Virat Kohli 50 Century: કોહલીની વર્લ્ડ કપમાં ‘વિરાટ’ સદી, સચિન તેંડુલકરનો 20 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો; ODI વર્લ્ડકપમાં સૌથી વધુ રન બનાવનાર ક્રિકેટર કોણ છે? જાણો

Virat Kohli 50 Century In Ind vs NZ Semi Final Match: વિરાટ કોહલીએ ODI વર્લ્ડ કપની સેમીફાઈનલમાં પ્રથમ વખત સદી ફટકારી અને ODIમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન પણ બન્યો. આજની ધુંઆધર બેટિંગથી વિરાટ કોહલી એ ક્રિકેટ મેચની ઇતિહાસના બે સૌથી મોટા રેકોર્ડ તોડ્યા

Written by Ajay Saroya
Updated : November 15, 2023 18:25 IST
Virat Kohli 50 Century: કોહલીની વર્લ્ડ કપમાં ‘વિરાટ’ સદી, સચિન તેંડુલકરનો 20 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો; ODI વર્લ્ડકપમાં સૌથી વધુ રન બનાવનાર ક્રિકેટર કોણ છે? જાણો
વિરાટ કોહલી (Express photo by Partha Paul)

Virat Kohli 50th Century In Ind vs NZ Semi Final Match: ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ ODI વર્લ્ડ કપ 2023ની સેમિફાઇનલ મેચમાં ન્યૂઝીલેન્ડ સામે તેની ODI ક્રિકેટ કારકિર્દીની 50મી સદી ફટકારી અને ક્રિકેટના આ ફોર્મેટમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો. કોહલીએ 49 ODI સદી ફટકારનાર ટીમ ઈન્ડિયાના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડી નાખ્યો અને તેમનાથી આગળ નીકળીને ઇતિહાસ રચ્યો.

ઉપરાંત વિરાટ કોહલીએ તેની ચોથી વનડે વર્લ્ડ કપ સેમીફાઈનલમાં સદી ફટકારવાનું પણ સન્માન મેળવ્યું હતું. આ પહેલા તે ત્રણ વખત ODI વર્લ્ડ કપની સેમીફાઈનલ રમી ચૂક્યો હતો, પરંતુ દરેક વખતે તે નિષ્ફળ રહ્યો હતો. એટલું જ નહીં, હવે કોહલી ODI વર્લ્ડ કપની એક સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો અને સચિનથી આગળ નીકળી ગયો છે. કોહલી હવે સૌરવ ગાંગુલી પછી વિશ્વ કપ સેમિફાઇનલમાં ભારત માટે સદી ફટકારનાર બીજો ભારતીય બેટ્સમેન બન્યો છે. ગાંગુલીએ આ કમાલ વર્ષ 2003માં દેખાડ્યો હતો.

Bollywood celebrities instagram post charges
ક્રિકેટર વિરાટ કોહિલના 250 મિલિયન એટલે કે 25 કરોડ ફોલોઅર્સ છે.

કોહલીએ ODI વર્લ્ડ કપ 2023માં ત્રીજી સદી ફટકારી હતી (Virat Kohli Century In ODI World Cup 2023)

આ વર્લ્ડ કપ સિઝનમાં વિરાટ કોહલીની સતત ધુંઆધર બેટિંગ જોવા મળી રહી છે અને તેણે ન્યૂઝીલેન્ડ સામેની સેમિફાઈનલ મેચમાં આ સિઝનની ત્રીજી સદી ફટકારી હતી. તેણે લીગ મેચ દરમિયાન બે સદી ફટકારી હતી અને હવે ન્યૂઝીલેન્ડ સામેની આ મહત્વપૂર્ણ મેચમાં કોહલી તરફથી ત્રીજી સદી ફટકારવામાં આવી છે. વિરાટ કોહલીએ આ મેચમાં 106 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી અને આ દરમિયાન તેણે એક સિક્સર અને 8 ફોર ફટકારી હતી.

કોહલીની આ 50મી ODI સદી હતી અને તે સચિન કરતા પણ આગળ નીકળી ગયો હતો. આ સદી ફટકાર્યા બાદ તેંડુલકરે પોતે વિરાટ કોહલીનું સ્વાગત કર્યું હતુ. તો આ ઇનિંગ બાદ વિરાટ કોહલીએ સચિનનો આભાર માન્યો હતો. આ મેચમાં કોહલીએ 113 બોલમાં 2 સિક્સર અને 9 ચોગાની મદદથી 117 રન બનાવ્યા હતા અને આઉટ થયો હતો.

ક્રિકેટમાં સૌથી વધુ વન-ડે સદી ફટકારનાર ખેલાડીઓનો રેકોર્ડ (Higesht Run Records In ODI World Cup)

50 – વિરાટ કોહલી49 – સચિન તેંડુલકર31 – રોહિત શર્મા30 – રિકી પોન્ટિંગ28 – સનથ જયસૂર્યા

વર્લ્ડ કપ સિઝનમાં સૌથી વધુ રન હવે વિરાટ કોહલીના નામે (Virat Kohli Run Rates In ODI World Cup 2023)

હવે વિરાટ કોહલી વન-ડે વર્લ્ડ કપની એક સિઝનમાં સૌથી વધુ રન બનાવવાના મામલે પ્રથમ સ્થાને આવી ગયો છે. ન્યૂઝીલેન્ડ સામે તેણે 80 રન બનાવ્યા કે તરત જ તેણે સચિન તેંડુલકરને પાછળ છોડી આગળ નીકળી ગયા છે. સચિન તેંડુલકરે વર્ષ 2003માં ODI વર્લ્ડ કપની એક સિઝનમાં સૌથી વધુ 673 રન બનાવ્યા હતા, પરંતુ હવે વિરાટ કોહલી તેનાથી આગળ નીકળી ગયો છે. કોહલીએ સચિન તેંડુલકરનો 20 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો અને હવે તે વર્લ્ડ કપની એક સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે.

આ પણ વાંચો | વર્લ્ડ કપ 2023 : નોકઆઉટમાં રહેશે રિઝર્વ ડે, વર્લ્ડ ચેમ્પિયનને કેટલી ઇનામી રકમ મળશે, જાણો તમામ વિગતો

એક વર્લ્ડ કપની સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓ (World Cup Cricket Match Run Records)

674 રન – વિરાટ કોહલી (2023) (સમાચાર લખ્યા ત્યાં સુધી)673 રન – સચિન તેંડુલકર (2003)659 રન – મેથ્યુ હેડન (2007)648 રન – રોહિત શર્મા (2019)647 રન – ડેવિડ વોર્નર (2019)606 રન – શાકિબ અલ હસન (2019)

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ