India vs England, 5th Test Match: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચોની ટેસ્ટ શ્રેણીની છેલ્લી મેચ લંડનના કેનિંગ્ટન ઓવલ ખાતે રમાઈ રહી છે અને આજે આ મેચનો ચોથો દિવસ છે. આ મેચમાં ઇંગ્લેન્ડને જીતવા માટે 374 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. જોકે ખરાબ પ્રકાશને કારણે અમ્પાયરે રમત બંધ કરવાનો નિર્ણય લીધો છે. 76.2 ઓવર પછી ઇંગ્લેન્ડનો સ્કોર 339/6 છે. ભારતને જીતવા માટે 4 વિકેટની જરૂર છે, જ્યારે ઇંગ્લેન્ડને 35 રનની જરૂર છે.
બેન ડકેટ 34 રન બનાવીને ક્રીઝ પર ઉભો છે. ઇંગ્લેન્ડને જીતવા માટે હજુ 35 રનની જરૂર છે. બીજી ઇનિંગમાં સમગ્ર ભારતીય ટીમ 396 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી યશસ્વી જયસ્વાલે સદી ફટકારી હતી, જ્યારે આકાશદીપે 66 અને વોશિંગ્ટન સુંદરે 53 રનનું યોગદાન આપ્યું હતું.
આ પણ વાંચો: હેરી બ્રુકે ભારત સામે આટલા બોલમાં સદી ફટકારી, રોહિત અને ગિલની બરાબરી કરી
હાલમાં ગ્રાઉન્ડ સ્ટાફ મેદાનમાં સફાઈ કામ કરી રહ્યા છે. જોકે વરસાદ હવે લગભગ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે અને અમ્પાયરો પણ બહાર નીકળી ગયા છે. તમને જણાવી દઈએ કે આજે ઓવેલમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી, જોકે આજે રમત માટે હજુ દોઢ કલાક બાકી છે, જો પરિણામ શક્ય તો આવી શકે છે.