India vs New Zealand 2nd T20I, Team India Predicted Playing 11: ODI સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ કર્યા બાદ, ન્યૂઝીલેન્ડે T20 ક્રિકેટમાં શાનદાર શરૂઆત કરી છે. તેઓએ રાંચીમાં પ્રથમ T20માં જીત નોંધાવીને 1-0ની લીડ મેળવી લીધી છે. પ્રથમ ટી20માં વોશિંગ્ટન સુંદર સિવાય ટીમ ઈન્ડિયાના બોલરો અને બેટ્સમેનોનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું. બીજી મેચ લખનૌમાં રમાવાની છે. હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ટીમમાં કેટલાક ફેરફાર થઈ શકે છે.
ટોપ ઓર્ડરમાં ફેરફાર થઈ શકે છે
ટીમ ઈન્ડિયાના ટોપ ઓર્ડરની વાત કરીએ તો, ઈશાન કિશન, શુભમન ગિલ અને રાહુલ ત્રિપાઠીનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નથી. ઇશાન કિશને શ્રીલંકા સામે 3 મેચમાં 40 રન બનાવ્યા હતા અને રાંચીમાં માત્ર 4 રન બનાવીને આઉટ થયો હતો. શુભમન ગિલ અને રાહુલ ત્રિપાઠીએ શ્રીલંકા સામેની સિરીઝમાં ડેબ્યૂ કર્યું હતું, પરંતુ બંનેએ અત્યાર સુધી સંઘર્ષ કર્યો છે. પૃથ્વી શૉને લખનૌમાં રમાનારી બીજી ટી-20માં તક મળી શકે છે.
પૃથ્વી શૉને તક મળી શકે છે
રાહુલ ત્રિપાઠીને પડતા મુકવામાં આવી શકે છે. જો પૃથ્વી શૉને તક મળશે તો તે 18 મહિના પછી ટીમ ઈન્ડિયા તરફથી રમતા જોવા મળશે. તેણે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ જુલાઈ 2021માં શ્રીલંકા સામે રમી હતી. ટી20માં તે તેની ડેબ્યૂ મેચ હતી. વિકેટકીપિંગના કારણે ઈશાન કિશનને પડતો મૂકવો મુશ્કેલ છે. શુભમન ગિલ અંગે હાર્દિક પંડ્યાએ પહેલેથી જ કહ્યું છે કે, તેને પૂરતી તકો આપવામાં આવશે.
અર્શદીપ સિંહનો વિકલ્પ કોણ છે?
ટીમ ઈન્ડિયામાં બીજો ફેરફાર બોલિંગમાં થઈ શકે છે. અર્શદીપ સિંહની જગ્યાએ મુકેશ કુમારને તક મળી શકે છે. સ્થાનિક ક્રિકેટમાં બંગાળ માટે શાનદાર પ્રદર્શન કરનાર આ ખેલાડીને ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023 (IPL 2023) પહેલા હરાજીમાં દિલ્હી કેપિટલ્સ (DC) દ્વારા રૂ. 5.5 કરોડમાં ખરીદ્યો હતો. અર્શદીપ સિંહ ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ T20માં લાઇન લેન્થ મેળવવા માટે સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો. નો બોલની સમસ્યા હજુ સુધી હલ થઈ નથી. તેણે 20મી ઓવરમાં 27 રન લૂટાવ્યા જે ટીમ ઈન્ડિયા માટે મોંઘા સાબિત થયા.
ટીમ ઇન્ડિયાના સંભવીત પ્લેઇંગ 11
ઈશાન કિશન, શુભમન ગિલ, રાહુલ ત્રિપાઠી/પૃથ્વી શો, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, વોશિંગ્ટન સુંદર, દીપક હુડા, શિવમ માવી, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ/મુકેશ કુમાર, ઉમરાન મલિક.
આ પણ વાંચો – પ્રથમ ટી-20 : ડેરિલ મિશેલની આક્રમક અડધી સદી, ટીમ ઇન્ડિયાનો ન્યૂઝીલેન્ડ સામે પરાજય
ન્યુઝીલેન્ડ સંભવીત પ્લેઇંગ 11
ફિન એલન, ડેવોન કોનવે (wk), માર્ક ચેપમેન, ડેરીલ મિશેલ, ગ્લેન ફિલિપ્સ, મિશેલ સેન્ટનર (c), માઈકલ બ્રેસવેલ, જેકબ ડફી, ઈશ સોઢી, લોકી ફર્ગ્યુસન, બ્લેર ટિકનર.