Abhishek Sharma T20I record : ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર બેટ્સમેન અભિષેક શર્માએ ઓસ્ટ્રેલિયા સામેની પાંચમી ટી-20 મેચમાં ઇનિંગ્સ દરમિયાન નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. તેણે કેપ્ટન સૂર્યકુમાર યાદવનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઓછા બોલ પર 1000 રન ફટકારનારા પ્લેયર્સની યાદીમાં અભિષેક હવે પ્રથમ ક્રમે આવી ગયો છે.
અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો રેકોર્ડ
અભિષેક શર્માએ ભારતીય ટી-20ના કેપ્ટન સૂર્યકુમાર યાદવનો રેકોર્ડ તોડી નાખ્યો છે. હવે તે ટી-20માં સૌથી ઓછા બોલ પર 1000 રન ફટકારનારા બેટ્સમેનોની યાદીમાં નંબર વન પર આવી ગયો છે. અભિષેકે 528 બોલમાં 1000 રન પુરા કર્યા છે. જ્યારે સૂર્યકુમાર યાદવે 573 બોલમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી. ફિલ સોલ્ટ આ યાદીમાં ત્રીજા ક્રમે છે, જેણે 599 બોલમાં આ સિદ્ધિ મેળવી હતી.
ટી-20માં સૌથી ઓછા બોલ પર 1000 રન બનાવનારા બેટ્સમેન
- 528 બોલ : અભિષેક શર્મા
- 573 બોલ : સૂર્યકુમાર યાદવ
- 599 બોલ : ફિલ સોલ્ટ
- 604 બોલ : ગ્લેન મેક્સવેલ
- 609 બોલ : આન્દ્રે રસેલ /ફિન એલન
અભિષેક શર્માએ કેએલ રાહુલને પાછળ છોડી દીધો
અભિષેક શર્મા ભારત તરફથી ટી 20 માં સૌથી ઓછી ઇનિંગ્સમાં 1000 રન બનાવનારા બેટ્સમેનોની યાદીમાં બીજા નંબરે આવી ગયો છે. અભિષેકે 28 ઇનિંગ્સમાં આ સિદ્ધિ હાંસલ કરીને કેએલ રાહુલને પાછળ છોડી દીધો છે, રાહુલે 29 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી. વિરાટ કોહલી આ યાદીમાં નંબર વન પર છે, જેણે 27 ઇનિંગ્સમાં 1000 રન પુરા કર્યા હતા.
આ પણ વાંચો – ટી 20 વર્લ્ડ કપ 2026 : અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ફાઇનલની યજમાની માટે શોર્ટલિસ્ટ
ભારત તરફથી ટી-20માં સૌથી ઓછી ઇનિંગ્સમાં 1000 રન બનાવનારા પ્લેયર
- 27 ઇનિંગ્સ : વિરાટ કોહલી
- 28 ઇનિંગ્સ : અભિષેક શર્મા
- 29 ઇનિંગ્સ : કેએલ રાહુલ
- 31 ઇનિંગ્સ : સૂર્યકુમાર યાદવ
- 40 ઇનિંગ્સ : રોહિત શર્મા





