ઈંગ્લેન્ડના ટોપ-5 માંથી 4 બેટ્સમેનોને આકાશદીપે શિકાર બનાવ્યા, 49 વર્ષ પછી બની આ ઘટના

આકાશદીપે બીજી ઇનિંગમાં ઈંગ્લેન્ડના ટોચના 5 બેટ્સમેનમાંથી ચારને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. આકાશદીપે હેરી બ્રુકને આઉટ કરીને આ સિદ્ધિ હાંસલ કરી હતી.

Written by Rakesh Parmar
July 06, 2025 22:26 IST
ઈંગ્લેન્ડના ટોપ-5 માંથી 4 બેટ્સમેનોને આકાશદીપે શિકાર બનાવ્યા, 49 વર્ષ પછી બની આ ઘટના
ભારતીય ટીમના ફાસ્ટ બોલર આકાશદીપે રવિવારે ઈંગ્લેન્ડના બેટ્સમેનોને ખૂબ જ મુશ્કેલીમાં મુક્યા હતા. (તસવીર: X)

ભારતીય ટીમના ફાસ્ટ બોલર આકાશદીપે રવિવારે ઈંગ્લેન્ડના બેટ્સમેનોને ખૂબ જ મુશ્કેલીમાં મુક્યા હતા. તેણે બીજી ઇનિંગમાં જેમી સ્મિથને આઉટ કરીને પોતાની પાંચ વિકેટ પણ પૂર્ણ કરી. જસપ્રીત બુમરાહના સ્થાને મેદાનમાં ઉતરેલા આકાશદીપે પહેલી ઇનિંગમાં ચાર વિકેટ લીધી હતી પરંતુ તેણે બીજી ઇનિંગમાં પોતાના પ્રદર્શનમાં સુધારો કર્યો હતો. પાંચ વિકેટ લેવાની સાથે આકાશદીપે એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. તે 1976 પછી ઈંગ્લેન્ડના ટોપ 5 બેટ્સમેનમાંથી ચારને આઉટ કરનાર પ્રથમ બોલર બન્યો છે.

આકાશદીપે બીજી ઇનિંગમાં ઈંગ્લેન્ડના ટોચના 5 બેટ્સમેનમાંથી ચારને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. આકાશદીપે હેરી બ્રુકને આઉટ કરીને આ સિદ્ધિ હાંસલ કરી હતી. 1976માં માઈકલ હોલ્ડિંગે ઈંગ્લેન્ડના ટોપ 5 બેટ્સમેનમાંથી ચારને આઉટ કર્યા હતા, ત્યારબાદ આકાશદીપે 49 વર્ષ પછી આ સિદ્ધિ હાંસલ કરી છે.

આ પણ વાંચો: ટીમ ઈન્ડિયાએ 336 રનથી જીત મેળવી, આકાશદીપે 10 વિકેટ લીધી

આકાશદીપે ઇંગ્લેન્ડની બીજી ઇનિંગમાં બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, હેરી બ્રુકને આઉટ કર્યા. આ પછી તેણે જેમી સ્મિથને આઉટ કરીને પાંચ વિકેટ લીધી. આકાશદીપે બ્રાઇડન કાર્સને પેવેલિયન મોકલીને ઇંગ્લેન્ડની ઇનિંગનો અંત લાવ્યો. આકાશદીપે બીજી ઇનિંગમાં 21.1 ઓવરમાં 99 રન આપીને 6 વિકેટ લીધી. તેણે બીજી મેચમાં કુલ 10 વિકેટ લીધી.

ભારતીય ક્રિકેટ ટીમે બીજી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડને 336 રનથી હરાવીને શ્રેણીમાં 1-1 થી બરાબર કરી લીધી છે. ભારત માટે બોલરો અને બેટ્સમેનોએ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું. શુભમન ગિલે બંને ઇનિંગ્સમાં સદી ફટકારી હતી. ત્યાં જ મોહમ્મદ સિરાજ અને આકાશ દીપે 5-5 વિકેટ લીધી. પહેલી વાર ભારતીય ટીમે બર્મિંગહામના મેદાન પર ટેસ્ટ મેચ જીતી છે. અગાઉ ભારતે અહીં 8 ટેસ્ટ મેચ રમી હતી, જેમાંથી તે 7 હારી ગયું. હવે ગિલની કેપ્ટનશીપમાં ટીમ ઇન્ડિયાએ અશક્યને શક્ય બનાવ્યું છે. તે બર્મિંગહામમાં ભારતને પહેલી ટેસ્ટ જીત અપાવનાર પ્રથમ કેપ્ટન બન્યો છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ