IND vs ENG: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચેન્નાઇમાં રમાયેલી બીજી ટી20 મેચ ઘણી રોમાંચક રહી હતી. આ મેચમાં ટીમ ઇન્ડિયાએ 2 વિકેટે જીત મેળવી હતી. આ મેચની બીજી ઇનિંગમાં જ્યારે ભારત બેટિંગ કરી રહ્યું હતું ત્યારે આ ટીમની વિકેટો એક ચોક્કસ અંતરાલે પડી રહી હતી અને દરેક વિકેટ પડવાની સાથે ભારતીય ક્રિકેટ ચાહકોના શ્વાસ ઉપર-નીચે થતા જતા હતા, શું થશે, પરંતુ તિલક વર્મા ક્રિઝ પર હતો, તો ચિંતા શું હતી અને અંતે ભારતને જીત મળી હતી.
ત્રીજા નંબર પર બેટિંગ કરવા આવેલા તિલક વર્માએ એક છેડેથી ભારતની બેટિંગ સંભાળવાનું કામ કર્યું અને અણનમ અડધી સદીની ઈનિંગ રમીને ટીમની જીતનો હીરો બની ગયો. પ્લેયર ઓફ ધ મેચ બનેલા તિલક વર્માએ આ મેચમાં 5 શાનદાર છગ્ગા અને 4 ચોગ્ગા ફટકાર્યા હતા અને અણનમ 72 રન ફટકાર્યા હતા અને આ ઈનિંગના આધારે સંજુ સેમસન અને વિરાટ કોહલીનો આ મોટો રેકોર્ડ તોડ્યો હતો.
તિલક વર્મા એ સંજુ સેમસનનો રેકોર્ડ તોડ્યો
તિલક વર્મા અણનમ 72 રનની ઈનિંગ રમીને સંજુ સેમસનને પાછળ છોડવામાં સફળ રહ્યા હતા અને તે ટી-20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ભારત તરફથી સતત 5 ઈનિંગમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. તિલક વર્માએ ટી-20માં ભારત તરફથી સતત 5 ઇનિંગ્સમાં 338 રન બનાવ્યા હતા, જ્યારે સંજુ સેમસને અગાઉ સતત 5 ઇનિંગ્સમાં 327 રન બનાવ્યા હતા. આ યાદીમાં કેએલ રાહુલ 303 રન સાથે ત્રીજા, વિરાટ કોહલી 295 રન સાથે ચોથા અને સૂર્યકુમાર યાદવ 294 રન સાથે પાંચમા ક્રમે છે.
ભારત માટે સતત 5 T20I ઇનિંગ્સમાં સૌથી વધુ રન
338 રન – તિલક વર્મા327 રન – સંજુ સેમસન303 રન – કેએલ રાહુલ295 રન – વિરાટ કોહલી294 રન – સૂર્યકુમાર યાદવ
તિલક વર્માએ વિરાટ કોહલીનો રેકોર્ડ તોડ્યો
ભારત માટે ટી-20 ફોર્મેટમાં 21 ઇનિંગ બાદ સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની યાદીમાં તિલક વર્મા હવે ત્રીજા નંબર પર આવી ગયો છે અને વિરાટ કોહલીને ચોથા નંબર પર ધકેલી દીધો હતો. તિલક વર્માએ ટી-20 ફોર્મેટમાં પ્રથમ 21 ઇનિંગ્સમાં 707 રન નોંધાવ્યા છે જ્યારે કોહલીએ 677 રન ફટકાર્યા છે. ભારત તરફથી ટી-20ની પ્રથમ 21 ઇનિંગ્સમાં સૌથી વધુ રન કેએલ રાહુલે બનાવ્યા હતા, જે 768 રન હતા, જ્યારે યશસ્વી જયસ્વાલ 713 રન સાથે આ યાદીમાં બીજા ક્રમે છે.
21 ઇનિંગ્સ પછી T20I માં ભારત માટે સૌથી વધુ રન
768 રન – કેએલ રાહુલ713 રન – યશસ્વી જયસ્વાલ707 રન – તિલક વર્મા677 રન – વિરાટ કોહલી672 રન – સૂર્યકુમાર યાદવ





