shubman gill broke don bradman record : ભારતીય ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલે વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં શાનદાર સદી ફટકારી હતી. આ સાથે તે પૂર્વ દિગ્ગજ ક્રિકેટર સર ડોન બ્રેડમેનનો રેકોર્ડ તોડીને વિશ્વનો નંબર વન બેટ્સમેન બની ગયો છે. આ ઉપરાંત ગિલે ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીના આ રેકોર્ડની પણ બરોબરી કરી લીધી હતી.
શુભમન ગિલે બ્રેડમેનને પાછળ છોડી દીધો
શુભમન ગિલે દિલ્હીના અરુણ જેટલી ગ્રાઉન્ડ પર વેસ્ટ ઈન્ડિઝ સામે પ્રથમ ઈનિંગમાં 177 બોલમાં સદી પુરી કરી હતી. તેણે પ્રથમ ઈનિંગમાં 129 રન ફટકાર્યા હતા અને તે અણનમ રહ્યો હતો. આ તેની ટેસ્ટ ક્રિકેટ કારકિર્દીની 10મી અને વેસ્ટ ઈન્ડિઝ સામે પ્રથમ સદી હતી. સદીના આધારે ગિલે બ્રેડમેનને પાછળ છોડી દીધો છે. ગિલે કેપ્ટન તરીકે તેની 5મી ટેસ્ટ સદી ફટકારી હતી અને તે સૌથી ઓછી ઇનિંગ્સમાં કેપ્ટન તરીકે આવી સિદ્ધિ મેવનાર પ્લેયર બની ગયો છે. ગિલે આ સિદ્ધિ માત્ર 12 ઇનિંગ્સમાં મેળવી હતી, જ્યારે બ્રેડમેને 13 ઇનિંગ્સમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી.
ટેસ્ટ કેપ્ટન તરીકે સૌથી ઓછી ઇનિંગ્સમાં 5 સદી ફટકારનાર પ્લેયર
- 12 ઇનિંગ્સ – શુભમન ગિલ
- 13 ઇનિંગ્સ – ડોન બ્રેડમેન
- 15 ઇનિંગ્સ – સ્ટીવ સ્મિથ
આ પણ વાંચો – યશસ્વી જયસ્વાલે સદી ફટકારી કોહલી, ગાંગુલી અને દ્રવિડનો રેકોર્ડ તોડ્યો
શુભમન ગિલે વિરાટ કોહલીની બરોબરી કરી
શુભમન ગિલે ભારતીય કેપ્ટન તરીકે એક કેલેન્ડર વર્ષમાં 5 ટેસ્ટ સદી ફટકારી છે અને વિરાટ કોહલીની બરોબરી કરી છે. કોહલીએ ટેસ્ટ ફોર્મેટમાં ભારતીય કેપ્ટન તરીકે બે વખત એક કેલેન્ડર વર્ષમાં 5 સદી ફટકારી હતી. કોહલીએ વર્ષ 2017 અને 2018માં આ સિદ્ધિ મેળવી હતી. શુભમન ગિલ હવે આ મામલે કોહલીની બરોબરી પર આવી ગયો છે. ગિલે તેની કેપ્ટનશિપના પહેલા જ વર્ષમાં ટેસ્ટમાં 5 સદી ફટકારી છે અને આવું કરનાર પ્રથમ ભારતીય પણ બન્યો છે.
ટેસ્ટ કેપ્ટન તરીકે એક વર્ષમાં 5 સદી ફટકારનાર ભારતીય ખેલાડી
- 2017માં વિરાટ કોહલી
- 2018માં વિરાટ કોહલી
- 2025માં શુભમન ગિલ