Ind vs Aus : બીજી ટી-20માં ભારતનો ઓસ્ટ્રેલિયા સામે 44 રને વિજય, ટીમ ઇન્ડિયાએ 2-0થી લીડ મેળવી

India vs Australia : યશસ્વી જયસ્વાલના 25 બોલમાં 9 ફોર 2 સિક્સર સાથે 53 રન, ઈશાન કિશનના 32 બોલમાં 3 ફોર 4 સિક્સર સાથે 52 રન, રુતુરાજ ગાયકવાડના 43 બોલમાં 3 ફોર 2 સિક્સર સાથે 58 રન

Written by Ashish Goyal
November 26, 2023 23:06 IST
Ind vs Aus : બીજી ટી-20માં ભારતનો ઓસ્ટ્રેલિયા સામે 44 રને વિજય, ટીમ ઇન્ડિયાએ 2-0થી લીડ મેળવી
India vs Australia 2nd T20 - ભારત વિ. ઓસ્ટ્રેલિયા મેચ

India vs Australia 2nd T20 : રુતુરાજ ગાયકવાડ, ઇશાન કિશન અને યશસ્વી જયસ્વાલની અડધી સદીની મદદથી ભારતે ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટી-20માં 44 રને વિજય મેળવ્યો છે. ભારતે 20 ઓવરમાં 4 વિકેટે 235 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયા 20 ઓવરમાં 9 વિકેટે 191 રન બનાવી શક્યું હતું. આ જીત સાથે ભારતે પાંચ મેચની શ્રેણીમાં 2-0થી લીડ મેળવી લીધી છે. શ્રેણીની ત્રીજી ટી-20 મેચ 28 નવેમ્બરના રોજ રમાશે.

ભારતે આપેલા 236 રનના પડકાર સામે મેથ્યુ શોર્ટ 19 અને જોશ ઇંગ્લિશ 2 રને રવિ બિશ્નોઇનો શિકાર થતા ઓસ્ટ્રેલિયાની શરૂઆત ખરાબ રહી હતી. ગ્લેન મેક્સવેલ 12 રને અક્ષર પટેલનો શિકાર બન્યો હતો. સ્મિથ 19 રને પ્રસિદ્ધ કૃષ્ણાનો શિકાર બન્યો હતો. માર્કસ સ્ટોઇનિસે 25 બોલમાં 2 ફોર 4 સિક્સર સાથે આઉટ થયો હતો. ટીમ ડેવિડ 22 બોલમાં 4 ફોર 2 સિક્સર સાથે રવિ બિશ્નોઇનો શિકાર બન્યો હતો. ભારત તરફથી રવિ બિશ્નોઇ અને પ્રસિદ્ધ કૃષ્ણાએ સૌથી વધારે 3-3 વિકેટ ઝડપી હતી.

ભારતના ત્રણ પ્લેયર્સ અડધી સદી ફટકારી

પ્રથમ બેટિંગ કરતા ભારત તરફથી ત્રણ અડધી સદી જોવા મળી હતી. યશસ્વી જયસ્વાલે 25 બોલમાં 9 ફોર 2 સિક્સર સાથે 53 રન બનાવ્યા હતા. ટી-20 ઈન્ટરનેશનલમાં આ તેની બીજી અડધી સદી છે. ઈશાન કિશને 32 બોલમાં 3 ફોર 4 સિક્સર સાથે 52 રન કર્યા હતા. તેણે બીજી વિકેટ માટે રુતુરાજ ગાયકવાડ સાથે 58 બોલમાં 87 રનની ભાગીદારી કરી હતી. ગાયકવાડે 43 બોલમાં 3 ફોર 2 સિક્સર સાથે 58 રન બનાવ્યા હતા. સૂર્યકુમાર યાદવે 10 બોલમાં 19 અને રિંકુ સિંહે 14 બોલમાં 4 ફોર 2 સિક્સર સાથે અણનમ 31 રન બનાવ્યા હતા. ફાસ્ટ બોલર નાથન એલિસે 3 અને માર્કસ સ્ટોઇનિસે 1 વિકેટ ઝડપી હતી.

આ પણ વાંચો – દિનેશ કાર્તિકે જણાવી રિંકુ સિંહની અનટોલ્ડ સ્ટોરી, જાણો અભિષેક નાયરે કેમ લગાવી લીધો હતો ગળે?

ઓસ્ટ્રેલિયા સામે ભારતનો હાઈએસ્ટ સ્કોર

ઓસ્ટ્રેલિયા સામે ટી-20 ઈન્ટરનેશનલમાં ભારતીય ટીમનો આ અત્યાર સુધીનો સૌથી વધુ સ્કોર છે. આ પહેલા 20 સપ્ટેમ્બર 2022ના રોજ મોહાલીમાં રમાયેલી મેચમાં ભારતે 6 વિકેટે 211 રન બનાવ્યા હતા. ટી-20 આંતરરાષ્ટ્રીયનો આ પાંચમો સર્વોચ્ચ સ્કોર છે.

બન્ને ટીમો આ પ્રમાણે છે

ભારત : રુતુરાજ ગાયકવાડ, યશસ્વી જયસ્વાલ, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, રિંકુ સિંહ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંઘ, પ્રસિદ્ધ કૃષ્ણા, મુકેશ કુમાર.

ઓસ્ટ્રેલિયા : સ્ટીવ સ્મિથ, મેથ્યુ શોર્ટ, જોશ ઇંગ્લિસ, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઈનિસ, ટીમ ડેવિડ, મેથ્યુ વેડ (કેપ્ટન), સીન એબોટ, નાથન એલિસ, એડમ ઝામ્પા, તનવીર સંઘા.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ