India New Zealand Test Match: ન્યૂઝીલેન્ડે ભારતને 3 મેચની ટેસ્ટ સીરિઝના પ્રથમ મેચમાં રવિવારે (20 ઓક્ટોબર) હરાવ્યું હતું. કિવી ટીમે 36 વર્ષ બાદ ભારતમાં ટેસ્ટ મેચ જીતી હતી. ન્યુઝીલેન્ડ મહારાષ્ટ્ર બહાર પ્રથમ વખત ટીમ ઈન્ડિયા સામે ટેસ્ટ મેચ જીત છે. ભારતમાં આ તેની ત્રીજી ટેસ્ટ જીત છે. આ હાર સાથે રોહિત શર્માએ ટાઇગર પટૌડી અને દિલીપ વેંગસરકરની ક્લબમાં એન્ટ્રી કરી લીધી છે. ભારતમાં ટોમ લાથમ ટેસ્ટ મેચ જીતનાર ન્યૂઝીલેન્ડના ત્રીજો કેપ્ટન બની ગયા છે.
વરસાદથી પ્રભાવિત બેંગલુરૂ ટેસ્ટમાં રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. તેનો આ નિર્ણય ખોટો સાબિત થયો. ભારતીય ટીમ પ્રથમ ઇનિંગમાં માત્ર 46 રન બનાવી આઉટ થઇ ગઇ હતી. આ તેનો ઘરઆંગણે સૌથી ઓછો સ્કોર હતો. ન્યૂઝીલેન્ડ ટીમે પ્રથમ ઇનિંગમાં 402 રન બનાવ્યા હતા. ભારતીય ટીમે બીજી ઇનિંગમાં શાનદાર વાપસી કરી હતી. તેણે 462 રન બનાવ્યા હતા. પરંતુ પ્રથમ ઇનિંગમાં આટલા ઓછા સ્કોર પર આઉટ થવાનું નુકસાન તેને ભોગવવું પડ્યું હતું. ન્યૂઝીલેન્ડને ટીમ ઈન્ડિયાને જીત માટે માત્ર 107 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
રોહિત શર્મા ટાઇગર પટૌડી – દિલીપ વેંગસરકર ક્લબમાં સામેલ
ટીમ ઈન્ડિયાન ઘરઆંગણે 1969માં સૌપ્રથમ વખત ન્યુઝીલેન્ડ સામે ટેસ્ટ મેચમાં હારનો સામનો કરવો પડયો. ત્યારે મંસૂર અલી ખાન પટૌડી કેપ્ટન હતા. ભારતને 167 રનથી હાર મળી હતી. આ પછી 1988માં દિલીપ વેંગસરકરની કેપ્ટન્સીમાં ભારતને હારનો સામનો કરવો પડયો. તે મેચમાં ભારત 136 રનથી હાર્યું હતું. હવે રોહિત શર્માની કેપ્ટનશીપમાં ભારત મેચ હાર્યું છે.
ન્યૂઝીલેન્ડે મહારાષ્ટ્રની બહાર પ્રથમ વખત ટેસ્ટ મેચ જીતી
ભારતમાં ન્યૂઝીલેન્ડે પહેલી વખત મહારાષ્ટ્રની બહાર ટેસ્ટ મેચ જીતી છે. 1969માં તેણે નાગપુરમાં પ્રથમ ટેસ્ટ જીત નોંધાવી હતી. 1988માં વાનખેડે ખાતેની ટેસ્ટ મેચ જીત્યા હતા. રસપ્રદ બાબત એ છે કે, ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની હાલની ટેસ્ટ સીરિઝની આગામી બે મેચ મહારાષ્ટ્રમાં રમાશે. બીજી ટેસ્ટ પુણેમાં અને ત્રીજી ટેસ્ટ વાનખેડે સ્ટેડિયમમાં રમાશે.
IND vs NZ 1st Test મેચ ન્યૂઝીલેન્ડ 8 વિકેટથી જીત્યું
ટોમ લાથમ ભારતમાં ટેસ્ટ જીતનાર ન્યૂઝીલેન્ડનો ત્રીજો કેપ્ટન બન્યો
ન્યુઝીલેન્ડના ટેસ્ટ કેપ્ટન બન્યા બાદ ટોમ લાથમે પહેલી જ મેચમાં કમાલ કરી હતી. તે ભારતમાં ટેસ્ટ જીતનાર ન્યૂઝીલેન્ડનો ત્રીજો કેપ્ટન બની ગયો છે. 1969માં ગ્રેહામ ડોવલિંગની કેપ્ટન્સીમાં ન્યુઝીલેન્ડે જીત મેળવી હતી. તે ભારતમાં ટેસ્ટ જીતનાર પ્રથમ કિવી કેપ્ટન પણ છે. 1988માં ન્યુઝીલેન્ડે જોન રાઈટની કેપ્ટન્સીમાં આ ટેસ્ટ જીતી હતી. જ્હોન રાઈટની ગણના ભારતના સૌથી સફળ કોચમાં થાય છે.