Asian Games 2023 Updates : ચીનના હાંગઝુમાં 4 ઓક્ટોબરને બુધવારના રોજ સવારે ભારતે વધુ 4 મેડલ જીત્યા હતા. આ સાથે ભારતીય દળ સત્તાવાર રીતે એશિયન ગેમ્સમાં તેના અત્યાર સુધીના શ્રેષ્ઠ દેખાવને પાછળ રાખી દીધું છે. 19મી એશિયન ગેમ્સમાં ભારતે અત્યાર સુધીમાં 73 મેડલ જીત્યા છે. જેમાં 16 ગોલ્ડ મેડલ, 26 સિલ્વર મેડલ અને 31 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. ભારત મેડલ ટેલીમાં ચોથા સ્થાને છે.
ભારતે આ સાથે જ એશિયન ગેમ્સમાં સૌથી વધુ 16 ગોલ્ડ મેડલ જીતવાના તેના રેકોર્ડની બરોબરી કરી લીધી હતી. આ પહેલા ભારતનું શ્રેષ્ઠ પર્ફોમન્સ 2018ની જકાર્તા-પાલેમબાંગ એશિયન ગેમ્સમાં જોવા મળ્યું હતું. ત્યારે ભારતે 70 મેડલ (16 ગોલ્ડ મેડલ, 23 સિલ્વર મેડલ અને 31 બ્રોન્ઝ મેડલ) જીત્યા હતા.
હજુ ઘણા મેેડલ આવશે
એશિયન ગેમ્સના 11માં દિવસે 70નો આંક પાર કરવો એ પહેલાથી જ નિશ્ચિત હતું. બીજી ઘણી ઇવેન્ટ્સમાં હજુ પણ મેડલ આવી શકે છે. બોક્સિંગ, સ્ક્વોશ, તીરંદાજી અને બ્રિજમાં મેડલ મળશે તે નિશ્ચિત છે. આ ઉપરાંત અન્ય કેટલીક ટ્રેક એન્ડ ફિલ્ડ ઈવેન્ટ્સ પણ બાકી છે, જેમાં ભારતીય ખેલાડીઓ મેડલ્સ જીતી શકે છે.
આ પણ વાંચો – એશિયન ગેમ્સ 2023 : પારૂલ ચૌધરી પછી અનુ રાનીએ જીત્યો ગોલ્ડ, તેજસ્વિન શંકરને સિલ્વર મેડલ મળ્યો
તે જોવાનું બાકી છે કે શું ભારત આ વખતે ‘અબકી બાર 100 પાર’ ની ટેગ લાઇન પાર કરી શકે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ભારતના ઐતિહાસિક પ્રદર્શન બદલ એક્સ (અગાઉ ટ્વિટર) પર રમતવીરોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે આ ક્ષણને સમગ્ર દેશ માટે ગર્વની ક્ષણ ગણાવી હતી.
પીએમ મોદીએ અભિનંદન પાઠવ્યા
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે એશિયન ગેમ્સમાં ભારત અગાઉ કરતાં વધારે ચમક્યું છે! 71 મેડલો સાથે આપણે અત્યાર સુધીના શ્રેષ્ઠ મેડલ ટેલીની ઉજવણી કરી રહ્યા છીએ, જે આપણા એથ્લેટ્સના અપ્રતિમ સમર્પણ, ધૈર્ય અને ખેલદિલીનું પ્રમાણ છે. દરેક મેડલ સખત મહેનત અને જુસ્સાની જીવન યાત્રાને પ્રકાશિત કરે છે. આખા દેશ માટે ગર્વની ક્ષણ. આપણા રમતવીરોને અભિનંદન.
આ પહેલા ભારતના છેલ્લા 3 શ્રેષ્ઠ પ્રદર્શન
2018 ઇન્ડોનેશિયા-પાલેમબાંગ (કુલ 70 મેડલ, 16 ગોલ્ડ મેડલ)1951 નવી દિલ્હી (કુલ 51 મેડલ, 16 ગોલ્ડ મેડલ)2010 ગ્વાંગઝૂ (કુલ 65 મેડલ, 14 ગોલ્ડ મેડલ)





