિકાર બન્યો.
-ભારતે 14 ઓવરમાં 50 રન પુરા કર્યા.
-મુશીર ખાન 33 બોલમાં 3 ફોર સાથે 22 રન બનાવી બીયર્ડમેનની ઓવરમાં બોલ્ડ થયો.
-અર્શિન કુલકર્ણી 3 રન બનાવી કેલમ વિડલરની ઓવરમાં કેચ આઉટ થયો.
આ પણ વાંચો – રાજ લિંબાણી : અંડર-19 વર્લ્ડ કપમાં ચમકી રહ્યો છે કચ્છના રણનો સ્વિંગ બોલર
અંડર 19 વર્લ્ડ કપ – ઓસ્ટ્રેલિયા ઇનિંગ્સ
-ભારત તરફથી રાજ લિંબાણીએ 3 વિકેટ, નમન તિવારીએ 2, જ્યારે સૌમ્ય પાંડે અને મુશીર ખાને 1-1 વિકેટ ઝડપી.
-ઓસ્ટ્રેલિયાના 50 ઓવરમાં 7 વિકેટે 253 રન.
-ટોમ સ્ટ્રેકરના અણનમ 8 રન
-ઓલીવર પીકના 43 બોલમાં 2 ફોર 1 સિક્સર સાથે અણનમ 46 રન.
-ચાર્લી એન્ડરસન 13 રને રાજ લિંબાણીની ઓવરમાં એલબી આઉટ થયો.
-ઓસ્ટ્રેલિયાએ 42 ઓવરમાં 200 રન પુરા કર્યા.
-મેકમિલન 2 રને મુશીર ખાનનો શિકાર બન્યો.
-હરજસ સિંહ 64 બોલમાં 3 ફોર 3 સિક્સર સાથે 55 રન બનાવી પાંડેની ઓવરમાં એલબી આઉટ થયો.
-હરજસ સિંહે 59 બોલમાં 3 ફોર 3 સિક્સર સાથે અડધી સદી ફટકારી.
-રાયન હિક્સ 20 રન બનાવી રાજ લિંબાણીની ઓવરમાં એલબી આઉટ થયો.
-ઓસ્ટ્રેલિયાએ 31.1 ઓવરમાં 150 રન પુરા કર્યા.
-ઓસ્ટ્રેલિયાએ 23 ઓવરમાં 100 રન પુરા કર્યા.
-હેરી ડિક્સન 56 બોલમાં 3 ફોર 1 સિક્સર સાથે 42 રને નમન તિવારીનો શિકાર બન્યો.
-હ્યુગ વેબગન 66 બોલમાં 5 ફોર સાથે 48 રન બનાવી નમન તિવારીની ઓવરમાં કેચ આઉટ થયો.
-સેમ કોન્સ્ટાસ 8 બોલમાં ખાતું ખોલાયા વિના રાજ લિંબાણીની ઓવરમાં બોલ્ડ થયો.
-ઓસ્ટ્રેલિયાના કેપ્ટન હ્યુગ વેબગને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો.
બન્ને ટીમો આ પ્રમાણે છે
ભારત : આદર્શ સિંહ, અર્શિન કુલકર્ણી, મુશીર ખાન, ઉદય સહારન (કેપ્ટન), પ્રિયાંશુ મોલિયા, સચિન ધાસ, અરાવેલી અવનીશ, મુરુગન અભિષેક, રાજ લિંબાણી, નમન તિવારી, સૌમ્ય પાંડે.
ઓસ્ટ્રેલિયા : હેરી ડિક્સન, સેમ કોન્સ્ટાસ, હ્યુગ વેબગન (કેપ્ટન), હરજસ સિંહ, રાયન હિક્સ, ઓલિવર પીક, રાફ મેકમિલન, ચાર્લી એન્ડરસન, ટોમ સ્ટ્રેકર, મહલી બીયર્ડમેન, કેલમ વિડલર.





