ન્યૂઝીલેન્ડ સામે 3 મેચની ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત, બુમરાહને વાઇસ કેપ્ટનની જવાબદારી

India-New Zealand Test Series : ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 3 મેચોની ટેસ્ટ શ્રેણી રમાશે. મોહમ્મદ શમીનું નામ ટીમમાં નથી. શમી હજુ ઈજામાંથી સાજો થયો છે કે કેમ તે જાણી શકાયું નથી

Written by Ashish Goyal
Updated : October 11, 2024 23:56 IST
ન્યૂઝીલેન્ડ સામે 3 મેચની ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત, બુમરાહને વાઇસ કેપ્ટનની જવાબદારી
ભારતીય ટેસ્ટ ટીમ. (BCCI)

India Squad For New Zealand Test Series : ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ મેચની ટેસ્ટ શ્રેણી માટે ભારતની 15 સભ્યોની ટીમની જાહેરાત કરવામાં આવી છે. ટીમની આગેવાની રોહિત શર્માના હાથમાં છે, જ્યારે જસપ્રીત બુમરાહને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. લાંબા સમય પછી જ્યારે ટીમની પસંદગી કરતી વખતે કેપ્ટન તેમજ વાઇસ કેપ્ટનના નામની જાહેરાત કરવામાં આવી છે.

ન્યૂઝીલેન્ડના ભારત પ્રવાસનો પ્રારંભ 16મી ઓક્ટોબરે બેંગલુરુમાં પ્રથમ ટેસ્ટ મેચથી થશે.સિરીઝની છેલ્લી ટેસ્ટ મેચ 1 નવેમ્બર 2024થી શરૂ થશે. તે દિવસે દિવાળી પણ છે

મોહમ્મદ શમી ટીમમાંથી હજુ દૂર

મોહમ્મદ શમીનું નામ ટીમમાં નથી. મોહમ્મદ શમી હજુ ઈજામાંથી સાજો થયો છે કે કેમ તે જાણી શકાયું નથી. શમી ગત વર્ષે નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયા સામે મેન્સ વર્લ્ડ કપની ફાઈનલ બાદ ભારત તરફથી રમ્યો નથી. આ પછી તે ટીમમાં પરત ફરવા માટે સંઘર્ષ કરી રહ્યો છે.

યશ દયાલ બહાર, મયંક યાદવ ટ્રાવેલિંગ રિઝર્વ

ગત મહિને બાંગ્લાદેશ સામેની શ્રેણીના 16માં સભ્ય તરીકે પસંદગી પામેલા ડાબોડી ફાસ્ટ બોલર યશ દયાલને ડ્રોપ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ઓલરાઉન્ડર નીતિશ રેડ્ડીની સાથે ત્રણ ફાસ્ટ બોલર હર્ષિત રાણા, મયંક યાદવ અને પ્રસિદ્ધ કૃષ્ણાને ટ્રાવેલિંગ રિઝર્વ તરીકે પસંદ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો – BCCI એ ડોમેસ્ટિક ક્રિકેટના નિયમોમાં કર્યો ફેરફાર, હવે બેટ્સમેનને ચાલાકી કરવી ભારે પડશે

ભારત વિ. ન્યૂઝીલેન્ડ ટેસ્ટ શ્રેણીનો કાર્યક્રમ

ટેસ્ટતારીખસ્થળ
પ્રથમ ટેસ્ટ મેચ16 થી 20 ઓક્ટોબર 2024બેંગલુરુ
બીજી ટેસ્ટ મેચ24 થી 28 ઓક્ટોબર 2024પુણે
ત્રીજી ટેસ્ટ મેચ1 થી 5 નવેમ્બર 2024મુંબઈ

ન્યુઝીલેન્ડ સામેની ત્રણ ટેસ્ટ માટે ભારતની ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), જસપ્રીત બુમરાહ (વાઈસ કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, સરફરાઝ ખાન, ઋષભ પંત , ધુ્રવ જુરેલ , રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, આકાશદીપ.

ટ્રાવેલિંગ રિઝર્વઃ હર્ષિત રાણા, નીતિશ કુમાર રેડ્ડી, મયંક યાદવ અને પ્રસિદ્ધ કૃષ્ણા.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ