ind vs ban 3rd T20I : વિજયાદશમીના દિવસે ભારતીય ટીમે શાનદાર બેટિંગ કરીને દેશવાસીઓને મોટી ભેટ આપી હતી. શનિવારે બાંગ્લાદેશ સામે હૈદરાબાદમાં રમાયેલી ત્રીજી ટી-20માં સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ભારતીય ટીમ 300 રન ફટકારવાથી 3 રન ચૂકી ગઈ હતી. જોકે આઇસીસીની ફુલ મેમ્બર ટીમ તરીકે ટી 20 ઇન્ટરનેશનલમાં સૌથી મોટા સ્કોરનો રેકોર્ડ બનાવ્યો છે. આ પહેલા ફુલ મેમ્બર તરીફે ટી-20માં સૌથી મોટા સ્કોરનો રેકોર્ડ અફઘાનિસ્તાનના નામે હતો. તેણે 2019માં આયર્લેન્ડ સામે 3 વિકેટે 278 રન બનાવ્યા હતા.
ટી-20 ઈન્ટરનેશનલમાં 300નો સ્કોર એક વખત બન્યો છે. ગત વર્ષે એશિયન ગેમ્સમાં મોંગોલિયા સામે નેપાળે 2023માં આ સિદ્ધિ મેળવી હતી. નેપાળે 3 વિકેટે 314 રન બનાવ્યા હતા. ભારતીય ટીમે 38મી વખત ટી-20 ક્રિકેટમાં 200થી વધુ રન ફટકાર્યા હતા.
આ પહેલા ભારતનો સર્વોચ્ચ T20 સ્કોર 267 રન હતો
આ પહેલા ભારતનો સર્વોચ્ચ ટી 20 સ્કોર 5 વિકેટે 260 રન હતો. આ સ્કોર 2017માં શ્રીલંકા સામે બનાવ્યો હતો. અન્ય ટીમોના બેસ્ટ સ્કોરની વાત કરવામાં આવે તો ઈંગ્લેન્ડનો સર્વોચ્ચ સ્કોર વેસ્ટ ઈન્ડીઝ સામે 3 વિકેટે 267 રન છે. ઓસ્ટ્રેલિયાએ શ્રીલંકા સામે 3 વિકેટે 263 રન બનાવ્યા હતા. શ્રીલંકાએ કેન્યા સામે 6 વિકેટે 260 રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકાએ વેસ્ટ ઈન્ડિઝ સામે 4 વિકેટે 259 રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝે દક્ષિણ આફ્રિકા સામે 5 વિકેટે 258 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડ સ્કોટલેન્ડ સામે 5 વિકેટે 254 રન બનાવ્યા હતા.
આ પણ વાંચો – અજય જાડેજા જામસાહેબના વારસદાર બન્યા, જામનગરના રાજવી પરિવારની જાહેરાત
ભારતનો 37મી વખત 200 થી વધુ સ્કોર
ભારતે ટી20માં 37 વખત 200થી વધુ રન બનાવ્યા છે. ઓસ્ટ્રેલિયાએ 23 વખત, દક્ષિણ આફ્રિકાએ 22, ન્યૂઝીલેન્ડે 21 અને ઈંગ્લેન્ડે 20 વખત 200થી વધુ રન બનાવ્યા છે. વેસ્ટ ઈન્ડીઝે 18 વખત, પાકિસ્તાન અને શ્રીલંકાએ 11-11 વખત બનાવ્યા છે. બાંગ્લાદેશ 6 વખત બનાવ્યા છે.
સંજુ સેમસને બાંગ્લાદેશ સામેની ત્રીજી T20માં 47 બોલમાં 111 રન બનાવ્યા હતા. સૂર્યકુમાર યાદવે 75 રન બનાવ્યા હતા. રિયાન પરાગે 34 અને હાર્દિક પંડ્યાએ 47 રન બનાવ્યા હતા