India vs Australia World Cup 2023 Final Match In Narendra Modi Stadium AT Ahmedabad : અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ ટાઇટલ મેચનું સાક્ષી બનશે. ઓસ્ટ્રેલિયા તેના છઠ્ઠા અને ભારત તેના ત્રીજા વર્લ્ડ કપ ટાઇટલ માટે મેદાનમાં ઉતરશે. સમગ્ર ટૂર્નામેન્ટમાં પોતાનો જીવ રેડી દેનાર ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ જીતવા તનતોડ મેહનત કરવી પડશે, તો જ તે ઓસ્ટ્રેલિયાને હરાવી શકશે.
બેટ્સમેન અને બોલર બંનેને પીચ પર મદદ મળશે
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 11 પિચો છે જેમાંથી પાંચ કાળી માટીની છે અને પાંચ મિશ્ર માટીની છે. પીચ પર વધુ ઉછાળો જે ઝડપી બોલરોને મદદ કરશે. બેટ્સમેનોને પણ પીચમાંથી મદદ મળશે. પ્રથમ 10 ઓવર ઘણી મહત્વની રહેશે. અહીં અત્યાર સુધી ત્રણ મેચ રમાઈ છે. ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ કપની પ્રથમ મેચ અહીં રમાઈ હતી.

ઈંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરીને 282 રન બનાવ્યા હતા અને ન્યૂઝીલેન્ડે માત્ર 36.2 ઓવરમાં તે હાંસલ કરી લીધુ હતુ. આ પછી મોટાભાગની મેચોમાં સ્કોર 300ને પાર નથી કરી શક્યો. આ મેદાન પર 30 વનડે મેચ રમાઈ છે, જેમાંથી પ્રથમ બેટિંગ કરનારી ટીમે 15 વખત જીત મેળવી છે અને ટીમે 15 વખત ચેજ કરનાર ટીમ જીત છે. અહીં પ્રથમ દાવનો સરેરાશ સ્કોર 243 છે. આ મેદાન પર ઝાકળની ભૂમિકા પણ જોવા મળશે.
વરસાદની સંભાવના ઘણી ઓછી છે
વર્લ્ડ કપ 2023 ફાઈનલ મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે પરંતુ સારા સમાચાર એ છે કે આ મેચ દરમિયાન વરસાદ પડવાની શક્યતા ઘણી ઓછી છે. 19 નવેમ્બરે દિવસભર હવામાન સ્વચ્છ રહેશે. તાપમાન 33 ડિગ્રીથી 25 ડિગ્રી વચ્ચે રહેશે.
આ પણ વાંચો | વર્લ્ડ કપ 2023 : ફાઈનલમાં ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે ટક્કર, શું ટીમ ઈન્ડિયા 20 વર્ષ જૂનો બદલો લઈ શકશે?
ભારત-ઓસ્ટ્રેલિયા હેડ ટુ હેડ રેકોર્ડ
વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે 13 મેચ રમાઈ છે. આ 13માંથી ઓસ્ટ્રેલિયાએ 8 મેચ જીતી છે અને ભારતીય ક્રિકેટ ટીમે પાંચ મેચ જીતી છે. નોકઆઉટમાં ઓસ્ટ્રેલિયા ટીમે બે મેચ જીતી છે અને ભારતે એક મેચ જીતી છે. 2003ની ફાઇનલમાં પણ બંને ટીમો આમને-સામને હતી જ્યારે ભારત 125 રનથી હારી ગયું હતું. આમ કુલ મળીને બંને ક્રિકેટ ટીમો વનડેમાં 150 વખત સામસામે આવી ચૂકી છે, જેમાં ભારતે 57 મેચ જીતી છે અને ઓસ્ટ્રેલિયાએ 83 મેચ જીતી છે.