Ind vs Eng: ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર બેટ્સમેન યશસ્વી જયસ્વાલે લોર્ડ્સ ટેસ્ટ મેચમાં ખરાબ પ્રદર્શન બાદ માન્ચેસ્ટરમાં શાનદાર રીતે કમબેક કર્યું છે અને પ્રથમ ઇનિંગમાં ઇંગ્લેન્ડ સામે અડધી સદી ફટકારી હતી. યશસ્વી જયસ્વાલ પ્રથમ ઈનિંગમાં ખુબ જ કાળજીપૂર્વક રમતા રમી હતી અને પોતાની અડધી સદી પુરી કરી હતી.
યશસ્વી જયસ્વાલે કમાલ કરી
યશસ્વીએ પ્રથમ ઈનિંગમાં ઈંગ્લેન્ડ સામે 96 બોલમાં અડધી સદી પુરી કરી હતી. યશસ્વીએ પોતાની 50 રનની ઈનિંગ દરમિયાન 1 સિક્સર અને 9 ફોર ફટકારી હતી. આ અડધી સદી સાથે તે માન્ચેસ્ટરમાં 1974 પછી ઈંગ્લેન્ડ સામે અડધી સદી ફટકારનારો સૌપ્રથમ ભારતીય ઓપનર બેટ્સમેન બન્યો છે. પ્રથમ ઇનિંગમાં યશસ્વીએ 107 બોલમાં એક સિક્સર અને 10 ફોરની મદદથી 58 રન બનાવ્યા હતા.
સુનીલ ગાવસ્કરે 51 વર્ષ પહેલા અડધી સદી ફટકારી હતી
યશસ્વી જયસ્વાલ પહેલા સુનીલ ગાવસ્કરે 1974માં માન્ચેસ્ટરમાં ઇંગ્લેન્ડ સામે ભારતીય ઓપનર તરીકે અડધી સદી ફટકારી હતી. હવે 51 વર્ષ બાદ કોઈ ભારતીય બેટ્સમેને આ મેદાન પર ઓપનર તરીકે અડધી સદી ફટકારવાની સિદ્ધિ મેળવી છે.
આ પણ વાંચો – અંશુલ કંબોજનું ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ, એક ઇનિંગ્સમાં ઝડપી ચુક્યો છે 10 વિકેટ
ચોથી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય ટીમ તરફથી યશસ્વી જયસ્વાલ અને કેએલ રાહુલે ઇનિંગની શરૂઆત કરી હતી. બંને વચ્ચે પ્રથમ વિકેટ માટે 94 રનની સારી ભાગીદારી થઈ હતી. કેએલ રાહુલ પ્રથમ ઈનિંગમાં 46 રન બનાવી આઉટ થયો હતો અને અડધી સદી ચૂકી ગયો હતો.