વર્લ્ડ કપ 2023 આ વખતે ભારતમાં રમાનાર છે. આઇસીસી વર્લ્ડ કપ 2023 શિડ્યુઅલ 9 ઓગસ્ટે જાહેર કરાયું છે. આઇસીસી દ્વારા અગાઉ જૂન મહિનામાં જાહેર કરાયેલા શિડ્યુઅલ માં ભારત અને પાકિસ્તાન મેચ સહિત કુલ 9 મેચના કાર્યક્રમમાં ફેરફાર કરાયો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે જે મેચ 15 ઓક્ટોબરે રમાવાની હતી એ હવે 14 ઓક્ટોબરે રમાશે.
ભારતમાં રમાનાર આઇસીસી વર્લ્ડ કપ 2023 નવરાત્રિ સાથે શરૂ થનાર છે. વર્લ્ડ કપની મેચ દરમિયાન દેશમાં નવરાત્રિ, દશેરા અને દિવાળી તહેવારની સિઝન રહેશે.ભારતની વધુ એકમાં ફેરફાર કરાયો છે. ભારત નેધરલેન્ડ સામે દિવાળીના દિવસે એટલે 12 નવેમ્બરે મેચ રમશે. ભારત અને નેધરલેન્ડ વચ્ચેની મેચ અગાઉ 11 નવેમ્બરના રોજ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાવાની હતી જે હવે 12 નવેમ્બરે દિવાળીના દિવસે રમાશે.
વર્લ્ડ કપ 2023 – ટીમ ઇન્ડિયા 36 વર્ષે દિવાળીએ મેચ રમશે
ટીમ ઇન્ડિયા 36 વર્ષ બાદ દિવાળીના દિવસે ફરી એકવાર મોટી મેચ રમશે. સામાન્ય રીતે તહેવારના દિવસોમાં ટીમ ઇન્ડિયાની મેચનું શિડ્યુઅલ કરવામાં નથી આવતું. પરંતુ આ વખતે પાકિસ્તાન ક્રિકેટ ટીમના રમવાના વિવાદને લઇને શિડ્યુઅલ જાહેર કરવામાં મોડુ થયું છે જેને પગલે ટીમ ઇન્ડિયાને દિવાળીના દિવસે મેચ રમવી પડશે. અગાઉ વર્લ્ડ કપ 1987 માં 22 ઓક્ટોબરે દિલ્હીના મેદાનમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ રમાઇ હતી. જેમાં ભારતનો 56 રને વિજય થયો હતો.
Read More: વર્લ્ડ કપ 2023 ભારતીય ટીમ મેચનું શિડ્યુઅલ જાણો
આઇસીસી વન ડે વર્લ્ડ કપ 2023 માટે જાહેર કરાયેલા નવા કાર્યક્રમ મુજબ 9 મેચમાં ફેરફાર કરાયો છે. જેમાં પાકિસ્તાનની ત્રણ મેચનો સમાવેશ થાય છે. દિવાળીના દિવસે કોલકત્તામાં રમાનાર પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચેની મેચ કોલકત્તામાં કાલી પૂજાને લીધે એક દિવસ પહેલા એટલે કે 11 નવેમ્બરે રમાશે.





