ભારત વિ. વેસ્ટ ઇન્ડીઝ ટેસ્ટ શ્રેણી : રોહિત શર્મા અને શુભમન પાસે કેરેબિયન પિચોનો અનુભવ નથી, વિરાટ પૂજારા રહ્યા છે ફ્લોપ, આ ખેલાડી રહ્યો છે સંકટમોચક

India vs West Indies : 12 જુલાઇથી ભારતીય ટીમ ટેસ્ટ મેચ રમી વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસની શરૂઆત કરશે, આ પ્રવાસમાં 2 ટેસ્ટ, 3 વન-ડે અને 5 ટી-20 મેચ રમાશે

Written by Ashish Goyal
June 19, 2023 15:16 IST
ભારત વિ. વેસ્ટ ઇન્ડીઝ ટેસ્ટ શ્રેણી : રોહિત શર્મા અને શુભમન પાસે કેરેબિયન પિચોનો અનુભવ નથી, વિરાટ પૂજારા રહ્યા છે ફ્લોપ, આ ખેલાડી રહ્યો છે સંકટમોચક
12 જુલાઇથી ભારતીય ટીમ ટેસ્ટ મેચ રમી વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસની શરૂઆત કરશે (ફાઇલ તસવીર)

Ind vs WI : વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ (ડબલ્યુટીસી ફાઇનલ)માં ઓસ્ટ્રેલિયા સામે હાર્યા બાદ ટીમ ઇન્ડિયાની બેટિંગ સામે પ્રશ્નાર્થ સર્જાયો છે. વિન્ડીઝ પ્રવાસ અગાઉ ચેતેશ્વર પુજારા જેવા દિગ્ગજ ખેલાડીના સ્થાન અંગે સવાલો ઉઠી રહ્યા છે ત્યારે કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીના દેખાવ સામે પણ પ્રશ્નાર્થ સર્જાયો છે. અજિંક્ય રહાણેએ શાનદાર બેટિંગ કરી હતી પરંતુ એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે ખરાબ ફોર્મના કારણે તે 18 મહિના સુધી ઈન્ડિયન ટીમમાંથી બહાર રહ્યો હતો.

ડબલ્યુટીસીની ફાઈનલ બાદ શુભમન ગિલ જેવા પ્રતિભાશાળી યુવા બેટ્સમેન કે પછી વિરાટ કોહલી જેવા લેજન્ડરી પ્લેયરના પ્રદર્શનની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી રહી છે. આ દરમિયાન બધાની નજર જુલાઈમાં શરૂ થનાર કેરેબિયન ટૂર પર છે. બે ટેસ્ટની શ્રેણી માટેની ટીમની પસંદગી હાલ કરવામાં આવી નથી. આવી સ્થિતિમાં કોની પસંદગી થશે અને કોણ બહાર આવશે તે અંગે ચર્ચા ચાલુ છે.

કેરેબિયન ધરતી પર ભારતીય પ્લેયર્સનું પ્રદર્શન ચિંતાજનક

કેરેબિયન ભૂમિ પર ભારતીય પ્લેયર્સનો દેખાવ ચિંતાજનક છે. શુભમન ગિલ હજુ સુધી ત્યાં ટેસ્ટ રમ્યો નથી. આ સિવાય રોહિત શર્માને માત્ર બે મેચનો અનુભવ છે. ચેતેશ્વર પૂજારા અડધી સદી ફટકારી શક્યો નથી. વિરાટ કોહલીના બેટમાંથી માત્ર 1 સદી જ નિકળી છે. અજિંક્ય રહાણેનો રેકોર્ડ શાનદાર છે. તેણે 100થી વધુની એવરેજથી રન બનાવ્યા છે.

આ પણ વાંચો – જસપ્રીત બુમરાહ આયરલેન્ડ સામેની ટી-20 શ્રેણીથી કરશે વાપસી! 8 મહિનાથી છે ક્રિકેટથી દૂર

કેરેબિયન ધરતી પર ભારતીય ઓપનરોનું પ્રદર્શન

ટીમ ઈન્ડિયાના યુવા ઓપનર શુભમન ગિલને કેરેબિયન ભૂમિ પર ટેસ્ટ મેચ રમવાનો કોઈ અનુભવ નથી. જો તેની ટીમમાં પસંદગી થશે તો તે પહેલી વખત અહીં ટેસ્ટ મેચ રમશે. રોહિત શર્માએ 2016માં 2 ટેસ્ટ મેચ રમ્યો હતો. આ દરમિયાન 2 ઇનિંગ્સમાં તેણે 25ની એવરેજથી માત્ર 50 રન બનાવ્યા હતા. તેનો સર્વોચ્ચ સ્કોર 41 રન હતો.

ચેતેશ્વર પૂજારા અને વિરાટ કોહલી નિષ્ફળ રહ્યા

કેરેબિયન ધરતી પર ટેસ્ટ ક્રિકેટમાં ચેતેશ્વર પુજારાનો રેકોર્ડ ખૂબ જ કંગાળ રહ્યો છે. 2016થી 2019ની વચ્ચે 5 મેચની 6 ઇનિંગ્સમાં 20.33 ની સરેરાશથી 122 રન બનાવ્યા છે. તેણે એકપણ અડધી સદી પણ ફટકારી નથી. વિરાટ કોહલીએ 2011થી 2019 વચ્ચે 9 મેચની 13 ઇનિંગ્સમાં 35.61ની સ્ટ્રાઇક રેટથી 463 રન બનાવ્યા છે. તેણે એક સદી અને બે અડધી સદી ફટકારી છે. 200 રનનો સ્કોર તેનો સર્વોચ્ચ સ્કોર છે.

અજિંક્ય રહાણેની 102.80ની એવરેજ

અજિંક્ય રહાણેએ 2016થી 2019 વચ્ચે 6 મેચની 8 ઇનિંગ્સમાં 102.80ની એવરેજથી 514 રન બનાવ્યા છે. તેણે 2 સદી અને 3 અડધી સદી ફટકારી છે. અણનમ 108 રન તેનો સર્વોચ્ચ સ્કોર છે. તે 3 વખત અણનમ રહ્યો છે. નોંધપાત્ર વાત એ છે કે રહાણેએ ડબલ્યુટીસી ફાઇનલની બંને ઇનિંગ્સમાં શાનદાર બેટિંગ કરી હતી. તે પ્રથમ ઈનિંગ્સમાં સદી ચૂક્યો હતો, પરંતુ ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢી હતી.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ