ભારત વિ દક્ષિણ આફ્રિકા ટી 20 મેચમાં સૌથી વધારે રન બનાવનાર ટોપ 5 પ્લેયર્સ, કોણ છે નંબર

India vs South Africa T20I Top run-scorers : ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 9 ડિસેમ્બરથી 5 મેચની ટી-20 શ્રેણીનો પ્રારંભ થશે. બન્ને દેશો વચ્ચેની ટી 20 મેચમાં સૌથી વધુ રન ફટકારનારા ખેલાડીઓમાં સાઉથ આફ્રિકાનો ખેલાડી ટોચ પર છે

Written by Ashish Goyal
Updated : December 09, 2025 00:11 IST
ભારત વિ દક્ષિણ આફ્રિકા ટી 20 મેચમાં સૌથી વધારે રન બનાવનાર ટોપ 5 પ્લેયર્સ, કોણ છે નંબર
રોહિત શર્મા અને વિરાટ કોહલી (તસવીર: સોશિયલ મીડિયા)

Top 5 run-scorers India vs South Africa T20I Series : ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 9 ડિસેમ્બરથી 5 મેચની ટી-20 શ્રેણીનો પ્રારંભ થશે. આ સિરીઝમાં દરેકની નજર એ વાત પર રહેશે કે કોણ સૌથી વધુ રન બનાવશે, પરંતુ અમે તમને જણાવીએ છીએ કે ભારત-દક્ષિણ આફ્રિકા ટી-20 મેચમાં અત્યાર સુધીમાં કયા બેટ્સમેને સૌથી વધુ રન બનાવ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે સૌથી વધુ રન ફટકારનારા ખેલાડીઓમાં સાઉથ આફ્રિકાનો ખેલાડી ટોચ પર છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા ખેલાડીઓ તેની પાછળ છે.

ડેવિડ મિલરના નામે સૌથી વધુ રન

ભારત-સાઉથ આફ્રિકા ટી-20 મેચમાં સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનોની વાત કરીએ તો સાઉથ આફ્રિકાનો આક્રમક બેટ્સમેન ડેવિડ મિલર પ્રથમ સ્થાને છે, જેણે ભારત સામે રમાયેલી 25 મેચની 22 ઇનિંગ્સમાં 524 રન ફટકાર્યા છે, જેમાં એક સદી અને 2 અડધી સદી સામેલ છે. રોહિત શર્મા આ યાદીમાં બીજા ક્રમે છે, જેણે 18 મેચની 17 ઇનિંગ્સમાં એક સદી અને 2 અડધી સદી સાથે 429 રન બનાવ્યા હતા.

સૂર્યકુમાર યાદવ આ યાદીમાં ચોથા ક્રમે

ભારત-દક્ષિણ આફ્રિકા ટી-20 મેચમાં સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનોની યાદીમાં વિરાટ કોહલી ત્રીજા ક્રમે છે, જેણે 14 મેચની 13 ઇનિંગ્સમાં 3 અડધી સદી સાથે 394 રન બનાવ્યા છે, જ્યારે સૂર્યકુમાર યાદવ 11 મેચની 10 ઇનિંગ્સમાં 372 રન સાથે ચોથા સ્થાને છે. સૂર્યકુમાર યાદવે સાઉથ આફ્રિકા સામેની ટી-20માં એક સદી અને 4 અડધી સદી ફટકારી છે. ક્વિન્ટન ડી કોક આ યાદીમાં પાંચમા ક્રમે છે, જેણે 11 મેચની 10 ઇનિંગ્સમાં 351 રન ફટકાર્યા છે.

આ પણ વાંચો – રોહિત શર્માએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પુરા કર્યા 20 હજાર રન, બન્યો ચોથો ભારતીય, જુઓ આખું લિસ્ટ

ભારત-દક્ષિણ આફ્રિકા ટી-20 મેચમાં સૌથી વધુ રન બનાવનારા ટોચના 5 બેટ્સમેન

  • ડેવિડ મિલર – 524 રન
  • રોહિત શર્મા – 429 રન
  • વિરાટ કોહલી – 394 રન
  • સૂર્યકુમાર યાદવ – 372 રન
  • ક્વિન્ટન ડી કોક – 351 રન

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ