Ind vs Eng 4th Test, India vs England Score Updates : ઇંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટના પ્રથમ દિવસે ભારતનું પ્રભુત્વ જોવા મળ્યું હતું. સાંઇ સુદર્શન અને યશસ્વી જયસ્વાલની અડધી સદીની મદદથી ભારતે પ્રથમ દિવસના અંતે 83 ઓવરમાં 4 વિકેટે 264 રન બનાવી લીધા છે. દિવસના અંતે રવિન્દ્ર જાડેજા 19 અને શાર્દુલ ઠાકુર 19 રને રમતમાં છે.
બન્ને ટીમો આ પ્રમાણે છે
ભારત : યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઇ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), ઋષભ પંત, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ, અંશુલ કંબોજ.
ઇંગ્લેન્ડ : ઝેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, હેરી બ્રુક, બેન સ્ટોક્સ (કેપ્ટન), જેમી સ્મિથ, જોફ્રા આર્ચર, ક્રિસ વોક્સ, બ્રાયડન કાર્સ, લિયામ ડોસન.





