ઇંગ્લેન્ડનો બીજો દાવ 192 રનમાં સમેટાયો, સુંદરે ચાર વિકેટ અને બુમરાહ-સિરાજે બે-બે વિકેટ લીધી

India vs England, 3rd test Lords: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર ત્રીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. મેચના ચોથા દિવસે ઇંગ્લેન્ડની ટીમ બીજી ઇનિંગમાં બધી વિકેટ ગુમાવ્યા બાદ ફક્ત 192 રન બનાવી શકી છે.

Written by Rakesh Parmar
July 13, 2025 21:35 IST
ઇંગ્લેન્ડનો બીજો દાવ 192 રનમાં સમેટાયો, સુંદરે ચાર વિકેટ અને બુમરાહ-સિરાજે બે-બે વિકેટ લીધી
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર ત્રીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. (તસવીર: X)

India vs England, 3rd test Lords: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર ત્રીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. મેચના ચોથા દિવસે ઇંગ્લેન્ડની ટીમ બીજી ઇનિંગમાં બધી વિકેટ ગુમાવ્યા બાદ ફક્ત 192 રન બનાવી શકી છે. જો રૂટે ઇંગ્લેન્ડ માટે સૌથી વધુ રન બનાવ્યા છે. વોશિંગ્ટન સુંદરે ભારત માટે 4 વિકેટ લીધી.

મેચના ચોથા દિવસે મોહમ્મદ સિરાજે બેન ડકેટને આઉટ કરીને ઇંગ્લેન્ડને પહેલો ઝટકો આપ્યો હતો. સિરાજે ઓલી પોપને પણ પોતાનો શિકાર બનાવ્યો. બેન 12 રન બનાવીને અને ઓલી 4 રન બનાવીને આઉટ થયો. નીતિશ રેડ્ડીએ જેક ક્રોલીને પેવેલિયન મોકલ્યો. ક્રોલીએ 22 રન બનાવ્યા. આકાશદીપે હેરી બ્રુકને પેવેલિયન મોકલ્યો. બ્રુકે 19 બોલમાં 23 રન બનાવ્યા.

બીજી ઇનિંગમાં ચોથા દિવસે ઇંગ્લેન્ડ ઓલઆઉટ થયું છે. જો રૂટ 96 બોલમાં 40 રન બનાવીને આઉટ થયો. જેમી સ્મિથ પણ સુંદર દ્વારા ક્લીન બોલ્ડ થયો. સ્મિથે 14 બોલમાં 8 રન બનાવ્યા. બેન સ્ટોક્સે 96 બોલમાં 33 રન બનાવ્યા. સુંદરે સ્ટોક્સને પેવેલિયન મોકલ્યો. બ્રાયડન કાર્સે ફક્ત એક રન બનાવી શક્યો. બુમરાહે તેને આઉટ કર્યો. ક્રિસ વોક્સે 10 રન બનાવ્યા. શોએબ અને આર્ચર ક્રીઝ પર હાજર છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ