ભારત વિ ઓસ્ટ્રેલિયા : શું મેલબોર્ન ટેસ્ટમાં પણ વરસાદ બનશે વિલન? જાણો મોસમ, પિચ રિપોર્ટ અને પ્લેઇંગ ઇલેવન

IND vs AUS 4th Test Pitch Report, Weather : બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 26 ડિસેમ્બરથી મેલબોર્નમાં બોક્સિંગ ડે ટેસ્ટનો પ્રારંભ થશે. ચોથી ટેસ્ટ મેચ ભારતીય સમય પ્રમાણે સવારે 5:00 વાગ્યે શરૂ થશે

Written by Ashish Goyal
December 25, 2024 15:25 IST
ભારત વિ ઓસ્ટ્રેલિયા : શું મેલબોર્ન ટેસ્ટમાં પણ વરસાદ બનશે વિલન? જાણો મોસમ, પિચ રિપોર્ટ અને પ્લેઇંગ ઇલેવન
IND vs AUS 4th Test : બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 26 ડિસેમ્બરથી મેલબોર્નમાં બોક્સિંગ ડે ટેસ્ટનો પ્રારંભ થશે

IND vs AUS 4th Test Pitch Report, Weather : બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 26 ડિસેમ્બરથી મેલબોર્નમાં બોક્સિંગ ડે ટેસ્ટનો પ્રારંભ થશે. ભારત અને ઓસ્ટ્રેલિયાની નજર શ્રેણીમાં લીડ મેળવવા પર રહેશે. મેલબોર્નને ઓસ્ટ્રેલિયામાં ભારતનું હોમગ્રાઉન્ડ કહેવામાં આવે છે અને ઉસ્માન ખ્વાજાએ પણ આ વાતનો સ્વીકાર કર્યો છે. બ્રિસબેન ટેસ્ટમાં વરસાદમાં વિક્ષેપ પડયો હતો અને મેલબોર્નની પરિસ્થિતિ પણ આવી જ છે. ચોથી ટેસ્ટ મેચ ભારતીય સમય પ્રમાણે સવારે 5:00 વાગ્યે શરૂ થશે.

મેલબોર્ન ટેસ્ટમાં વરસાદની અસર જોવા મળી શકે છે. એક્યુ વેધર અનુસાર ટેસ્ટના પહેલા દિવસે વરસાદની 50 ટકા સંભાવના છે. બીજા દિવસની શરૂઆતમાં 50 ટકા ચાન્સ છે. ત્રીજા દિવસથી સ્થિતિ સુધરશે. 28 ડિસેમ્બરે વરસાદની 30 ટકા સંભાવના છે. છેલ્લા બે દિવસથી ઓછા વરસાદની સંભાવના રહેશે.

મેલબોર્નની પિચ કેવી રહેશે

મેલબોર્નમાં છેલ્લા કેટલાક વર્ષોથી પિચ બદલાઈ છે. અહીં હવે સામાન્ય રીતે ફાસ્ટ બોલરોને મદદ મળે છે. છેલ્લી છ સિઝનમાં બોલિંગ એવરેજ 15 રન ડ્રોપ થઇ છે. પીચ ક્યુરેટરે પણ પ્રેસ કોન્ફરન્સમાં આ જ વાત રજૂ કરી હતી. મેટ પેજે કહ્યું હતુ કે મેલબોર્નની પિચ છેલ્લા કેટલાક વર્ષો જેવી જ રહેશે. બેટ અને બોલ વચ્ચે બરાબરનો જંગ જામશે. પિચ પર ઘાસ હોવાથી ફાસ્ટ બોલરોને મદદ મળશે. જ્યારે બોલ જૂનો હશે ત્યારે બેટ્સમેન આસાનીથી રન બનાવી શકશે. સ્પિનરોને ફાયદો નહીં મળે.

આ પણ વાંચો – ભારત વિ ઓસ્ટ્રેલિયા ચોથી ટેસ્ટ : મેલબોર્નમાં 10 વર્ષથી અજેય છે ટીમ ઇન્ડિયા, આવો છે રેકોર્ડ

પેજે જણાવ્યું હતું કે જો તમે છેલ્લા ચાર કે પાંચ વર્ષમાં અમારી લાંબા-ફોર્મેટની મેચો જુઓ છો, તો તે સ્પિન કરતા વધુ સીમ-ફ્રેન્ડલી રહી છે. તેથી મને અહીં કોઈ ફેરફાર દેખાતો નથી. અમે બોલને કારણે અમારી પિચોમાં કોઈ ફેરફાર કર્યો નથી.

વર્ષ 2018-19 પછી આ મેદાન પર ટોસની ખાસ ભૂમિકા રહી નથી. અહીં રમાયેલી છ ટેસ્ટમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમ ત્રણ વખત વિજેતા બની છે, જ્યારે બાદમાં બેટિંગ કરનારી ટીમનો ત્રણમાં વિજય થયો છે. ભારતે આ મેદાન પર છેલ્લી બે ટેસ્ટ મેચ જીતી છે. મેલબોર્નમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી 14 ટેસ્ટ મેચમાં ભારતનો 4 ટેસ્ટમાં વિજય થયો છે.

બન્ને ટીમોની સંભવિત પ્લેઇંગ ઇલેવન

ભારત : યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, ઋષભ પંત, રોહિત શર્મા (કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ.

ઓસ્ટ્રેલિયા : ઉસ્માન ખ્વાજા, સેમ કોનસ્ટાસ, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, મિચેલ માર્શ, એલેક્સ કેરી, પેટ કમિન્સ (કેપ્ટન), મિચેલ સ્ટાર્ક, નાથન લિયોન, સ્કોટ બોલેન્ડ.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ