IND vs AUS 4th Test, Day 2: બોક્સિંગ ડે ટેસ્ટના બીજા દિવસની રમત પુરી, ફોલઓનથી બચવા માટે ભારતને હજી 110 રન જરૂરી

India vs Australia 4th test day 2 Live Score : બોક્સિંગ ડે ટેસ્ટના બીજા દિવસનું પહેલું સત્ર સમાપ્ત થયું છે. ઓસ્ટ્રેલિયાએ 113 ઓવરમાં 7 વિકેટ પર 454 રન બનાવ્યા હતા.

Written by Ankit Patel
Updated : December 27, 2024 13:02 IST
IND vs AUS 4th Test, Day 2: બોક્સિંગ ડે ટેસ્ટના બીજા દિવસની રમત પુરી, ફોલઓનથી બચવા માટે ભારતને હજી 110 રન જરૂરી
ભારત ઓસ્ટ્રેલિયા ચોથી ટેસ્ટ મેચ photo - jansatta

IND vs AUS 4th Test Live Cricket Score Day 2: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચની બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી મેચ ગુરુવાર (26 ડિસેમ્બર)થી મેલબોર્નના મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) ખાતે રમાઈ રહી છે. આજે 27 ડિસેમ્બર 2024ના રોજ બોક્સિંગ ડે ટેસ્ટના બીજા દિવસની રમત પુરી થઈ ગઈ છે. ભારતે 46 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 164 રન બનાવ્યા છે. ઓસ્ટ્રેલિયા હજી 310 રન આગળ છે. ઋષભ પંત 6 રન અને રવિન્દ્ર જાડેજા 4 રન બનાવી ક્રિઝ પર છે. યશસ્વી જયસ્વાલે 82 રન બનાવ્યા છે. વિરાટ કોહલીએ 36 રન બનાવ્યા છે. કેએલ રાહુલે 24 રન બનાવ્યા છે. રોહિત શર્મા 3 રન બનાવ્યા હતા. આકાશદીપ ખાતું ખોલાયા વગર આઉટ થયો હતો. ઓસ્ટ્રેલિયન બોલરોમાં પેટ કમિંસ અને સ્કોટ બોલેન્ડે 2-2 વિકેટ લીધી છે. ભારતને ફોલોઓથી બચવા માટે 275 રન બનાવવા પડશે. ફોલઓનથી બચવા માટે ભારતને હજી 110 રન જોઈએ છે.

ટી બ્રેક સુધી ભારતને બે વિકેટનું નુકસાન

બોક્સિંગ ડે ટેસ્ટના બીજા દિવસે ટી બ્રેક સુધી ભારતે 15 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 51 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા પાસ 423 રનની બઢત હતી. યશસ્વી જયસ્વાલ 23 રન બનાવીને ક્રિઝ પર છે. કેએલ રાહુલ ટી બ્રેકના ઠીક પહેલા જ આઉટ થયો છે. તેણે 24 રન બનાવ્યા છે. રોહિત શર્મા ઓપનર તરીકે મેદાનમાં ઉતર્યા હતા. તેણે 3 રન બનાવ્યા હતા. પેટ કમિંસે રોહિત શર્મા અને કેએલ રાહુલની વિકેટ લીધી.

ઓસ્ટ્રેલિયા પહેલા દાવમાં 474 રન પર આઉટ

બોક્સિંગ ડે ટેસ્ટના બીજા દિવસે ઓસ્ટ્રેલિયાએ પહેલા દાવમાં 122.4 ઓવરમાં 474 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાની છેલ્લી વિકેટ નાથન લિયોનની પડી. ઓસ્ટ્રેલિયા પહેલા દાવમાં 474 રન પર આઉટ થયું છે. ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથે સૌથી વધારે 140 રન બનાવ્યા છે. મિચેલ સ્ટાર્કે 15 રન બનાવ્યા છે. પેટ કમિંસે 49 રન, ઉસ્માન ખ્વાઝા 57 રન, માર્નસ લાબુશેન 72 રન બનાવી આઉટ થયા હતા. તેમજ ડેબ્યુટેંટ સૈમ કોનસ્ટાસે 65 બોલમાં 60 રન બનાવ્યા હતા. ટ્રેવિસ ખાતું ખાલાવ્યા વગર આઉટ થયો હતો. મિચેલ માર્શ 4 રન બનાવી આઉટ થયો હતો. એલેક્સ કેરીએ 31 રન બનાવ્યા હતા. ભારતીય બોલરોમાં જસપ્રીત બુમરાહે 4 વિકેટ, રવિન્દ્ર જાડેજાએ 3 વિકેશટ અને આકાશદીપ અને વોશિંગટન સુંદરે 1-1 વિકેટ લીધી હતી.

બોક્સિંગ ડે ટેસ્ટના બીજા દિવસનું પહેલું સત્ર સમાપ્ત થયું છે. ઓસ્ટ્રેલિયાએ 113 ઓવરમાં 7 વિકેટ પર 454 રન બનાવ્યા હતા. પહેલા સત્રમાં પેટ કમિંસ 49 રન બનાવી આઉટ થયો હતો. ઉસ્માન ખ્વાઝા 57 રન અને માર્નસ લાબુશેન 72 રન બનાવીને આઉટ થયો છે. ડેબ્વ્યુટેંટ સેમ કોનસ્ટાસે 65 બોલમાં 60 રન બનાવ્યા છે. ટ્રેવિસ ખાતું ખોલાવ્યા વગર આઉટ થયો હતો. મિચેલ માર્શ 4 રન બનાવીને આઉટ થયો હતો. એલેક્સ કેરીએ 31 રન બનાવ્યા છે. ભારતીય બોલરોએ જસપ્રત બુમરાહે ત્રણ વિકેટ અને રવિન્દ્ર જાડેજાએ બે વિકેટ તેમજ આકાશદીપ અને વોશિંગટન સુંદરે 1-1 વિકેટ લીધી છે.

ભારતીય ટીમે પ્લેઇંગ 11માં 1 ફેરફાર કર્યો છે. શુભમન ગિલની જગ્યાએ વોશિંગ્ટન સુંદરને તક મળી છે. રોહિત શર્માએ ટોસ દરમિયાન કહ્યું કે તે ઓપનિંગ કરશે. ઓસ્ટ્રેલિયાએ પહેલા જ પ્લેઈંગ 11ની જાહેરાત કરી દીધી હતી. નાથન મેકસ્વિનીના સ્થાને સેમ કોન્સ્ટાસને તક મળી અને ઈજાગ્રસ્ત જોશ હેઝલવુડની જગ્યાએ સ્કોટ બોલેન્ડને તક મળી.

સિરીઝ 1-1 થી બરાબર છે. પર્થમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ ભારતે જીતી હતી. એડિલેડમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચ ઓસ્ટ્રેલિયાએ જીતી લીધી છે. બ્રિસ્બેનમાં વરસાદથી પ્રભાવિત ગાબા ખાતે રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચ ડ્રો રહી હતી. અનુભવી સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિનની નિવૃત્તિ બાદ આ પ્રથમ ટેસ્ટ છે.

Read More
Live Updates

IND vs AUS 4th Test Live Day two : બોક્સિંગ ડે ટેસ્ટના બીજા દિવસની રમત પુરી

બોક્સિંગ ડે ટેસ્ટના બીજા દિવસની રમત પુરી થઈ ગઈ છે. ભારતે 46 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 164 રન બનાવ્યા છે. ઓસ્ટ્રેલિયા હજી 310 રન આગળ છે. ઋષભ પંત 6 રન અને રવિન્દ્ર જાડેજા 4 રન બનાવી ક્રિઝ પર છે. યશસ્વી જયસ્વાલે 82 રન બનાવ્યા છે. વિરાટ કોહલીએ 36 રન બનાવ્યા છે. કેએલ રાહુલે 24 રન બનાવ્યા છે. રોહિત શર્મા 3 રન બનાવ્યા હતા. આકાશદીપ ખાતું ખોલાયા વગર આઉટ થયો હતો. ઓસ્ટ્રેલિયન બોલરોમાં પેટ કમિંસ અને સ્કોટ બોલેન્ડે 2-2 વિકેટ લીધી છે. ભારતને ફોલોઓથી બચવા માટે 275 રન બનાવવા પડશે. ફોલઓનથી બચવા માટે ભારતને હજી 110 રન જોઈએ છે.

IND vs AUS 4th Test Live Day two : નાઈટવોચમેન આકાશદીપ પેવેલિયન પરત ફર્યો

નાઈટવોચમેન આકાશદીપ પેવેલિયન પરત ફર્યો. તેઓ ખાતું ખોલાયા વગર જ પેવેલિયન ભેગો થયો હતો. ભારતનો સ્કોર 44.3 ઓવરમાં 5 વિકેટ સાથે 159 રન બનાવ્યા છે. ઓસ્ટ્રેલિયા 315 રનથી આગળ છે.

IND vs AUS 4th Test Live Day two : વિરાટ કોહલી આઉટ

ઓસ્ટ્રેલિયાએ વાપસી કરી લીધી છે. વિરાટ કોહલી આઉટ થયો છે. તેણે 36 રન બનાવ્યા છે. સ્કોટ બોલેન્ડે કોહલીની વિકેટ લીધી છે. આકાશદીપ અને ઋષભ પંત ક્રિઝ પર છે. ભારતનો સ્કોર 42.1 ઓવરમાં ચાર વિકેટના નુકસાન સાથે 154 રન બનાવ્યા છે. ઓસ્ટ્રેલિયા 319 રન બનાવ્યા છે.

IND vs AUS 4th Test Live Day two : યશસ્વી જયસ્વાલ રન આઉટ

યશસ્વી જયસ્વાલના દાવ પર દુર્ભાગ્યપૂર્ણ રીતે અંત આવ્યો છે. તેઓ રન આઉટ થયો છે. તેણે 82 રન બનાવ્યા છે. ભારતનો સ્કોર 41 ઓવરમાં 3 વિકેટ પર 153 રન છે. ઓસ્ટ્રેલિયા 321 રન આગળ છે. વિરાટ કોહલી 35 રન બનાવી ક્રિઝ પર છે. આકાશદીપ નાઈટવોચમેન તરીકે ક્રિઝ પર આવ્યો.

IND vs AUS 4th Test Live Day two : યશસ્વી જયસ્વાલે 81 બોલમાં ફિફ્ટી ફટકારી

યશસ્વી જયસ્વાલે 81 બોલમાં ફિફ્ટી ફકારી છે. તેણે 7 ચોક્કા ફટકાર્યા છે. ભારતે 28.3 ઓવરમાં 2 વિકેટ પર 98 રન બનાવ્યા છે. ઓસ્ટ્રેલિયા પાસે 376 રનની બઢત છે. યશસ્વી જયસ્વાલ 65 રન બનાવી ક્રિઝ પર છે. વિરાટ કોહલી 30 રન બનાવ્યા છે. બંને વચ્ચે 79 રનની ભાગીદારી છે.

IND vs AUS 4th Test Live Day two : બોક્સિંગ ડે ટેસ્ટના બીજા દિવસનું ત્રીજા સત્રની રમત શરુ

બોક્સિંગ ડે ટેસ્ટના બીજા દિવસે ત્રીજા સત્રની રમત શરુ થઈ છે. ભારતે 18 ઓવરમાં બે વિકેટના નુકસાન સાથે 59 રન બનાવ્યા છે. ઓસ્ટ્રેલિાય 415 રન સાથે આગળ છે. વિરાટ કોહલી 2 અને યશસ્વી જયશ્વાલ 29 રન બનાવી ક્રિઝ પર છે.

IND vs AUS 4th Test Live Day two : ટી બ્રેક સુધી કેએલ રાહુલ આઉટ

બોક્સિંગ ડે ટેસ્ટના બીજા દિવસે ટી બ્રેક સુધી ભારતે 15 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 51 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા પાસ 423 રનની બઢત હતી. યશસ્વી જયસ્વાલ 23 રન બનાવીને ક્રિઝ પર છે. કેએલ રાહુલ ટી બ્રેકના ઠીક પહેલા જ આઉટ થયો છે. તેણે 24 રન બનાવ્યા છે. રોહિત શર્મા ઓપનર તરીકે મેદાનમાં ઉતર્યા હતા. તેણે 3 રન બનાવ્યા હતા. પેટ કમિંસે રોહિત શર્મા અને કેએલ રાહુલની વિકેટ લીધી.

IND vs AUS 4th Test Live Day two : રોહિત શર્માનું બેટ ઓપનિંગમાં જ ના ચાલ્યું

ભારતને પહેલો ફટકો લાગ્યો છે. કેપ્ટન રોહિત શર્માનું બેટ ઓપનિંગમાં જ ચાલ્યું નથી. પેટ કમિંસે બીજી ઓવરમાં પહેલા બોલમાં જ રોહિત શર્માને પેવેલિયન ભેગો કર્યો છે. તેણે 3 રન બનાવ્યા છે. યશસ્વી જયસ્વાલ 4 રન બનાવી ક્રિઝ પર છે. ઓસ્ટ્રેલિયાનો સ્કોર 2 ઓવરમાં 1 વિકેટ પર 8 રન, કેએલ રાહુલ બેટિંગ કરવા મેદાન પર આવ્યો.

IND vs AUS 4th Test Live Day two : ઓસ્ટ્રેલિયા પહેલા દાવમાં 474 રન પર આઉટ

બોક્સિંગ ડે ટેસ્ટના બીજા દિવસે ઓસ્ટ્રેલિયાએ પહેલા દાવમાં 122.4 ઓવરમાં 474 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાની છેલ્લી વિકેટ નાથન લિયોનની પડી. ઓસ્ટ્રેલિયા પહેલા દાવમાં 474 રન પર આઉટ થયું છે. ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથે સૌથી વધારે 140 રન બનાવ્યા છે. મિચેલ સ્ટાર્કે 15 રન બનાવ્યા છે. પેટ કમિંસે 49 રન, ઉસ્માન ખ્વાઝા 57 રન, માર્નસ લાબુશેન 72 રન બનાવી આઉટ થયા હતા. તેમજ ડેબ્યુટેંટ સૈમ કોનસ્ટાસે 65 બોલમાં 60 રન બનાવ્યા હતા. ટ્રેવિસ ખાતું ખાલાવ્યા વગર આઉટ થયો હતો. મિચેલ માર્શ 4 રન બનાવી આઉટ થયો હતો. એલેક્સ કેરીએ 31 રન બનાવ્યા હતા. ભારતીય બોલરોમાં જસપ્રીત બુમરાહે 4 વિકેટ, રવિન્દ્ર જાડેજાએ 3 વિકેશટ અને આકાશદીપ અને વોશિંગટન સુંદરે 1-1 વિકેટ લીધી હતી.

IND vs AUS 4th Test Live Day two : બોક્સિંગ ડે ટેસ્ટનો બીજા દિવસનું પહેલું સત્ર પુરુ

બોક્સિંગ ડે ટેસ્ટના બીજા દિવસનો પહેલા સત્રની રમત પુરી થઈ છે. ઓસ્ટ્રેલિયાએ 113 ઓવરમાં 7 વિકેટ પર 454 રન બનાવ્યા છે. સ્ટીવ સ્મિથ 139 રન અને મિચેલ સ્ટાર્ક 15 રન બનાવી ક્રિઝ પર છે. બંને વચ્ચે 43 રનની ભાગીદારી છે.

IND vs AUS 4th Test Live Day two : બોક્સિંગ ડે ટેસ્ટનો બીજો દિવસ શરું

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચની બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી મેચ ગુરુવાર (26 ડિસેમ્બર)થી મેલબોર્નના મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) ખાતે રમાઈ રહી છે. આજે 27 ડિસેમ્બર 2024ના રોજ બીજો દિવસ શરુ થયો છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ