India vs Australia 4th Test,Team India Playing 11: બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ઈન્દોરમાં ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટેસ્ટ 9 વિકેટે હાર્યા બાદ, ભારતીય ટીમ મેનેજમેન્ટે ગુરૂવારે અમદાવાદમાં રમવામાં આવનાર ચોથી અને અંતિમ ટેસ્ટ માટે તેમના પ્લેઈંગ 11માં કેટલાક ફેરફારો કર્યા છે. બીજી તરફ, એવી શક્યતા ઓછી છે કે, ઑસ્ટ્રેલિયા ઈન્દોરમાં તેમની શાનદાર જીત બાદ કોઈ ફેરફાર કરે. અમદાવાદ ટેસ્ટમાં મોહમ્મદ સિરાજની જગ્યાએ મોહમ્મદ શમીને તક મળી શકે છે. તો કેએસ ભરતની જગ્યાએ ઈશાન કિશન ડેબ્યુ કરી શકે છે.
મોહમ્મદ સિરાજની જગ્યાએ મોહમ્મદ શમીને તક મળશે
ઈન્દોરમાં રમાયેલી ત્રીજી ટેસ્ટમાં મોહમ્મદ શમીને આરામ આપવામાં આવ્યો હતો. ચોથી ટેસ્ટમાં તેને મોહમ્મદ સિરાજની જગ્યાએ પ્લેઇંગ 11માં સામેલ કરવામાં આવી શકે છે. શમીની ગેરહાજરીમાં ઉમેશ યાદવે શાનદાર પ્રદર્શન કર્યું હતુ અને તે પ્લેઇંગ 11માં રહેશે. શમીએ પ્રથમ બે ટેસ્ટમાં સાત વિકેટ ઝડપી હતી. ત્રીજી ટેસ્ટમાં બ્રેક મળ્યા બાદ તે ફ્રેશ થઈને પરત ફરશે.
કેએસ ભરતની જગ્યાએ ઈશાન કિશન
કેએસ ભરતે ત્રણેય ટેસ્ટમાં વિકેટકીપર તરીકે સારું પ્રદર્શન કર્યું હતું. જોકે તેણે રેન્ક ટર્નર પર થોડા કેચ છોડ્યા હતા, પરંતુ આવી પીચ પર વિકેટકીપિંગ સરળ નથી. ચિંતાનો વિષય કેએસ ભરતની બેટિંગ છે. દિલ્હીમાં બીજી ટેસ્ટમાં તેણે સારો કેમિયો કર્યો હતો, પરંતુ તે સિવાય તેણે સંઘર્ જષ કર્યો હતો. બીજી તરફ તેની જગ્યાએ ઈશાન કિશનને તક મળી શકે છે. તે ઋષભ પંતની જેમ ઝડપી બેટિંગ કરી શકે છે. ઈશાન કિશન રેન્ક-ટર્નર પર આદર્શ બેટ્સમેન છે, તેની પાસે કેમિયો સાથે મેચને ફેરવવાની ક્ષમતા છે. ઝારખંડ માટે નિયમિતપણે ડોમેસ્ટિક ક્રિકેટ રમનાર ઈશાનને ટર્નર પર રમવાનો અનુભવ પણ છે.
ઓસ્ટ્રેલિયા માટે કોઈ ફેરફાર નહીં, સ્મિથ ફરીથી નેતૃત્વ કરશે
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પુષ્ટિ કરી છે કે, સ્ટીવ સ્મિથ અમદાવાદ ટેસ્ટમાં પણ ટીમની કપ્તાની કરશે. પેટ કમિન્સ ગયા મહિને દિલ્હીમાં રમાયેલી બીજી ટેસ્ટ બાદ ઓસ્ટ્રેલિયા પરત ફર્યા હતા. તે તેની માતા મારિયા સાથે સિડનીમાં છે, જે સ્તન કેન્સરથી પીડિત છે. સ્મિથની કપ્તાની હેઠળ, જેણે પૂર્ણ સમયનો કેપ્ટન બનવાનો ઇનકાર કર્યો હતો, ઓસ્ટ્રેલિયાએ ઇન્દોરમાં શાનદાર રમત બતાવી હતી. તેમણે આ મેચ 9 વિકેટે જીતી લીધી હતી. ટીમ ઈન્ડિયા શ્રેણીમાં 2-1થી અજેય સરસાઈ ધરાવે છે.
આ પણ વાંચો – વિમેન્સ પ્રીમિયર લીગ 2023 : મુંબઈ ઈન્ડિયન્સની 143 રને જીત, ગુજરાત જાયન્ટ્સ 64 રનમાં ઓલઆઉટ
ટીમ ઈન્ડિયા (સંભવીત) પ્લેઈંગ 11 – શુભમન ગિલ, રોહિત શર્મા (કેપ્ટન), ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, ઈશાન કિશન (વિકેટકીપર), શ્રેયસ ઐયર, રવિન્દ્ર જાડેજા, આર અશ્વિન, અક્ષર પટેલ, ઉમેશ યાદવ, મોહમ્મદ શમી.
ઓસ્ટ્રેલિયા (સંભવીત) પ્લેઇંગ 11 – ઉસ્માન ખ્વાજા, ટ્રેવિસ હેડ, માર્નસ લેબુશેન, સ્ટીવ સ્મિથ (સી), કેમેરોન ગ્રીન, પીટર હેન્ડ્સકોમ્બ, એલેક્સ કેરી (વિકેટમાં), મિશેલ સ્ટાર્ક, નાથન લિયોન, ટોડ મર્ફી, મેથ્યુ કુહનમેન