India vs Australia Score, 5th T20I : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પાંચમી ટી 20 મેચ વરસાદને કારણે મેચ રદ થઇ હતી. આ મેચ રદ થતા ભારતે પાંચ મેચની શ્રેણી 2-1થી જીતી લીધી છે. ભારે વરસાદ અને વીજળીના કારણે રમત અટકી ત્યારે ભારતે 4.5 ઓવરમાં વિના વિકેટે 52 રન બનાવી લીધા હતા. શુભમન ગિલે 16 બોલમાં 6 ફોર સાથે 29 અને અભિષેક શર્માએ 13 બોલમાં 1 ફોર અને 1 સિક્સર સાથે 23 રન બનાવ્યા હતા.
બન્ને ટીમો આ પ્રમાણે છે
ભારત : અભિષેક શર્મા, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શિવમ દુબે, અક્ષર પટેલ, રિંકુ સિંહ, વોશિંગ્ટન સુંદર, જીતેશ શર્મા, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ.
ઓસ્ટ્રેલિયા : મિશેલ માર્શ (કેપ્ટન), મેટ શોર્ટ, જોશ ઇંગ્લિસ, ટિમ ડેવિડ, ગ્લેન મેક્સવેલ, જોશ ફિલિપે, માર્કસ સ્ટોઇનિસ, બેન દ્વારશુઇશ, ઝેવિયર બાર્ટલેટ, નાથન એલિસ, એડમ ઝમ્પા.





