IND vs AUS 2nd ODI : ભારતીય ટીમ 23મી ઓક્ટોબરે એડીલેડના સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા સામેની બીજી વન ડેમાં ઉતરશે ત્યારે તેની નજર શ્રેણીને 1-1થી બરોબરી પર લાવવા પર રહેશે. 3 મેચની શ્રેણીમાં ભારત હાલ 1-0થી પાછળ છે. એડીલેડમાં ભારતનો રેકોર્ડ શાનદાર છે. ભારતે 15માંથી 9 મેચમાં જીત મેળવી છે. જ્યારે પાંચમાં પરાજય થયો છે. એક મેચ ટાઇ રહી હતી.
ભારતીય ટીમ 2012 અને 2019માં એડીલેડ ઓવલમાં ઓસ્ટ્રેલિયા સામેની બંને મેચ જીતી ચૂકી છે. 2019માં વિરાટ કોહલીએ શાનદાર 104 રન બનાવ્યા હતા. આ સિવાય રોહિત શર્માએ 43 રન બનાવ્યા હતા. આવી સ્થિતિમાં શુભમન ગીલની આગેવાની હેઠળની ભારતીય ટીમ ગુરુવારે મેદાન પર ઉતરતી વખતે બંને પાસેથી સારા દેખાવની અપેક્ષા રાખશે.
સૌરવ ગાંગુલી અને વીવીએલ લક્ષ્મણે સદી ફટકારી છે
એડિલેડમાં વિરાટ કોહલીનો શાનદાર રેકોર્ડ છે. રોહિત શર્માનો દેખાવ ખાસ રહ્યો નથી. પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો રેકોર્ડ અહીં શાનદાર છે. તેણે 131ની એવરેજથી 262 રન બનાવ્યા છે. કોહલીએ 2 સદીની મદદથી 244 રન બનાવ્યા છે. ભારતીય ટીમના હાલના કોચ ગૌતમ ગંભીરે 232 રન ફટકાર્યા છે. એડીલેડ ઓવલમાં ભારત તરફથી કોહલી ઉપરાંત સૌરવ ગાંગુલી અને વીવીએલ લક્ષ્મણે સદી ફટકારી છે.
આ પણ વાંચો – શમી અને અગરકર વચ્ચે શાબ્દિક જંગ! ફિટનેસ પર બન્નેના અલગ-અલગ નિવેદન, કોણ સાચું, કોણ ખોટું?
એડિલેડમાં ભારતીય બેટ્સમેનોનો દેખાવ
બેટ્સમેન | મેચ | ઇનિંગ્સ | અણનમ | રન | બેસ્ટ સ્કોર | સરેરાશ | બોલ | સ્ટ્રાઇક રેટ | સદી | અડધી સદી |
મહેન્દ્ર સિંહ ધોની | 6 | 6 | 4 | 262 | 58* | 131 | 312 | 83.97 | 0 | 3 |
વિરાટ કોહલી | 4 | 4 | 0 | 244 | 107 | 61 | 291 | 83.84 | 2 | 0 |
ગૌતમ ગંભીર | 4 | 4 | 0 | 232 | 92 | 58 | 293 | 79.18 | 0 | 2 |
અઝહરુદ્દિન | 5 | 5 | 2 | 194 | 79 | 64.66 | 261 | 74.32 | 0 | 2 |
સચિન તેંડુલકર | 8 | 8 | 0 | 162 | 48 | 20.25 | 221 | 73.3 | 0 | 0 |
કપિલ દેવ | 6 | 6 | 2 | 160 | 42 | 40 | 153 | 104.57 | 0 | 0 |
રાહુલ દ્રવિડ | 3 | 3 | 0 | 151 | 63 | 50.33 | 212 | 71.22 | 0 | 2 |
સૌરવ ગાંગુલી | 3 | 3 | 0 | 147 | 141 | 49 | 157 | 93.63 | 1 | 0 |
વીવીએસ લક્ષ્મણ | 1 | 1 | 0 | 131 | 131 | 131 | 138 | 94.92 | 1 | 0 |
રોહિત શર્મા | 6 | 6 | 0 | 131 | 43 | 21.83 | 179 | 73.18 | 0 | 0 |
સુરેશ રૈના | 3 | 3 | 0 | 120 | 74 | 40 | 105 | 114.28 | 0 | 1 |
કે શ્રીકાંત | 5 | 5 | 0 | 111 | 82 | 22.2 | 152 | 73.02 | 0 | 1 |
એસ ધવન | 2 | 2 | 0 | 105 | 73 | 52.5 | 104 | 100.96 | 0 | 1 |
યુવરાજ સિંહ | 2 | 2 | 0 | 102 | 76 | 51 | 114 | 89.47 | 0 |