Ind vs Aus 1st T20I : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પ્રથમ ટી 20 મેચ વરસાદના કારણે રદ

IND vs AUS 1st T20I Score : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પ્રથમ ટી 20 મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી. ન્ને વચ્ચે બીજી ટી 20 મેચ 31 ઓક્ટોબરના રોજ રમાશે.

Written by Ashish Goyal
Updated : October 29, 2025 16:42 IST
Ind vs Aus 1st T20I : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પ્રથમ ટી 20 મેચ વરસાદના કારણે રદ
IND vs AUS Live Score Updates, 1st T20I: ભારત વિ ઓસ્ટ્રેલિયા પ્રથમ ટી 20 મેચ અપડેટ્સ

India vs Australia Score, 1st T20I : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પ્રથમ ટી 20 મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ભારતે 9.4 ઓવરમાં 1 વિકેટે 97 રન બનાવી લીધા હતા. શુભમન ગિલ 37 અને સૂર્યકુમાર યાદવ 39 રને રમતમાં હતા. આ પછી વરસાદના કારણે મેચ રદ કરવામાં આવી હતી. આ પહેલા પણ વરસાદ પડતા મેચ 18 ઓવરની કરવામાં આવી હતી. અભિષેક શર્મા 19 રને આઉટ થયો હતો. બન્ને વચ્ચે બીજી ટી 20 મેચ 31 ઓક્ટોબરના રોજ રમાશે.

બન્ને ટીમો આ પ્રમાણે છે

ભારત : અભિષેક શર્મા, શુભમન ગિલ, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), સંજુ સેમસન, હર્ષિત રાણા, શિવમ દુબે, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ.

ઓસ્ટ્રેલિયા : ટ્રેવિસ હેડ, મિશેલ માર્શ (કેપ્ટન), જોશ ઇંગ્લિસ, ટિમ ડેવિડ, મિશેલ ઓવેન, માર્કસ સ્ટોઇનિસ, જોશ ફિલિપ, ઝેવિયર બાર્ટલેટ, નાથન એલિસ, મેથ્યુ કુહનેમેન, જોશ હેઝલવુડ.

Read More
Live Updates

IND vs AUS 1st T20I Live Score : પ્રથમ ટી 20 રદ

IND vs AUS 1st T20I Live Score : ભારત વિ ઓસ્ટ્રેલિયા પ્રથમ ટી 20 મેચ વરસાદના કારણે રદ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પ્રથમ ટી 20 મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ભારતે 9.4 ઓવરમાં 1 વિકેટે 97 રન બનાવી લીધા હતા. શુભમન ગિલ 37 અને સૂર્યકુમાર યાદવ 39 રને રમતમાં હતા. આ પછી વરસાદના કારણે મેચ રદ કરવામાં આવી હતી. આ પહેલા પણ વરસાદ પડતા મેચ 18 ઓવરની કરવામાં આવી હતી. અભિષેક શર્મા 19 રને આઉટ થયો હતો. બન્ને વચ્ચે બીજી ટી 20 મેચ 31 ઓક્ટોબરના રોજ રમાશે.

IND vs AUS 1st T20I Live Score : મેચમાં ફરી વરસાદનું વિધ્ન

ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટી 20માં ભારતે 9.4 ઓવરમાં 1 વિકેટે 97 રન બનાવી લીધા છે. હાલ વરસાદના કારણે મેચ અટકાવવામાં આવી છે. શુભમન ગિલ 37 અને સૂર્યકુમાર યાદવ 39 રને રમતમાં છે.

IND vs AUS 1st T20I Live Score : વરસાદના કારણે મેચ અટકાવવામાં આવી

ભારતે 5 ઓવરમાં 1 વિકેટે 43 રન બનાવી લીધા છે. શુભમન ગિલ 16 અને સૂર્યકુમાર યાદવ 8 રને રમતમાં છે. હાલ વરસાદના કારણે મેચ અટકાવવામાં આવી છે.

IND vs AUS 1st T20I Live Score : અભિષેક શર્મા આઉટ

અભિષેક શર્મા 14 બોલમાં 4 ફોર સાથે 19 રન બનાવી નાથન એલિસની ઓવરમાં કેચ આઉટ થયો. ભારતે 35 રને પ્રથમ વિકેટ ગુમાવી.

IND vs AUS 1st T20I Live Score : ભારતની સંગીન શરૂઆત

ભારત તરફથી ઓપનિંગમાં ઉતરેલા અભિષેક શર્મા અને શુભમન ગિલે આક્રમક શરુઆત અપાવી છે. ભારતે 3 ઓવરમાં વિના વિકેટે 26 રન બનાવી લીધા છે.

IND vs AUS 1st T20I Live Score : ભારત પ્લેઇંગ ઇલેવન

અભિષેક શર્મા, શુભમન ગિલ, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), સંજુ સેમસન, હર્ષિત રાણા, શિવમ દુબે, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ.

IND vs AUS 1st T20I Live Score : ઓસ્ટ્રેલિયા પ્લેઇંગ ઇલેવન

ટ્રેવિસ હેડ, મિશેલ માર્શ, જોશ ઇંગ્લિસ, ટિમ ડેવિડ, મિશેલ ઓવેન, માર્કસ સ્ટોઇનિસ, જોશ ફિલિપ, ઝેવિયર બાર્ટલેટ, નાથન એલિસ, મેથ્યુ કુહનેમેન, જોશ હેઝલવુડ.

IND vs AUS 1st T20I Live Score : ઓસ્ટ્રેલિયાએ ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો

ભારત સામેની પ્રથમ ટી 20માં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચ કેનબરાના મનુકા ઓવલ ખાતે રમાઇ રહી છે

IND vs AUS 1st T20I Live Score : ભારત વિ ઓસ્ટ્રેલિયા ટી 20 હેડ ટુ હેડ

ટી-20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ભારતનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયા સામે સારો છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યાર સુધીમાં કુલ 32 ટી 20 મેચ રમાઇ છે. જેમાં ભારતનો 20 મેચમાં વિજય થયો છે. જ્યારે ઓસ્ટ્રેલિયાનો 11 મેચમાં વિજય થયો છે. એક મેચમાં કોઇ રિઝલ્ટ આવ્યું ન હતું.

ઓસ્ટ્રેલિયામાં ભારતના રેકોર્ડની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં 18 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમ્યું છે. જેમાંથી 11માં ભારતનો વિજય થયો છે, જ્યારે 6 માં પરાજય થયો છે, એક ટી-20 મેચ અનિર્ણિત રહી હતી. આ રીતે ઓસ્ટ્રેલિયામાં ટી-20 ઈન્ટરનેશનલમાં ભારતનો સફળતાનો દર 64.70 ટકા છે

IND vs AUS 1st T20I Live Score : ભારત વિ ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે પ્રથમ ટી 20 મેચ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની ટી 20 શ્રેણીનો પહેલો મુકાબલો આજે કેનબરાના મનુકા ઓવલ ખાતે રમાશે. આ મેચ ભારતીય સમય પ્રમાણે બપોરે 1.45 થી શરુ થશે. આ પહેલા ત્રણ વન-ડે મેચની શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાનો 2-1થી વિજય થયો હતો. ટી 20 વર્લ્ડ કપ 2026 ની તૈયારી માટે બંને ટીમો માટે આ શ્રેણી મહત્વપૂર્ણ છે. 2024 ના ટી 20 વર્લ્ડ કપ પછી પ્રથમ વખત બંને ટીમો ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં એકબીજાનો સામનો કરશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ