scorecardresearch

ભારત વિ. બાંગ્લાદેશ ટેસ્ટ : ચેતેશ્વર પૂજારા નર્વસ નાઇન્ટીઝનો શિકાર, 47 મહિનાથી નથી ફટકારી શક્યો સદી

Cheteshwar Pujara : ચેતેશ્વર પૂજારાના 90 અને શ્રેયસ ઐયરના અણનમ 82 રનની મદદથી ભારતે બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટના પ્રથમ દિવસે 6 વિકેટે 278 રન બનાવ્યા

ભારત વિ. બાંગ્લાદેશ ટેસ્ટ : ચેતેશ્વર પૂજારા નર્વસ નાઇન્ટીઝનો શિકાર, 47 મહિનાથી નથી ફટકારી શક્યો સદી
ચેતેશ્વર પૂજારા 203 બોલમાં 11 ફોર સાથે 90 રન બનાવી આઉટ થયો (તસવીર – બીસીસીઆઈ)

Cheteshwar Pujara in IND vs BAN 1st Test: બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટનો પ્રથમ દિવસ ટીમ ઇન્ડિયાના સ્ટાર ખેલાડી ચેતેશ્વર પૂજારાના નામે રહ્યો હતો. 34 વર્ષના પૂજારાએ શાનદાર બેટિંગ કરીને ટીમ ઇન્ડિયાને સંકટમાંથી બહાર કાઢ્યું હતું. જોકે તે સદી ફટકારવાથી ચૂકી ગયો હતો. તે 203 બોલમાં 11 ફોર સાથે 90 રન બનાવી આઉટ થયો હતો.

જાન્યુઆરી 2019માં પૂજારાએ ફટકારી હતી સદી

ચેતેશ્વર પૂજારાને ટેસ્ટ ક્રિકેટમાં સદી ફટકાર્યાને 47 મહિના થઇ ગયા છે. તેણે સિડનીમાં ઓસ્ટ્રેલિયા સામે 3 જાન્યુઆરી 2019ના રોજ સદી ફટકારી હતી. આ પછી તે 51 ઇનિંગ્સમાં સદી ફટકારી શક્યો નથી. બાંગ્લાદેશ સામે તે સદીની નજીક હતો પણ તાઇજુલ ઇસ્લામના બોલ પર બોલ્ડ થયો હતો.

પ્રથમ દિવસે ભારતના 6 વિકેટે 278 રન

ચેતેશ્વર પૂજારાના 90 અને શ્રેયસ ઐયરના અણનમ 82 રનની મદદથી ભારતે બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટના પ્રથમ દિવસે 6 વિકેટે 278 રન બનાવી લીધા છે.

આ પણ વાંચો – એક ભૂલ તોડી શકે છે ભારતનું સપનું, જાણો ટીમ ઇન્ડિયા કેવી રીતે પહોંચી શકે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં

ચેતેશ્વર પૂજારાને ડ્રોપ કર્યો હતો

ચેતેશ્વર પૂજારાને 2022ની શરૂઆતમાં દક્ષિણ આફ્રિકા પ્રવાસમાં ખરાબ પ્રદર્શન પછી ડ્રોપ કરવામાં આવ્યો હતો. આ પછી શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણીમાં સમાવેશ કરાયો ન હતો. આ પછી પૂજારા કાઉન્ટી ક્રિકેટમાં રમવા ગયો હતો અને શાનદાર બેટિંગ હતી.જેના કારણે ટીમ મેનેજમેન્ટે ફરી ટીમમાં સમાવેશ કર્યો હતો.

2022માં પૂજારાનું પ્રદર્શન

ચેતેશ્વર પૂજારાએ 2022માં અત્યાર સુધી 4 ટેસ્ટ મેચની 7 ઇનિંગ્સમાં 39.57ની એવરેજથી 277 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 3 અડધી સદી ફટકારી છે. પૂજારાએ અત્યાર સુધી 97 મેચની 165 ઇનિંગ્સમાં 44.11ની એવરેજથી 6882 રન બનાવ્યા છે. તેનો બેસ્ટ સ્કોર 206 રન છે. તેણે 18 સદી અને 34 અડધી સદી ફટકારી છે.

Web Title: Ind vs ban 1st test cheteshwar pujara dismissed on 90 waiting for century from 47 month