/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/09/bryan-johnson-2023-09-08T172918.079.jpg)
એશિયા કપ 2023માં સુપર 4માં ભારત અને પાકિસ્તાન 10 સપ્ટેમ્બરે ટકરાશે. (સ્રોત- Instagram/@espncricinfo)
India vs Pakistan Asia Cup 2023 Super Four Cricke Match : એશિયા કપમાં વરસાદને કારણે, ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ અનિર્ણિત અથવા રદ થશે નહીં. એશિયન ક્રિકેટ કાઉન્સિલે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચો માટે રિઝર્વ ડે રાખવાનો નિર્ણય કર્યો છે. એશિયા કપ 2023માં સુપર 4માં ભારત અને પાકિસ્તાન વચ્ચે 10 સપ્ટેમ્બરે મેચ રમાશે.
ભારત અને પાકિસ્તાનની આ મેચ કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાવાની છે. મેચના દિવસે વરસાદની સંભાવના છે. જો વરસાદને કારણે 10 સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ નહીં રમાય તો તે બીજા દિવસે રમાશે. ઉપરાંત એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) એ પણ 17 સપ્ટેમ્બરે યોજાનારી ફાઈનલ માટે રિઝર્વ દિવસ રાખ્યો છે.
ACCનો પહેલો પ્રયાસ મેચ મૂળ દિવસે જ પૂર્ણ કરવાનો રહેશે. ભલે આ માટે ઓવર કાપવી પડે. જો તેમ છતાં મેચ પૂર્ણ ન થાય તો, રિઝર્વ દિવસે મેચ ત્યાંથી શરૂ થશે જ્યાં પ્રથમ દિવસનો છેલ્લો બોલ ફેંકવામાં આવ્યો હતો.
છેલ્લી વખત એશિયા કપ 2023માં બંને ટીમો આમને સામને આવી હતી ત્યારે પલ્લિકેલમાં વરસાદને કારણે મેચ રદ્દ કરવામાં આવી હતી. ત્યારબાદ આ જ સ્થળે નેપાળ સામેની ભારતની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચમાં પણ વરસાદે વિક્ષેપ પાડ્યો હતો. જો કે તે દિવસે તેટલો વરસાદ પડ્યો ન હતો. જેના કારણે ભારતને 23 ઓવરનો લક્ષ્યાંક હાંસલ કરવાનો મોકો મળ્યો.
પીસીબીએ મેચને કોલંબોથી હંબનટોટા ખસેડવાની વિચાર કર્યો હતો
હવામાન વિભાગે આ સપ્તાહે કોલંબોમાં વરસાદની આગાહી કરી છે. કદાચ આ જ કારણ હતું કે એશિયા કપના સત્તાવાર યજમાન પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) મેચને કોલંબોથી હમ્બનટોટા ખસેડવાનો વિચાર કર્યો હતો. પરંતુ ACC એ તમામ હિતધારકોને ઈમેલ મોકલ્યો હતો. ઈમેલમાં કહેવામાં આવ્યું છે કે મેચો મૂળ નિર્ધારિત પ્રમાણે કોલંબોમાં રમાશે.
પાકિસ્તાન વિરુદ્ધ એક્શનમાં વાપસી કરી શકે છે જસપ્રીત બુમરાહ
PCB અનિચ્છાએ આ નિર્ણય માટે સંમત થયું હતું. ભારત-પાકિસ્તાન મેચ પર પણ વરસાદનો ખતરો છે. જો હવામાન સાફ થઈ જાય, તો ભારતીય બોલિંગન આગેવાની જસપ્રિત બુમરાહ તેના બાળકના જન્મને કારણે નેપાળ સામેની મેચ ચૂકી ગયા પછી એક્શનમાં વાપસી કરી શકે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us