India vs Australia Test Series Cricket Match 2024: ભારત ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સીરિઝ મેચ માટે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. ભારત સામેની પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ માટે રવિવારે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમની ઘોષણા થઇ છે. 22 નવેમ્બરથી પર્થમાં રમાનારી આ ટેસ્ટ મેચ માટે પેટ કમિન્સની આગેવાની હેઠળની ટીમમાં બે નવા નામ સામેલ કરવામાં આવ્યા છે. નાથન મેકસ્વીની અને જોશ ઈંગ્લિસની પ્રથમ વખત ટેસ્ટ ટીમમાં પસંદગી કરવામાં આવી છે.
ઓસ્ટ્રેલિયાની 13 ખેલાડીની ટીમમાં આ બંને નવા ચહેરા છે. આ ઉપરાંત બધા જૂના ચહેરા છે. કેપ્ટન પેટ કમિન્સ, જોશ હેઝલવૂડ અને મિચેલ સ્ટાર્ક ઉપરાંત સ્કોટ બોલેન્ડ ફાસ્ટ બોલિંગના વિકલ્પો છે. ટીમમાં નાથન લિયોન એકમાત્ર સ્પેશિયાલીસ્ટ સ્પિન વિકલ્પ છે, જ્યારે માર્નસ લાબુસ્ચાગ્ને અને ટ્રેવિસ હેડ જેવા ખેલાડીઓ જરુર પડે ત્યારે સ્પિન બોલિંગના વિકલ્પો તરીકે સેવા આપી શકે છે.
રિઝર્વ બૅટ્સમૅન તરીકે ઇંગ્લિસની પસંદગી
એલેક્સ કેરી પહેલી પસંદનો વિકેટકીપર છે. સાઉથ ઓસ્ટ્રેલિયાના આ ક્રિકેટરે શેફિલ્ડ શિલ્ડમાં બેટથી જબરજસ્ત ફોર્મ દેખાડયું છે. હાલમાં તે છ ઇનિંગ્સમાં બે સદી અને એક અડધી સદી સાથે રન બનાવનારા બેટ્સમેનોમાં ટોચ પર છે. ઇંગ્લિસની પસંદગી બેકઅપ વિકેટકીપર તરીકે નહીં પરંતુ રિઝર્વ બેટ્સમેન તરીકે વધુ છે.
કોન્સ્ટાસ અને મેકસ્વીની વચ્ચે ઓપનર રેસ
વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના આ ખેલાડીએ ઘરેલુ ક્રિકેટમાં રન બનાવ્યા છે. હાલમાં તે શિલ્ડ સિઝનમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓમાં ચોથા ક્રમે છે. 29 વર્ષીય ખેલાડી આ યાદીમાં મેકસ્વીનીથી એક સ્થાન ઉપર છે, જ્યારે યુવા સેમ કોન્સ્ટાસ આ બંનેથી ઉપર ત્રીજા સ્થાને છે. જોકે ઓપનરની રેસ કોન્સ્ટાસ અને મેકસ્વીની વચ્ચેની હતી, કારણ કે લોઅર-મીડલ ઓર્ડરમાં ઈગ્લીસ બેટીંગમાં ઉતરે છે.
મેકસ્વીનીને શા માટે તક મળી
ભારત એ સામેની તાજેતરની બિનસત્તાવાર ટેસ્ટ મેચોમાં ઓસ્ટ્રેલિયા એ તરફથી રમતી વખતે મેકસ્વીની અને કોન્સ્ટાસ બંનેએ પ્રભાવિત કર્યા હતા, પરંતુ આ અનુભવને કારણે મેકસ્વીનીને પર્થમાં સંભવિત ટેસ્ટ ડેબ્યૂની તક મળી હતી.
ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમ
પેટ કમિન્સ (કેપ્ટન), ટ્રેવિસ હેડ, ઉસ્માન ખ્વાજા, નાથન મેકસ્વીની, સ્ટીવ સ્મિથ, માર્નસ લાબુસ્ચાગ્ને, મિચેલ માર્શ, એલેક્સ કેરી, જોશ ઇંગ્લિસ, મિચેલ સ્ટાર્ક, જોશ હેઝલવૂડ, નાથન લાયન, સ્કોટ બોલાન્ડ.





