Ind vs Eng 5th Test : ભારત વિ ઇંગ્લેન્ડ પાંચમી ટેસ્ટ, કરુણ નાયરે અડધી સદી ફટકારી બાજી સંભાળી

ભારત વિ ઇંગ્લેન્ડ સ્કોર, પાંચમી ટેસ્ટ : કરુણ નાયરની અડધી સદી, શુભમન ગિલ 21 રને રન આઉટ. સાંઇ સુદર્શનના 38 રન

Written by Ashish Goyal
Updated : July 31, 2025 23:59 IST
Ind vs Eng 5th Test  : ભારત વિ ઇંગ્લેન્ડ પાંચમી ટેસ્ટ, કરુણ નાયરે અડધી સદી ફટકારી બાજી સંભાળી
India vs England Live Score Updates, 5th Test : ભારત વિ ઇંગ્લેન્ડ પાંચમી ટેસ્ટ સ્કોર અપડેટ્સ (તસવીર - સોશિયલ મીડિયા)

Ind vs Eng 5th Test, India vs England Score Updates : ઇંગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટમાં ભારતે અંતિમ અહેવાલ મળ્યા ત્યારે 63 ઓવરમાં 6 વિકેટે 204 રન બનાવી લીધા છે. કરુણ નાયરે અડધી સદી ફટકારી બાજી સંભાળી હતી. સાંઇ સુદર્શનને 38 રન બનાવ્યા હતા. શુભમન ગિલ 21 રને રન આઉટ થયો હતો.

બન્ને ટીમો આ પ્રમાણે છે

ભારત : યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઇ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), કરુણ નાયર, ધ્રુવ જુરેલ, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, મોહમ્મદ સિરાજ, આકાશદીપ, પ્રસિદ્ધ કૃષ્ણા.

ઇંગ્લેન્ડ : ઝેક ક્રોલી, ⁠બેન ડકેટ, ⁠ઓલી પોપ (કેપ્ટન), ⁠જો રૂટ, ⁠હેરી બ્રુક, ⁠જેમી સ્મિથ, જેકબ બેથેલ, ક્રિસ વોક્સ, ગસ એટકિંસન, જેમી ઓવરટન, જોશ ટંગ.

Read More
Live Updates

Ind vs Eng 5th Test Live Day 1 : કરુણ નાયરની અડધી સદી

કરુણ નાયરે 89 બોલમાં 7 ફોર સાથે અડધી સદી ફટકારી. ભારતે 61.1 ઓવરમાં 200 રન પુરા કર્યા.

Ind vs Eng 5th Test Live Day 1 : ધ્રુવ જુરેલ 19 રને આઉટ

ધ્રુવ જુરેલ 40 બોલમાં 2 ફોર સાથે 19 રને ગસ એટકિંસનની ઓવરમાં 19 રને આઉટ. ભારતે 153 રને છઠ્ઠી વિકેટ ગુમાવી દીધી.

Ind vs Eng 5th Test Live Day 1 : રવિન્દ્ર જાડેજા આઉટ

રવિન્દ્ર જાડેજા 13 બોલમાં 1 ફોર સાથે 9 રન બનાવી જોશ ટંગની ઓવરમાં કેચ આઉટ થયો. ભારતે 123 રને પાંચમી વિકેટ ગુમાવી.

Ind vs Eng 5th Test Live Day 1 : સુદર્શન આઉટ

સાંઇ સુદર્શન 108 બોલમાં 6 ફોર સાથે 38 રન બનાવી જોશ ટંગની ઓવરમાં કેચ આઉટ થયો. ભારતે 101 રને ચોથી વિકેટ ગુમાવી. ભારતે 34.3 ઓવરમાં 100 રન પુરા કર્યા હતા.

Ind vs Eng 5th Test Live Day 1 : શુભમન ગિલ 21 રને રન આઉટ

શુભમન ગિલ 35 બોલમાં 4 ફોર સાથે 21 રન બનાવી રન આઉટ થયો. ભારતે 83 રને ત્રીજી વિકેટ ગુમાવી.

Ind vs Eng 5th Test Live Day 1 : ખરાબ આઉટફિલ્ડના કારણે મેચ અટકાવી

પાંચમી ટેસ્ટમાં ભારતે 23 ઓવરમાં 2 વિકેટે 72 રન બનાવી લીધા છે. હાલ ખરાબ આઉટફિલ્ડના કારણે મેચ અટકાવવામાં આવી છે. સાંઇ સુદર્શન 25 અને શુભમન ગિલ 15 રને રમતમાં છે.

Ind vs Eng 5th Test Live Day 1 : કેએલ રાહુલ 14 રને આઉટ

કેએલ રાહુલ 40 બોલમાં 1 ફોર સાથે 14 રન બનાવી ક્રિસ વોક્સની ઓવરમાં બોલ્ડ થયો. ભારતે 38 રને બીજી વિકેટ ગુમાવી.

Ind vs Eng 5th Test Live Day 1 : ભારતના 10 ઓવરમાં 1 વિકેટે 33 રન

પાંચમી ટેસ્ટમાં ભારતે 10 ઓવરમાં 1 વિકેટે 33 રન બનાવી લીધા છે. કેએલ રાહુલ 13 અને સાંઇ સુદર્શન 5 રને રમતમાં છે.

Ind vs Eng 5th Test Live Day 1 : યશસ્વી જયસ્વાલ આઉટ

યશસ્વી જયસ્વાલ 9 બોલમાં 2 રન બનાવી ગસ એટકિંસનની ઓવરમાં એલબી આઉટ થયો. ભારતે 10 રને પ્રથમ વિકેટ ગુમાવી.

Ind vs Eng 5th Test Live Day 1 : ભારતની પ્લેઇંગ ઇલેવનમાં ચાર ફેરફાર કરાયા

ભારતની ટીમમાં ચાર ફેરફાર કરાયા છે. ઋષભ પંત, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ અને અંશુલ કંબોજના કરુણ નાયર, ધ્રુવ જુરેલ, આકાશદીપ અને પ્રસિદ્ધ કૃષ્ણાનો સમાવેશ કરાયો છે.

Ind vs Eng 5th Test Live Day 1 : ઇંગ્લેન્ડ પ્લેઇંગ ઇલેવન

ઝેક ક્રોલી, ⁠બેન ડકેટ, ⁠ઓલી પોપ (કેપ્ટન), ⁠જો રૂટ, ⁠હેરી બ્રુક, ⁠જેમી સ્મિથ, જેકોબ બેથેલ, ક્રિસ વોક્સ, ગસ એટકિંસન, જેમી ઓવરટન, જોશ ટંગ.

Ind vs Eng 5th Test Live Day 1 : ભારત પ્લેઇંગ ઇલેવન

યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઇ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), કરુણ નાયર, ધ્રુવ જુરેલ, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, મોહમ્મદ સિરાજ, આકાશદીપ, પ્રસિદ્ધ કૃષ્ણા.

Ind vs Eng 5th Test Live Day 1 : ઇંગ્લેન્ડે ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો

ભારત સામેની પાંચમી ટેસ્ટમાં ઇંગ્લેન્ડના કેપ્ટન ઓલી પોપે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

Ind vs Eng 5th Test Live Day 1 : IND vs ENG 5મી ટેસ્ટ ઓવલ પિચ રિપોર્ટ

ઓવલની પીચ પરંપરાગત રીતે બેટ્સમેન ફ્રેન્ડલી રહી છે, અને તાજેતરમાં આ મેદાન પર રમાયેલી કાઉન્ટી મેચમાં બંને ઈનિંગમાં આશરે 1500 રન નોંધાયા હતા. ઐતિહાસિક રીતે આ મેદાન ખાસ કરીને સૂકી પીચની સ્થિતિમાં હાઈસ્કોર સ્કોર કરવા માટે જાણીતું છે. ધ ઓવલ ખાતે પ્રથમ ઇનિંગ્સનો સરેરાશ સ્કોર ૩૪૩ રન છે. જોકે હવામાનની સ્થિતિ મેચ દરમિયાન પીચના વર્તનને અસર કરી શકે છે.

Ind vs Eng 5th Test Live Day 1 : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજથી પાંચમી ટેસ્ટ

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજથી શ્રેણીની પાંચમી અને અંતિમ ટેસ્ટનો પ્રારંભ થશે. આ ટેસ્ટ મેચ લંડનના ઓવલમાં રમાશે. ભારત પાસે શ્રેણીને સરભર કરવાની અંતિમ તક છે. હાલ ભારત 2-1થી પાછળ છે

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ