ICC World Cup 2023 Contribute To Indian GDP : આઈસીસી વર્લ્ડ કપ 2023ની અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શરૂઆત થઇ ગઇ છે. ભારત પહેલીવાર વર્લ્ડ કપ 2023 ટુર્નામેન્ટની યજમાની કરી રહ્યુ છે અને તેનાથી દેશને ઘણી બધી અપેક્ષાઓ છે. વર્લ્ડ કપ 2023ના આયોજન દેશમાં હોટેલ, ટુરિઝમ, ટ્રાવેલ્સ સહિત ઘણા ઉદ્યોગ-ધંધાને ફાયદો થશે અને તેની સીધી અસરથી ભારતીય અર્થતંત્રના વૃદ્ધિદરને વેગ મળશે. વર્લ્ડ કપ 2023થી ભારતની જીડીપીમાં કેટલો વધારો થશે જાણો
વર્લ્ડ કપ 2023થી ભારતના જીડીપીમાં 200 અબજ રૂપિયાનો વધારો થશે (world cup 2023 Contribute To Indian GDP)
વર્લ્ડ કપ 2023ના આયોજનથી ભારતીય અર્થતંત્રને ઘણો ફાયદો થવાની અપેક્ષા છે. બેંક ઓફ બરોડાના અર્થશાસ્ત્રીના અનુમાન મુજબ વર્લ્ડ કપ 2023 ક્રિકેટ ટુર્નામેન્ટની યજમાનીથી ભારતીય અર્થવ્યવસ્થાને 2.6 અબજ ડોલર સુધીનો બૂસ્ટ મળશે. જો સરળ શબ્દોમાં કહેવું હોય તો વર્લ્ડ કપ 2023થી ભારતની જીડીપીમાં 220 અબજ રૂપિયાનો વધારો થશે.
દેશ-વિદેશના ક્રિકેટ પ્રેમીઓ ક્રિકેટ મેચ જોવા આવશે
ભારતમાં આઈસીસી વર્લ્ડ કપ 2023 ટુર્નામેન્ટ શરૂ થઇ ગઇ છે. આગામી 45 દિવસ સુધી દેશ-વિદેશમાંથી લાખો ક્રિકેટ પ્રેમીઓ આ ક્રિકેટનો મહાસંગ્રામ જોવા આવશે. ક્રિકેટ પ્રેમીઓના આગમનથી જ્યાં ક્રિકેટ મેચ હોટેલ-ટ્રાવેલ્સ, એરલાઇન્સ, ફૂડ- રેસ્ટોરન્ટ સહિતના વિવિધ બિઝનેસની કમાણીમાં વધારો થશે. આઈસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપનું વર્ષ 2011 બાદ પહેલીવાર ભારતમાં આયોજન થઇ રહ્યુ છે, જે રિટેલ સેક્ટર માટે ઘણુ ફાયદાકારક રહેશે કારણ કે મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ ક્રિકેટ સંબંધિત ચીજ વસ્તુઓની ખરીદી કરશે. બીજી બાજુ આ સમયગાળા દરમિયાન ભારતમાં તહેવારોન સીઝન પણ શરૂ થઇ રહી છે. આમ ભારતના વેપાર- ધંધાને બમણો બુસ્ટ મળવાની આશા છે.
વર્લ્ડ કપ 2023ની પ્રાઇસ મની, વિજેતા ટીમ સહિત અન્ય ટીમને કેટલું ઇનામ મળશે? ((world cup 2023 prize money)

વર્લ્ડ કપ 2023ની કુલ પ્રાઇસ મની 1 કરોડ ડોલર છે. ભારતીય ચલણમાં આ રકમ 83 કરોડ 21 લાખ 87 હજાર રૂપિયા થશે. જેમાં વર્લ્ડ કપ 2023ની વિનર ટીમને 40 લાખ ડોલર એટલે કે અંદાજે 33 કરોડ રૂપિયા મળશે. સેકન્ડર વિનર ટીમને 20 લાખ ડોલર એટલે કે અંદાજે 16 કરોડ રૂપિયા મળશે.
આ પણ વાંચો | વર્લ્ડ કપ 2023 વિશેની જાણી-અજાણી રસપ્રદ અને મહત્વપૂર્ણ બાબતો જાણો
સેમિફાઇનલમાં હારનાર ટીમોને 8 લાખ ડોલર એટલે કે અંદાજે 6.63 કરોડ રૂપિયા મળશે. જે ટીમો નોકઆઉટ સ્ટેજમાં નહીં પહોંચે તેમને દરેકને એક- એક લાખ ડોલર એટલે કે અંદાજે 82 લાખ રૂપિયા ઇનામ મળશે.





