Shubman Gill Speaks on Rohit Sharma Future : વેસ્ટ ઈન્ડીઝ સામેની શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ બાદ શુભમન ગિલને વન-ડે કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. આ પછી ભારતની કેપ્ટન્સી હેઠળ ચેમ્પિયન્સ ટ્રોફી જીતનારા રોહિત શર્માના સમર્થનમાં અનેક અવાજો ઉઠવા લાગ્યા હતા. એવું પણ કહેવામાં આવ્યું હતું કે નિવૃત્તિ લેવા માટે તેના પર દબાણ પણ કરવામાં આવી રહ્યું છે. આ કારણે તેની કેપ્ટનશિપ છીનવી લેવામાં આવી હતી. ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી પહેલા પણ આવું જ બન્યું હતું. હવે નવા નિયુક્ત કેપ્ટન શુભમન ગિલે પોતે રોહિતની સાથે સાથે વિરાટ કોહલીના ભવિષ્ય અંગે મોટો ઈશારો આપ્યો છે.
દિલ્હીમાં વિન્ડિઝ સામેની બીજી ટેસ્ટ અગાઉ શુભમન ગિલે પ્રેસ કોન્ફરન્સમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા વિશે ખુલીને વાત કરી હતી. ઓસ્ટ્રેલિયા શ્રેણી બાદ બંને વન ડેમાંથી નિવૃત્તિ લઈ શકે છે તેવી અટકળો ચાલી રહી હતી. કારણ કે કદાચ હવે આ બંને ખેલાડીઓ વન ડે વર્લ્ડ કપ 2027ના પ્લાનનો ભાગ નથી. પરંતુ શુભમન ગિલે આ બધી અટકળોને ફગાવી દીધી અને સ્પષ્ટ કહ્યું કે અમને તેમની જરૂર છે.
શુભમન ગિલે મોટું નિવેદન આપ્યું
શુભમન ગિલે વિરાટ કોહલી અને રોહિત શર્માના ભવિષ્ય વિશેની તમામ અટકળોનો અંત લાવી દીધો હતો. શુભમન ગિલે કહ્યું કે રોહિત અને વિરાટ બંને ભારત માટે ઘણી મેચ જીતી ચૂક્યા છે. બહુ ઓછા લોકો પાસે તેમના જેવી પ્રતિભા અને અનુભવ છે. અમને તેમની જરૂર છે. કેપ્ટનશિપ મળવા પર તેણે કહ્યું કે મને કેપ્ટન બનાવવાની જાહેરાત વેસ્ટ ઇન્ડીઝ ટેસ્ટ પછી ચોક્કસપણે કરવામાં આવી હતી, પરંતુ મને થોડા સમય પહેલા આ વિશે જાણ થઈ હતી. ભારતની કેપ્ટનશિપ કરવી એ મારા માટે સન્માનની વાત છે.
આ પણ વાંચો – ગૌતમ ગંભીરને ડંખી શકે છે રોહિત શર્માનું આ નિવેદન, ચેમ્પિયન્સ ટ્રોફીની જીત માટે પૂર્વ કોચનો કર્યો ઉલ્લેખ
શુભમન ગિલે કહ્યું કે મારે રોહિતભાઈ પાસેથી કેપ્ટનશિપમાં વિચલિત ન થવું, ટીમમાં દરેક સાથે સારી મિત્રતા કરવી પડશે અને ડ્રેસિંગ રૂમમાં મનોરંજક વાતાવરણ રાખવું પડશે. એ વાત સાચી છે કે રોહિતની કેપ્ટન્સી હેઠળ હંમેશા મજાકિયા નિવેદનો અને વીડિયો સામે આવતા હતા. ટેસ્ટ બાદ હવે શુભમન ગિલને ભારતની વન ડે ટીમની કમાન સોંપવામાં આવી છે. અત્યાર સુધી આ ટેસ્ટમાં તેનો સફળતા દર 50 ટકા રહ્યો છે.
ગિલના નેતૃત્વમાં ભારત 6 માંથી ત્રણ ટેસ્ટ મેચ જીતી ચૂક્યું છે અને બે માં પરાજય થયો છે, એક ડ્રો રહી છે. જ્યારે વન ડેમાં તે 19 ઓક્ટોબરથી ઓસ્ટ્રેલિયા સામે કેપ્ટન્સીની જવાબદારી સંભાળશે. ટીમ ઈન્ડિયા આ શ્રેણીમાં 19, 23 અને 25 ઓક્ટોબરના રોજ ત્રણ વન ડે રમશે. આ પછી તારીખ 29મી ઓક્ટોબરથી પાંચ મેચની ટી-20ની શ્રેણી રમાશે, જેમાં કમાન સૂર્યકુમાર યાદવના હાથમાં રહેશે.