Rohit Sharma Most ODI Sixes: ભારતીય ઓપનર અને ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્માએ સાઉથ આફ્રિકા સામેની શ્રેણીની પ્રથમ વન ડેમાં ત્રણ સિક્સર ફટકારીને વન ડે ક્રિકેટમાં સૌથી વધુ સિક્સરનો વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે. તેણે પાકિસ્તાનના પૂર્વ ખેલાડી શાહિદ આફ્રિદીનો રેકોર્ડ તોડ્યો છે. રોહિતે વન ડે કારકિર્દીની 352મી સિક્સર ફટકારીને આફ્રિદીને પાછળ છોડી દીધો હતો.
વન ડે માં નહીં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ રોહિત શર્માના નામે સૌથી વધુ સિક્સરો છે. રોહિત શર્માએ રાંચી વન ડેમાં સાઉથ આફ્રિકા સામે 51 બોલમાં 57 રનની શાનદાર ઈનિંગ રમી હતી. આ ઈનિંગમાં તેણે 5 ફોર અને ત્રણ સિક્સર ફટકારીને શાહિદ આફ્રિદીનો રેકોર્ડ તોડી નાંખ્યો હતો. બીજી વિકેટ માટે તેણે વિરાટ કોહલી સાથે 136 રનની શાનદાર ભાગીદારી કરી હતી.
વન ડે ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર
- શાહિદ આફ્રિદી – 351 (ઇનિંગ્સ 369)
- રોહિત શર્મા – 352* (ઇનિંગ્સ 269*)
- ક્રિસ ગેલ – 331 (ઇનિંગ્સ 294)
- સનથ જયસૂર્યા – 270 (ઇનિંગ્સ 433)
- એમએસ ધોની – 229 (ઇનિંગ્સ 297)
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર
- રોહિત શર્મા – 645* (536 ઇનિંગ્સ)
- ક્રિસ ગેલ – 553 (ઇનિંગ્સ 551)
- શાહિદ આફ્રિદી – 476 (ઇનિંગ્સ 508)
- બ્રેન્ડન મેક્કુલમ – 398 (ઇનિંગ 474)
- જોશ બટલર – 387 (ઇનિંગ્સ 401)
આ પણ વાંચો – અભિષેક શર્માની આક્રમક ઇનિંગ્સ, 16 ફોર અને 8 સિક્સર ફટકારી ઘણા રેકોર્ડ તોડ્યા
રોહિત શર્માની વન-ડે કારકિર્દી
રોહિત શર્મા હવે માત્ર વન-ડે ક્રિકેટ રમે છે. તેણે ટેસ્ટ અને ટી-20માંથી નિવૃત્તિ લીધી છે. તેમની કેપ્ટન્સી હેઠળ, ભારતીય ટીમે T20 વર્લ્ડ કપ 2024, ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ટાઇટલ પણ જીત્યું હતું. તેણે વન-ડે ક્રિકેટમાં અત્યાર સુધી 277 મેચની 269 ઇનિંગ્સમાં 11427 રન ફટકાર્યા છે. જેમાં 33 સદી અને 60 અડધી સદીનો સમાવેશ થાય છે.





