IND vs AUS 5th Test Live Cricket Score Day 1 : બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પાંચમી ટેસ્ટ મેચ શુક્રવાર (3 જાન્યુઆરી)થી સિડનીના સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ રહી છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. સિડની ટેસ્ટમાં પણ ભારતીય ખેલાડીઓ ઘૂંટણીએ પડી ગયા હતા. ઓસ્ટ્રેલિયન બોલરો સામે ભારતીય ક્રિકેટરોનો ફ્લોપ શો જોવા મળ્યો હતો. ખાસ કરીને વિરાટ કોહલીએ તો જાણે હથિયાર હેઠા મૂક્યા હોય એવો ઘાટ થયો હતો. જોકે, કેપ્ટન જસપ્રિત બુમરાહનું પ્રદર્શન સારું રહ્યું હતું.
ઓસ્ટ્રેલિયાની ખરાબ શરુઆત
ઓસ્ટ્રેલિયાની શરુઆત ખરાબ રહી છે. ઉસ્માન ખ્વાજા આઉટ થયો છે. જસપ્રીત બુમરાહે વિકેટ લીધી છે. તે 2 રન બનાવી આઉટ થયો છે. ઓસ્ટ્રેલિયાનો સ્કોર 3 ઓવરમાં 1 વિકેટ પર 9 રન બનાવ્યા છે. સેમ કોનસ્ટાસ 7 રન બનાવી ક્રિઝ પર છે. છેલ્લી ઓવરમાં ખુબ જ ગરમાગરમી જોવા મળી હતી. કોનસ્ટાર અને બુમરાહ વચ્ચે લડાઈ જોવા મળી હતી.
સિડની ટેસ્ટના પહેલા દિવસે ભારત 185 રન પર આઉટ
સિડની ટેસ્ટના ત્રીજા સત્રમાં ભારતીય ટીમ 72.2 ઓવરમાં 185 રન ઉપર આઉટ થઈ ગઈ છે. યશસ્વી જયસ્વાલ 10 રન, કેએલ રાહુલ 4 રન, શુભમન ગિલ 20 રન, વિરાટ કોહલી17 રન, ઋષભ પંત સૌથી વધારે 40 રન, રવિન્દ્ર જાડેજા 26 રન, નિતીશ રેડ્ડી ખાતું ખોલાયા વગર આઉટ થયો, વોશિંગટન સુંદર 14 રન, પ્રસિદ્ધ કૃષ્ણા 2 રન બનાવી આઉટ થયો હતો.
આ ઉપરાંત કેપ્ટન જસપ્રીત બુમરાહે 17 બોલમાં 22 રન બનાવ્યા હતા. બુમરાહે 3 ફોર અને એક સિક્સ લગાવી હતી. મોહમ્મદ સિરાઝ 17 રન બનાવી અણનમ રહ્યો હતો. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયાના બોલરોમાં સ્કોટ બોલેંડે 4 વિકેટ, મિચેલ સ્ટાકે 3 વિકેટ, પેટ કમિંસે 2 વિકેટ અને નાથન લિયોને 1 વિકેટ લીધી હતી.
સિડની ટેસ્ટના પહેલા દિવસનો ટી બ્રેક
સિડની ટેસ્ટ પહેલા દિવસનો ટી બ્રેક સુધી ભારતે 50 ઓવરમાં 4 વિકેટ પર 107 રન બનાવ્યા છે. રવિન્દ્ર જાડેજા 11 અને ઋષભ પંત 32 રન બનાવી ક્રિઝ પર છે. બંને વચ્ચે 35 રનની ભાગીદારી છે. બીજા સત્રમાં 50 રન બન્યા અને એક વિકેટ પડી.
ભારતીય ટીમના પ્લેઈંગ 11માં રોહિત શર્માની જગ્યાએ શુભમન ગિલ અને આકાશદીપની જગ્યાએ પ્રસિદ્ધ કૃષ્ણને તક મળી છે. ઓસ્ટ્રેલિયાના પ્લેઇંગ 11માં 1 ફેરફાર કરવામાં આવ્યો છે. મિશેલ માર્શના સ્થાને બ્યુ વેબસ્ટરને તક મળી.
ભારતની પ્લેઈંગ 11: યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, જસપ્રિત બુમરાહ (કેપ્ટન), પ્રસિદ્ધ કૃષ્ણા, મોહમ્મદ સિરાજ.
ઓસ્ટ્રેલિયાના પ્લેઇંગ 11: સેમ કોન્સ્ટન્સ, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, સ્ટીવન સ્મિથ, ટ્રેવિસ હેડ, બ્યુ વેબસ્ટર, એલેક્સ કેરી (વિકેટકીપર), પેટ કમિન્સ (કેપ્ટન), મિશેલ સ્ટાર્ક, નાથન લિયોન, સ્કોટ બોલેન્ડ.
ભારતીય ટીમ માટે પડકાર બોર્ડર-ગાવસ્કર ટ્રોફી બચાવવાનો
ભારતીય ટીમ માટે પડકાર બોર્ડર-ગાવસ્કર ટ્રોફી બચાવવાનો છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ (WTC ફાઈનલ)ની રેસમાં રહેવા માટે આ મેચ જીતવી મહત્વપૂર્ણ છે. જો ભારતીય ટીમ મેચ હારે છે અથવા ડ્રો કરે છે તો તે WTC ફાઈનલની રેસમાંથી બહાર થઈ જશે. ઓસ્ટ્રેલિયા શ્રેણીમાં 2-1થી આગળ છે.





