Ind vs Aus 4th T20I : ચોથી ટી 20 મેચમાં ભારતનો વિજય, શ્રેણીમાં 2-1થી લીડ મેળવી

India vs Australia 4th T20I Match Score Updates : ઓસ્ટ્રેલિયા સામેની ચોથી ટી 20 મેચમાં ભારતનો 48 રને વિજય. ભારતે પાંચ મેચની શ્રેણીમાં 2-1થી લીડ મેળવી. શ્રેણીની પાંચમી અને અંતિમ ટી 20 મેચ 8 નવેમ્બરના રોજ બ્રિસબેનમાં રમાશે

Written by Ashish Goyal
Updated : November 06, 2025 17:30 IST
Ind vs Aus 4th T20I : ચોથી ટી 20 મેચમાં ભારતનો વિજય, શ્રેણીમાં 2-1થી લીડ મેળવી
Ind vs Aus 4th T20I Live : ભારત વિ ઓસ્ટ્રેલિયા ચોથી ટી 20 મેચ અપડેટ્સ

India vs Australia Live Score, 4th T20I : શુભમન ગિલના 46 રન બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી ભારતે ઓસ્ટ્રેલિયા સામેની ચોથી ટી 20માં 48 રને વિજય મેળવ્યો છે. ભારતે 20 ઓવરમાં 8 વિકેટે 167 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયા 18.2 ઓવરમાં 119 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. આ જીત સાથે ભારતે પાંચ મેચની શ્રેણીમાં 2-1થી લીડ મેળવી લીધી છે. શ્રેણીની પાંચમી અને અંતિમ ટી 20 મેચ 8 નવેમ્બરના રોજ બ્રિસબેનમાં રમાશે.

ભારત તરફથી વોશિંગ્ટન સુંદરે સૌથી વધારે 3 વિકેટ ઝડપી. આ સિવાય અક્ષર પટેલ અને શિવમ દુબે 2-2, જ્યારે બુમરાહ, અર્શદીપ સિંહ અને વરુણ ચક્રવર્તીને 1-1 વિકેટ મળી હતી.

બન્ને ટીમો આ પ્રમાણે છે

ભારત : અભિષેક શર્મા, શુભમન ગિલ, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શિવમ દુબે, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, જીતેશ શર્મા, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ.

ઓસ્ટ્રેલિયા : મિશેલ માર્શ (કેપ્ટન), જોશ ઇંગ્લિસ, ટિમ ડેવિડ, ગ્લેન મેક્સવેલ, જોશ ફિલિપે, માર્કસ સ્ટોઇનિસ, મેથ્યુ શોર્ટ, બહેન દ્વારશુઇશ, ઝેવિયર બાર્ટલેટ, નાથન એલિસ, એડમ ઝમ્પા.

Read More
Live Updates

IND vs AUS 4th T20I Live Score : વોશિંગ્ટન સુંદરે સૌથી વધારે 3 વિકેટ ઝડપી

ભારત તરફથી વોશિંગ્ટન સુંદરે સૌથી વધારે 3 વિકેટ ઝડપી. આ સિવાય અક્ષર પટેલ અને શિવમ દુબે 2-2, જ્યારે બુમરાહ, અર્શદીપ સિંહ અને વરુણ ચક્રવર્તીને 1-1 વિકેટ મળી હતી.

IND vs AUS 4th T20I Live Score : ભારતનો ચોથી ટી 20માં 48 રને વિજય

શુભમન ગિલના 46 રન બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી ભારતે ઓસ્ટ્રેલિયા સામેની ચોથી ટી 20માં 48 રને વિજય મેળવ્યો છે. ભારતે 20 ઓવરમાં 8 વિકેટે 167 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયા 18.2 ઓવરમાં 119 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. આ જીત સાથે ભારતે પાંચ મેચની શ્રેણીમાં 2-1થી લીડ મેળવી લીધી છે. શ્રેણીની પાંચમી અને અંતિમ ટી 20 મેચ 8 નવેમ્બરના રોજ બ્રિસબેનમાં રમાશે.

IND vs AUS 4th T20I Live Score : વોશિંગ્ટન સુંદરની એક ઓવરમાં 2 વિકેટ

ગ્લેન મેક્સવેલ 4 બોલમાં 2 રન બનાવી વરુણ ચક્રવર્તીની ઓવરમાં બોલ્ડ થયો. જ્યારે માર્કોસ સ્ટોઇનિસ 19 બોલમાં 2 ફોર સાથે 17 રને અને બાર્ટલેટ શૂન્ય રને વોશિંગ્ટન સુંદરનો શિકાર બન્યો. ઓસ્ટ્રેલિયાએ 116 રને આઠમી વિકેટ ગુમાવી.

IND vs AUS 4th T20I Live Score : જોશ ફિલિપે 10 રને આઉટ

ટિમ ડેવિડ 9 બોલમાં 1 ફોર અને 1 સિક્સર સાથે 14 રને શિવમ દુબેનો શિકાર બન્યો. જ્યારે જોશ ફિલિપે 10 બોલમાં 1 ફોર સાથે 10 રને અર્શદીપ સિંહની ઓવરમાં કેચ આઉટ થયો. ઓસ્ટ્રેલિયાએ 98 રને પાંચમી વિકેટ ગુમાવી.

IND vs AUS 4th T20I Live Score : મિચેલ માર્શ આઉટ

મિચેલ માર્શ 24 બોલમાં 4 ફોર સાથે 30 રન બનાવી શિવમ દુબેની ઓવરમાં કેચ આઉટ થયો. ઓસ્ટ્રેલિયાએ 70 રને ત્રીજી વિકેટ ગુમાવી.

IND vs AUS 4th T20I Live Score : અક્ષર પટેલે બે વિકેટ ઝડપી

મેથ્યુ શોર્ટ 19 બોલમાં 2 ફોર અને 2 સિક્સર સાથે 25 રને અને જોશ ઇંગ્લિશ 11 બોલમાં 2 ફોર સાથે 12 રને અક્ષર પટેલનો શિકાર બન્યા. ઓસ્ટ્રેલિયાએ 67 રને બીજી વિકેટ ગુમાવી.

IND vs AUS 4th T20I Live Score : ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 168 રનનો પડકાર

ઓસ્ટ્રેલિયા સામે ચોથી ટી 20 માં ભારતે 20 ઓવરમાં 8 વિકેટે 167 રન બનાવી લીધા છે. ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 168 રનનો પડકાર મળ્યો છે. અક્ષર પટેલ 11 બોલમાં 1 ફોર અને 1 સિક્સર સાથે 21 રને અણનમ રહ્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી ઝમ્પા અને નાથન એલિસે સૌથી વધારે 3-3 વિકેટ ઝડપી હતી.

IND vs AUS 4th T20I Live Score : ભારતે 152 રને સાતમી વિકેટ ગુમાવી

તિલક વર્મા 5, જીતેશ શર્મા 3 અને વોશિંગ્ટન સુંદર 7 બોલમાં 2 ફોર સાથે 12 રન બનાવી આઉટ થયા. ભારતે 152 રને સાતમી વિકેટ ગુમાવી.

IND vs AUS 4th T20I Live Score : સૂર્યકુમાર આઉટ

સૂર્યકુમાર યાદવ 10 બોલમાં 2 સિક્સર સાથે 20 રન બનાવી બાર્ટલેટની ઓવરમાં કેચ આઉટ થયો. ભારતે 125 રને ચોથી વિકેટ ગુમાવી.

IND vs AUS 4th T20I Live Score : શુભમન ગિલ 46 રને આઉટ

શુભમન ગિલ 39 બોલમાં 4 ફોર અને 1 સિક્સર સાથે 46 રન બનાવી નાથન એલિસની ઓવરમાં બોલ્ડ થયો હતો. ભારતે 121 રને ત્રીજી વિકેટ ગુમાવી. ટીમ ઇન્ડિયાએ 12.4 ઓવરમાં 100 રન બનાવ્યા હતા.

IND vs AUS 4th T20I Live Score : શિવમ દુબે આઉટ

શિવમ દુબે 18 બોલમાં 1 ફોર અને 1 સિક્સર સાથે 22 રન બનાવી નાથન એલિસની ઓવરમાં બોલ્ડ થયો. ભારતે 88 રને બીજી વિકેટ ગુમાવી.

IND vs AUS 4th T20I Live Score : અભિષેક શર્મા આઉટ

અભિષેક શર્મા 21 બોલમાં 3 ફોર અને 1 સિક્સર સાથે 28 રન બનાવી એડમ ઝમ્પાની ઓવરમાં કેચ આઉટ થયો. ભારતે 56 રને પ્રથમ વિકેટ ગુમાવી દીધી. આ પહેલા ભારતે 6.1 ઓવરમાં 50 રન પુરા કર્યા હતા.

IND vs AUS 4th T20I Live Score : ઓસ્ટ્રેલિયા પ્લેઇંગ ઇલેવન

મિશેલ માર્શ (કેપ્ટન), જોશ ઇંગ્લિસ, ટિમ ડેવિડ, ગ્લેન મેક્સવેલ, જોશ ફિલિપે, માર્કસ સ્ટોઇનિસ, મેથ્યુ શોર્ટ, બહેન દ્વારશુઇશ, ઝેવિયર બાર્ટલેટ, નાથન એલિસ, એડમ ઝમ્પા.

IND vs AUS 4th T20I Live Score : ભારત પ્લેઇંગ ઇલેવન

અભિષેક શર્મા, શુભમન ગિલ, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શિવમ દુબે, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, જીતેશ શર્મા, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ.

IND vs AUS 4th T20I Live Score : ઓસ્ટ્રેલિયાએ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો

ભારત સામેની ચોથી ટી 20 મેચમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન મિચેલ માર્શે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

IND vs AUS 4th T20I Live Score : આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ટી 20

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે ચોથી ટી 20 મેચ રમાશે. આ મેચ ભારતીય સમય પ્રમાણે બપોરે 1.45 થી શરુ થશે. ટોસ 1.15 કલાકે થશે. હાલ પાંચ મેચની શ્રેણી 1-1થી બરાબરી પર છે. બન્ને ટીમો લીડ મેળવવા પ્રયત્ન કરશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ